Union Minister Amit Shah Gujarat Visit: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સોમવારથી ગુજરાતના બે દિવસના પ્રવાસે આવ્યા છે. ત્યારે આજે મંગળવારે 19 નવેમ્બર 2024ના બપોરના સમયે તેઓ સાબર ડેરી ખાતે 800 મેટ્રિક ટન ક્ષમતાવાળા પશુ આહાર પ્લાન્ટના લોકાર્પણ કાર્યક્રમમાં હાજરી આપી હતી અને દરમિયાન તેમણે હજારોની જનમેદનીને સંબોધન કર્યું હતું.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, આજે સહકાર સપ્તાહ નિમિત્તે હું સાબર ડેરી ખાતે 800 મેટ્રિક ટન ક્ષમતાવાળા અત્યાધુનિક પશુ આહાર ઉત્પાદન કેન્દ્રના ઉદ્ઘાટન માટે આવ્યો છું. અહીં આવતા પહેલા મેં 9 અલગ-અલગ પ્રકારના દરેક તાલુકાની એક-એક દૂધ ઉત્પાદક મહિલાઓ સાથે ચર્ચા કરી હતી. જેમની પાસે જરા પણ જમીન નથી. કોઈ ગૌશાળામાં ગાયોમાંથી દૂધ ભરતા હતા. કોઈની પાસે 20 એક 3 એકડ જમીન જેમાંથી એક વીઘો જમીન ચારા માટે ઉપીયોગ કરે. પરંતુ તમામ લોકોએ કહ્યું કે અમે અહીં સન્માનપૂર્વક જીવી શકીએ છીએ કારણ કે અહીં સાબરડેરી અને તેનો દૂધનો વેપાર છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, આજથી 60 વર્ષ પહેલા સ્વર્ગીય ભૂરાકાકાએ એક નાનકડું બીજ વાવ્યું હતું. તે એક મોટો વડલો બની હાલમાં સાડ ત્રણ લાખથી વધુ પરિવારોના રોજીરોટીનું સાધન આપણી સાબર ડેરી બની છે. અને 60 વર્ષ સુધી સાતત્યપૂર્ણ રીતે વિકાસ કરતા રહેવું અને આગળ વધતુ રહેવું અને પોતાનો પરિવાર મોટા કરતા રહેવું તે ખરેખર ખુબ જ કઠીન હોય છે માટે ભૂરાકાકાથી લઈ સામરભાઈ અને તમામ બોર્ડ ડિરેક્ટરોને હું હૃદયથી અભિનંદન પાઠવું છું.
દૂધમંડળીમાં કરોડના ચેક બને તે માત્ર ગુજરાતમાં જ બને
અમિત શાહે વધુમાં જણાવ્યું કે, લગભગ કરોડ-કરોડ જેટલા ચેક અને દૂધનો ભાવ વધારો જેમને મળ્યો એવી બે મંડળીઓને અહીં સન્માનવાનો આ કાર્યક્રમ છે. હું હું આખા દેશમાં અલગ-અલગ ડેરીઓના કાર્યક્રમમાં જાવ છું અને મેં માત્ર ગુજરાતમાં જ એવું જોયું છે કે, દૂધના ચેક કરોડોમાં બને. હું ગુજરાતથી આવું છું એટલે નથી આવું નથી કહેતો પરંતુ આ માત્ર ગુજરાતમાં જ થાય છે. આ મહિલાઓનું શસક્તિકરણ છે.
આ પણ વાંચો: ઈલોન મસ્કની SpaceX એ ISRO માટે સેટેલાઈટ લોન્ચ કર્યું, જાણો ભારત માટે શું કામ કરશે?
પ્રાકૃતિક ખેતી દેશહીતમાં કરવાનું આહ્વાન
કેટલાક લોકો પ્રાકૃતિક ખેતીથી પોતાના ખેતર ખેડે અથવા કેટલાક લોકોએ પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી. મને મળેલી નવમાંથી ત્રણ બહેનોએ પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી છે. આ પ્રાકૃતિક ખેતીથી આવનારા દિવસોમાં ખેડૂતની સમૃદ્ધિનું કારણ બનશે, આથી દેશના તમામ નાગરિકોને કેન્સર અને ટીબીથી મુક્તિ મળશે. પ્રાકૃતિક ખેતી સમાજનું સ્વાસ્થ્ય અને આપણી આવકમાં વધારો કરશે.