Amit Shah Gujarat Visit: કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહ 14 જાન્યુઆરીના રોજ અમદાવાદમાં આવીને પતંગબાજી કરી હતી ત્યારે હવે અમિત શાહ 10 દિવસમાં બીજીવાર અમદાવાદની મુલાકાતે આવી રહ્યા છે. ગૃહમંત્રી અમિત શાહ 23 જાન્યુઆરીના રોજ અમદાવાદની મુલાકાતે આવવાના છે. જ્યાં GMDC ગ્રાઉન્ડમાં હિન્દુ આધ્યાત્મિક મેળાના ઉદ્ઘાટન બાદ રૂપિયા 651 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.
રાણીપમાં જાહેરસભા
કેન્દ્રીય ગૃહ મંત્રી ગુરુવારે અમદાવાદ આવી રહ્યાં છે. સવારે અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે હિન્દુ આધ્યાત્મિક મેળાનું ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ સાંજે 4.30 વાગ્યે રૂ. 651 કરોડના વિકાસ કાર્યોના લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે. શહેરના રાણીપ વિસ્તારમાં સરદાર ચોક ખાતે જંગી જાહેરસભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો: અમદાવાદમાં બની ગયા 319 ઓક્સિજન પાર્ક; મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યો શુભારંભ
અમિત શાહના 23 જાન્યુઆરીના કાર્યક્રમ
- હિન્દુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન દ્વારા આયોજીત મેળાનો શુભારંભ ; સમય: સવારે 10:30 કલાકે, સ્થળ: ગુજરાત યુનિવર્સિટી મેદાન, અમદાવાદ.
- શ્રી બાબુલાલ રૂપચંદ શાહ મહાવીર કેન્સર હોસ્પિટલ અને શ્રી ફુલચંદ જયકિશનદાસ વખારિયા સેનેટોરિયમના લોકાર્પણ પ્રસંગે, સમય: બપોરે 01:30 કલાકે, સ્થળ: મહાવીર હોસ્પિટલ, સેન્ટ્રલ મોલની પાછળ, સુરત.
- AMC અને રેલ્વે વિભાગના સંયુક્ત ઉપક્રમે નવનિર્મિત ડી-કેબીન LC241 અંડરપાસનું લોકાર્પણ, સમય: બપોરે 03:45 કલાકે, સ્થળ: ડી-કેબીન બસ સ્ટેશન પાસે, સાબરમતી, અમદાવાદ
- AMC અને રેલ્વે વિભાગના સંયુક્ત ઉપક્રમે નવનિર્મિત ચેનપુર LC2 અંડરપાસનું લોકાર્પણ, સમય: સાંજે 04:00 કલાકે, સ્થળ: ચેનપુર રેલ્વે ક્રોસિંગ પાસે, ન્યુ રાણીપ,
- જળસંચય અભિયાન અંતર્ગત રાણીપ વોર્ડની અદ્વૈત સોસાયટીમાં પરકોલેટીંગ વેલ બનાવવાના કામનું ખાતમૂહૂર્ત, સમય: સાંજે 4:15 કલાકે, સ્થળ: રાધાસ્વામી રોડ, રાણીપ,
- AMCના રાણીપ વોર્ડના પ્રબોધરાવળ બ્રીજથી કાળીગામ ગરનાળા સુધી RCC બોક્ષ ડ્રેઈન કરવાના કાર્યનું ખાતમુહૂર્ત, સમય: સાંજે 4:25 કલાકે, સ્થળ: રાધાસ્વામી રોડ, રાણીપ,
- CIMS રેલ્વે ઓવરબ્રીજના અંડરસ્પેસમાં AMC દ્વારા નવનિર્મિત રમતગમત સંકુલનું લોકાર્પણ, સ્થળ: સાંજે 5:45 કલાકે, સ્થળ: CIMS રેલ્વે ઓવરબ્રીજ, CIMS હોસ્પિટલ પાસે, થલતેજ, અમદાવાદ