દિલ્હીની હવા ખતરનાક રીતે “ઝેરી” બની ગઈ છે. રાષ્ટ્રીય રાજધાની “ગેસ ચેમ્બર” બની ગઈ છે. ત્યારે દિલ્હીની હવા એટલી પ્રદુષિત થઈ ગઈ છે કે ત્યાંના લોકો મોઢે માસ્ક પહરેવું જ પડે છે. ત્યારે દિલ્હી બાદ ગુજરાતની હવામાં પણ એર પોલ્યૂશનની સ્થિતિ વણસી રહી છે. ગુજરાતમાં પણ એક ક્વોલિટીનો આંકડો 200 AQI ને પાર પહોંચી ગયો છે. ત્યાં જ અમદાવાદમાં AQI એ હદે વધ્યું છે કે, લોકોએ સવારે વહેલા અને મોડી રાત્રે બહાર જવાનું ટાળવું જોઈએ.
શિયાળાની શરૂઆતમાં અમદાવાદ સહિત દેશના મોટાભાગના શહેરોમાં હવા ઝેરીલી બની ગઈ છે. અમદાવાદમાં AQI (એર ક્વોલિટી ઇન્ડેક્સ) 200 ને વટાવી ગયો છે. અમદાવાદના ઉષ્માનપુરા વિસ્તારમાં 195 AQI, થલતેજ 204 AQI, શક્તિનગર 204 AQI, ઓઢવ સોનીની ચાલી 197 AQI, ગ્યાસપુર 199 AQI, સેટેલાઈટ 189 AQI એ પહોંચી ગયો છે. આ વિસ્તારોમાં રહેતા લોકો માટે આ હવા ખુબ જ ઝેરી છે અને સવારના સમયે જે લોકો મોર્નિંગ વોક પર નિકળતા હોય તેઓએ માસ્ક પહેરવું અનિવાર્ય છે.

અમદાવાદમાં હવા બની ‘ખતરનાક’
aqi.in વેબસાઈટ મુજબ અમદાવાદ શહેરમાં Eps AQI (એર ક્વોલિટી ઇન્ડેક્સ) 200 સુધી પહોંચી ગયો હતો. એટલે કે હવા ખૂબ જ ખરાબ અને લોકો માટે જોખમકારક બની છે. લોકોને શ્વાસ લેવામાં પણ તકલિફ પડી રહી હતી.
ઘરમાં એર પ્યુરિફાયરનો ઉપયોગ કરો
હવા પ્રદૂષણ ઘરની હવાને પણ અસર કરી શકે છે. ઘરની અંદર હવાનું સ્તર સારું રાખવા માટે તમે એર પ્યુરિફાયરનો ઉપયોગ કરી શકો છો. તેનો ઉપયોગ ઇનડોર એર ક્વોલિટીમાં સુધારો કરી શકે છે.
આ પણ વાંચો: ગુજરાતનો દરિયાકાંઠો બન્યો રાજ્યની આર્થિક સમૃદ્ધિનો પ્રવેશદ્વાર
ઘરની બારીઓ અને દરવાજા બંધ રાખો
જો કે ઘરમાં વેન્ટિલેશનનું ખૂબ જ મહત્વ છે. પરંતુ હવા પ્રદૂષણનું પ્રમાણ વધારે હોય ત્યારે ઘરના બારી દરવાજા બંધ રાખો. જેનાથી ઘરની અંદર બહારની પ્રદૂષિત હવા અંદર નહીં પ્રવેશે અને ઘરની અંદરની હવા સારી રહેશે.
રોગપ્રતિકારક શક્તિનું ધ્યાન રાખો
હવા પ્રદૂષણની અસરોથી બચવા માટે તમારી રોગપ્રતિકારક શક્તિનું વિશેષ ધ્યાન રાખો. આવામાં તમે આદુ, હળદર, મધ અને ખાટા ફળનું સેવન કરી શકો છો. તેમાં એન્ટિઓક્સિડન્ટ હોય છે, જે આપણા શરીરમાં રોગપ્રતિકારક શક્તિને સારી બનાવે છે.





