અમદાવાદના જે ઓવરબ્રિજને તોડી પાડવાનો આદેશ આપવામાં આવ્યો છે તે હાટકેશ્વર બ્રિજ અંગે સુપ્રીમ કોર્ટમાં સોમવારે સુનાવણી થશે. સર્વોચ્ચ અદાલત 8મી મેના રોજ પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ, SGS ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના બે ડિરેક્ટર દ્વારા હાટકેશ્વર બ્રિજ નુકસાન કેસમાં તેમની સામેની FIR રદ કરવા માટેની અરજી પર સુનાવણી કરશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા આ ઓવરબ્રિજના બાંધકામમાં નબળી ગુણવત્તાના માલસામાનનો ઉપયોગ કરવાનો આરોપ મૂક્યા બાદ આ કંપનીના બે ડિરેક્ટરો- અમિત ઠક્કર અને શશિભૂષણ જોગાણીને સુપ્રીમ કોર્ટે આ અઠવાડિયે 8 મે સુધી છેતરપિંડીના કેસમાં વચગાળાની રાહત આપી હતી.
SGS ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડને દૈનિક ધોરણે બાંધકામની ક્વોલિટી પર દેખરેખ રાખવા અને તેની ખાતરી કરવા માટેનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. જો કે બ્રિજમાં બાંધકામમાં ગંભીર ગેરીરીતિના ગુનામાં આ કંપનીના ડિરેક્ટરોએ 24 એપ્રિલે ગુજરાત હાઈકોર્ટ દ્વારા તેમની અરજી ફગાવી દેવાયા બાદ એફઆઈઆર રદ કરવા માટે સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી છે.
બાંધકામના ચાર જ વર્ષમાં બ્રિજ ખખડી ગયો
અમદાવાદના હાટકેશ્વર વિસ્તારમાં આવેલો હાટકેશ્વર બ્રિજ બન્યાના ચાર જ વર્ષમાં ખખડી જતા તેને જાહેર જનતા માટે બંધ કરવામાં આવ્યો છે. અજય એન્જિનિયરિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઈવેટ લિમિટેડ (AEIPL) ના ચેરમેન અને તેના ચાર ડિરેક્ટરો અને SGS ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડના ત્રણ અધિકારીઓ વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી હતી. ઉપરોક્ત બંને કંપનીઓ આ બ્રિજના બાંધકામ સાથે સંકળાયેલી હતી.
એફઆઈઆર એપ્રિલમાં એ જ દિવસે દાખલ કરવામાં આવી હતી જ્યારે મ્યુનિસિપલ કમિશનર એમ તેનરાસને ખોખરા અને સીટીએમ ક્રોસ રોડને જોડવા માટેના રૂ. 40 કરોડના પુલને તોડી પાડવાનો નિર્ણય લીધો હતો.
ઠક્કર અને જોગાણી તરફથી કેસ લડનાર વકીલ કેયુર ગાંધીએ જણાવ્યું હતું કે, “તેઓએ હાઈકોર્ટનો સંપર્ક એ આધાર પર કર્યો હતો કે જ્યારે બ્રિજની દેખરેખનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો ત્યારે તેઓ કંપનીમાં કામ કરતા ન હતા. પ્રોજેક્ટ પૂરો થયા પછી તેઓ પેઢીમાં જોડાયા.
1 મેના રોજ અસ્થાયી રાહત આપતાં, સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે, “અપીલકર્તાઓ ગંભીર કાર્યવાહીનો સામનો કરી રહ્યા છે, તેમ છતાં તેમની પાસે ચોક્કસ સબમિશન હોવા છતાં તેઓ સંબંધિત કંપની સાથે જોડાયેલા ન હતા તે સમયગાળા દરમિયાન થયેલા કથિત ગુના સાથે તેને સાંકળી શકાય નહીં. જ્યારે અમે હાઇકોર્ટ દ્વારા પસાર કરાયેલા આદેશની નકલની રાહ જોવાની ઇચ્છા રાખીયે છીએ, ત્યારે વચગાળામાં અરજદારોને કોઈપણ કડક પ્રક્રિયા સામે રક્ષણ આપવાનું યોગ્ય માનીએ છીએ.” ગાંધીએ ઉમેર્યું કે, “8મેના રોજ થનાર આગામી સુનાવણીમાં રાહત લંબાવવાની વિનંતી કરવામાં આવશે, કારણ કે જ્યારે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો ત્યારે ડિરેક્ટરો પ્રોજેક્ટ સાથે સંકળાયેલા ન હતા.”
ઠક્કર અને જોગાણીની સાથે કંપનીના પ્રોજેક્ટ એન્જિનિયર નીલમ પટેલ સામે પણ 15 એપ્રિલે દાખલ કરવામાં આવેલી એફઆઈઆર હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
અજય એન્જિનિયરિંગ-ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઈવેટ લિમિટેડના ચાર ડિરેક્ટરો – રમેશ પટેલ, રસિક પટેલ, ચિરાગકુમાર પટેલ અને કલ્પેશકુમાર પટેલની સામે પણ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન માટેની તેમની અરજી 1 મેના રોજ ફગાવી દેવામાં આવી હતી.
Disclaimer : આ આર્ટિકલ Indian express પરથી અનુવાદીત છે, વધુ માહિતી માટે અહીં ક્લિક કરો,