ગુજરાતની આંગણવાડી બહેનો અને આશા વર્કર બહેનો પોતાની પડતર માંગણીઓને લઈને અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે એક દિવસના પ્રતીક ઉપવાસ પર ઉતરી ગયા છે. આ સાથે જ તાનાશાહી બંધ કરો ના નારા લગાવી આશા વર્કર અને આંગણવાડી વર્કર બહેનોએ વિરોધ નોંધાવ્યો છે.

આ દરમિયાન આશા વર્કર અને આંગણવાડી વર્કર બહેનોએ દાવો કર્યો છે કે બાળક દીઠ શાકભાજીના 10 પૈસા અને તુવેર દાળના 60 પૈસા, ફ્રુટના બાળક દીઠ 3 રૂપિયા આપવામાં આવે છે હવે આટલા ભાવમાં કુપોષણ કઈ રીતે દૂર કરી શકીએ છીએ.

ઉલ્લેખનિય છે કે, નામદાર હાઇકોર્ટના ચુકાદા બાદ પણ લઘુતમ વેતન આપવામાં ના આવતા આંગણવાડી અને આશા વર્કર સરકાર સામે વિરોધ પ્રદર્શન પર ઉતરી ગઈ છે. છેલ્લા ઘણા સમયથી પડતર માંગણીઓને સરકાર પાસે રજૂઆત કરવા છતાં સરકારે માંગણીઓ ના સ્વીકારતા હવે આશા વર્કર બહેનો અને આંગણવાડી બહેનો રસ્તા પર ઉતરી આવી છે.
આ પણ વાંચો: ભારતમાં બે ટાપુઓ દરિયો ગળી ગયો! હવે ગુજરાતના દરિયાકાંઠાના આ શહેર પર ખતરો, સમય પણ ખુબ ઓછો બચ્યો
અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં આશા વર્કર બહેનો અને આંગણવાડી વર્કર બહેનો ધરણા પર બેસી ગઈ છે. એક દિવસના પ્રતીક ઉપવાસ પર બેસીને સરકાર સમક્ષ પોતાની પડતર માંગણીઓ સ્વીકારવામાં આવે તે માટેની માંગ કરવામાં આવી રહી છે.





