scorecardresearch

પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવમાં અમિત શાહ હાજર રહ્યા, કહ્યું- લાખો યુવાનોને BAPS દ્વારા વ્યસન મુક્ત કરાયા

ગૃહમંત્રી અમિત શાહે કહ્યું – મારા જીવનના અનેક ઉતાર ચડાવમાં સૌથી પહેલો ફોન પ્રમુખસ્વામી મહારાજનો આવ્યો છે. હું પ્રમુખ સ્વામી પાસેથી શાંતિ, ચેતના અને ઊર્જા લઈને જતો હતો

પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવમાં અમિત શાહ હાજર રહ્યા, કહ્યું- લાખો યુવાનોને BAPS દ્વારા વ્યસન મુક્ત કરાયા
પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવમાં અમિત શાહ હાજર રહ્યા (તસવીર – અમિત શાહ ટ્વિટર વીડિયોગ્રેબ)

Pramukh Swami ji Maharaj Shatabdi Mahotsav: અમદાવાદમાં પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવની શરૂઆત થઇ ગઇ છે. 14મી ડિસેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજના હસ્તે પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ થયો હતો. સમારંભના બીજા દિવસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉપસ્થિત રહ્યા હતા. તેમના હસ્તે આંતરરાષ્ટ્રીય માનવ ઉત્કર્ષ સંમેલનનો પ્રારંભ કરાયો છે. આ જન્મ શતાબ્દી મહોત્સવની ઉજવણી માટે અમદાવાદના રિંગ રોડ પર ઓગણજ-ભાડજ પાસે 600 એકરની વિશાળ ભૂમિમાં મહોત્સવ સ્થળ પ્રમુખસ્વામી મહારાજ નગર ઉભું કરવામાં આવ્યું છે. 14 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી 2023 દરમિયાન એક મહિના માટે ભવ્ય ઉત્સવ ધામધૂમથી ભક્તિભાવપૂર્વક ઊજવાશે.

પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવમાં હાજર રહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે આ ભવ્ય નગરીમાં શાંતિ, દિવ્યતા અને માનવ મૂલ્યોના ઉત્કૃષ્ટ જીવનના સંદેશ એક સાથે મળે છે. નગરની મુલાકાતથી શાંતિનો અનુભવ થશે. આ નગર મેનેજમેન્ટના વિદ્યાર્થીઓ માટે સક્સેસ સ્ટોરી પ્રોજેક્ટ તરીકે લેવાવી જોઈએ.

તેમણે કહ્યું હતું કે મારા જીવનના અનેક ઉતાર ચડાવમાં સૌથી પહેલો ફોન પ્રમુખસ્વામી મહારાજનો આવ્યો છે. હું પ્રમુખ સ્વામી પાસેથી શાંતિ, ચેતના અને ઊર્જા લઈને જતો હતો. સમાજ જીવનમાં શાંતિ અને સદ ઉપદ્દેશ આપવાનું કામ સંત નું છે. સંતો બનાવવા, મંદિર બનાવવા, 70 હજાર ગામોની મુલાકાત, લોકો સાથે બેસી કુટુંબની ભાવના મજબૂત કરવાનું કામ પ્રમુખ સ્વામી મહારાજે કર્યું છે. ભારતીય સંસ્કૃતિનું અસ્તિત્વ ત્યાં સુધી જ રહેશે જ્યા સુધી કુટુંબ સંસ્થા જળવાશે.

આ પણ વાંચો – પીએમ નરેન્દ્ર મોદી અને મહંતસ્વામી મહારાજના હસ્તે પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ

અમિત શાહે કહ્યું કે લાખો યુવાનોને બાપ્સ દ્વારા વ્યસન મુક્ત કરાયા.આ યોગાનું યોગ છે કે દેશ આઝાદીનો અમૃત મહોત્સવ માનવે છે ત્યારે પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ આવ્યો છે. હાલનો સમય આ દેશના સાંસ્કૃતિક પુન:જાગરણનો છે. નરેન્દ્રભાઇના નેતૃત્વમાં અનેક અટકેલા સાંસ્કૃતિક પુન:જાગરણના કામો કર્યા છે.

