Amul Hikes Milk Prices: જનતાને મોંઘવારીનો મોટો આંચકો લાગ્યો છે. ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશને અમૂલ દૂધના ભાવમાં 2 રૂપિયાનો વધારો કર્યો છે. દૂધનો આ નવો ભાવ આવતીકાલે સવારે (1 મે)થી અમલમાં આવશે. અમૂલે તમામ દૂધ પાઉચના ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો વધારો થયો છે. અમૂલ ગોલ્ડ, અમૂલ શક્તિ, અમૂલ ટી સ્પેશિયલ, અમૂલ તાજાના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.
અમૂલની નવી કિંમત મુજબ અમૂલ ગોલ્ડ 500 એમએલની કિંમત પ્રતિ લિટર 2 રૂપિયા વધીને 33 રૂપિયાથી વધીને 34 રૂપિયા થઇ ગઇ છે. 500 મીલી દીઠ અમૂલ તાજાની કિંમચ 27 થી વધીને 28 થઈ ગઈ છે. આ પણ વાંચો: જાતિગત વસ્તી ગણતરીનો અર્થ શું છે
અમુલના નવા ભાવ
- અમૂલ સ્ટાન્ડર્ડ 500 મીલી. જુની કિંમત રૂ. 30. નવી કિંમત રૂ. 31.
- અમૂલ બફેલો દૂધ 500 મીલી જુની કિંમત રૂ. 36. નવી કિંમત રૂ. 37.
- અમૂલ ગોલ્ડ દુધ 500 મીલી જુની કિંમત રૂ. 33. નવી કિંમત રૂ. 34.
- અમૂલ ગોલ્ડ દુધ એક લીટર જુની કિંમત રૂ. 65. નવી કિંમત રૂ. 67 રૂ.
- અમૂલ સ્લિમ એન્ડ ટ્રીમ 500 મિલી. જુની કિંમત રૂ. 24. નવી કિંમત રૂ. 25.
- અમૂલ ટી સ્પેસ્યલ 500 મીલી જુની કિંમત રૂ. 31. નવી કિંમત રૂ.32.
- અમૂલ તાજા દૂધ 500 મિલી જુની કિંમત રૂ. 27. નવી કિંમત રૂ. 28.
- અમૂલ તાજા દુધ 1 લીટર જુની કિંમત રૂ. 53. નવી કિંમત રૂ. 55.
- અમૂલ ગાય દુધ 500 મીલી જુની કિંમત રૂ. 28. નવી કિંમત રૂ. 29.
ભારતમાં અમૂલ એક મોટી બ્રાન્ડ છે
અમૂલ એ ભારતમાં ઘર-ઘરમાં જાણીતું નામ છે. તે ભારતની એક સુપર બ્રાન્ડ્સ છે. એટલું જ નહીં ભારતમાં ‘શ્વેત ક્રાંતિ’ લાવવામાં પણ અમૂલે મોટી ભૂમિકા ભજવી છે. તેની સફળતાને કારણે ભારતમાં મોટા પાયે ડેરી સહકારી મંડળીઓનો ફેલાવો થયો અને રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડની સ્થાપના થઈ.
અમુલ દૂધ ઘરે ઘરે પહોંચાડવામાં આવે છે પરંતુ આ દૂધના વધતા ભાવને કારણે ગરીબ અને મધ્યમ વર્ગને ફટકો પડી રહ્યો છે. બજેટ બગડી રહ્યું છે. અમૂલે દહીંના ભાવમાં પણ વધારો કરવાની જાહેરાત કરી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર અમૂલનું દૂધ મુખ્યત્વે ગુજરાત ઉપરાંત દિલ્હી-એનસીઆર, પશ્ચિમ બંગાળ અને મુંબઈના બજારમાં સપ્લાય કરવામાં આવે છે. કંપની એક દિવસમાં 150 લાખ લીટરથી વધુ દૂધ વેચે છે.