દરરોજ બપોરે 2.00 વાગ્યાથી રાત્રે 9.00 વાગ્યા સુધી પ્રવેશ મળશે

મહોત્સવ સ્થળે દરરોજ બપોરે 2.00 વાગ્યાથી રાત્રે 9.00 વાગ્યા સુધી પ્રવેશ મળશે. રવિવારે સવારે 9.00 વાગ્યાથી રાત્રે 9.00 વાગ્યા સુધી પ્રવેશ મળશે. રોજ રાત્રે 10.00 વાગ્યે મહોત્સવ સ્થળ બંધ થશે.

બાળકો માટે બાળનગરી

મહોત્સવનું એક વિશિષ્ટ આકર્ષણ એટલે બીએપીએસ બાળનગરી. આ બાળનગરી એટલે બાળકો દ્વારા વિચારાયેલી, બાળકો માટે બનાવાયેલી, બાળકો દ્વારા સંચાલિત એક એવી નગરી કે જ્યાં વિવિધ પ્રસ્તુતિઓ બાળકોને વધુ સારા વ્યક્તિ બનવાની પ્રેરણાથી છલકાવી દેશે. 4,500થી વધુ બાળ-બાલિકા સ્વયંસેવકો દ્વારા સંચાલિત આ બાળનગરીને સજાવવામાં 6,500થી વધુ બાળપ્રવૃત્તિ કાર્યકરો સેવા આપી રહ્યા છે. કલાત્મક મેસ્કોટ, 3 પ્રદર્શન ખંડો, સંસ્કૃતિ રત્નો, શાંતિનું ધામ, બાળસ્નેહી ઉદ્યાન, બાળમંડળ એક્સપ્રેસ જેવી વિવિધ રચનાઓ ઉપરાંત બાળનગરીના બે કલામંચોમાં 150થી વધુ બાળકો નૃત્ય, ગીત-સંગીત, વક્તવ્યોની રમઝટ બોલાવી બાળકોને મોજ કરાવશે અને તેમની સુશુપ્ત શક્તિઓ ખીલવવાની પ્રેરણા આપશે.

ગ્લો ગાર્ડન

મહોત્સવ સ્થળે અદભુત રંગબેરંગી ડિઝાઈન તેમજ પ્રેરક સંદેશ સાથે તૈયાર કરવામાં આવેલ પ્રમુખ જ્યોતિ ઉદ્યાન એટલે કે ગ્લો ગાર્ડન 2100 સ્વયંસેવકોની દિવસ-રાતની મહેનતથી અદભુત રીતે સજાવવામાં આવ્યો છે. 10 એકર વિસ્તારમાં ફેલાયેલા આ ગ્લો ગાર્ડનમાં અંદરથી પ્રકાશિત થાય તેવાં, સ્વયંસેવકોએ હાથે બનાવેલાં વિશાળ કદનાં આઠ હજારથી વધુ ફૂલો ઝગમગી ઊઠ્યાં છે. કુલ 2100થી વધુ સ્વયંસેવકોએ છેલ્લાં 6 મહિનાથી વધુ સમય મહેનત કરીને આ ગ્લો ગાર્ડન વિકસાવ્યું છે. ગ્લો ગાર્ડનમાં 150થી વધુ વિવિધ સંદેશાઓ લઈને જાત મહેનતથી રચવામાં આવેલ વિશાળકાય પ્રાણીઓ, પક્ષીઓ વગેરે સૌની આંખોને જકડી રાખશે. ગ્લો ગાર્ડન પ્રકૃતિમાં શ્રદ્ધા, પરમાત્મામાં શ્રદ્ધા, શાસ્ત્રોમાં શ્રદ્ધા, ગુરુમાં શ્રદ્ધા, રાષ્ટ્રમાં શ્રદ્ધા અને વિશ્વમાં શ્રદ્ધા જેવા વિષયોની રચનાત્મક પ્રસ્તુતિ કરે છે.

Web Title: Amit shah arrives pramukh swami ji maharaj shatabdi mahotsav in ahmedabad

Best of Express