ગુજરાતમાં BJPના 20 ટકા વોટશેર ઘટશે, કેજરીવાલે કહ્યું – આ અમને મળશે, કોંગ્રેસ 5થી પણ ઓછી બેઠક મળશે

Gujarat Assembly Election : અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal) ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ વધુ એક દાવો કર્યો છે. તેમણે કહ્યું છે કે, ભાજપ (BJP) ના વોટશેર ઘટી રહ્યા, તે અમને મળી રહ્યા, ગુજરાતમાં આપ (AAP) ની સરકાર બનશે, ગુજરાતની જનતા મને પોતાનો માનવા લાગી છે

Written by Kiran Mehta
Updated : November 05, 2022 21:32 IST
ગુજરાતમાં BJPના 20 ટકા વોટશેર ઘટશે, કેજરીવાલે કહ્યું – આ અમને મળશે, કોંગ્રેસ 5થી પણ ઓછી બેઠક મળશે
અરવિંદ કેજરીવાલ ફાઈલ તસવીર

ગુજરાત વિધાનસભા ચૂંટણીઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. ગુજરાતની સત્તા મેળવવા માટે તમામ રાજકીય પક્ષો લોકોને રીઝવવા અનેક વચનો આપી રહ્યા છે. આ સાથે જ દિલ્હી અને પંજાબની સત્તા જીત્યા બાદ હવે આમ આદમી પાર્ટીના કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની નજર ગુજરાત પર છે.

આ દરમિયાન, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ઈન્ડિયા ટુડે સાથેની વાતચીતમાં ગુજરાત ચૂંટણીને લઈને પૂછવામાં આવેલા ઘણા પ્રશ્નોના જવાબ આપ્યા હતા. કેજરીવાલે કહ્યું કે, ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી 20 ટકા સુધી ઘટી જશે. તેમણે કહ્યું કે, આ અમારો આંતરિક સર્વે છે અને તે તમામ વોટ શેર અમારી પાસે આવી રહ્યા છે.

દિલ્હીના મુખ્યમંત્રીએ પણ કોંગ્રેસની બેઠકો અંગે ભવિષ્યવાણી કરી હતી. તેમણે દાવો કર્યો હતો કે, કોંગ્રેસને પાંચથી ઓછી બેઠકો મળશે. કેજરીવાલે આમ આદમી પાર્ટીની બેઠકો સ્પષ્ટ કરી ન હતી, પરંતુ દાવો કર્યો હતો કે તેમની પાર્ટી બહુમતીમાં બીજા સ્થાને છે. તેમણે કહ્યું કે ગુજરાતની જનતા મને પોતાનો માનવા લાગી છે.

કેજરીવાલે કહ્યું કે ગુજરાતની જનતાને પરિવર્તનની જરૂર છે. જો લોકો પરિવર્તન ન ઈચ્છતા હોત તો અમને સ્થાન મળ્યું ના હોત. તેમણે કહ્યું કે, અમને 30 ટકા વોટ શેર મળી રહ્યા છે. અમે પંજાબમાં સરકાર બનાવી છે. ગુજરાતમાં પણ અમે કંઈક અલગ કરવાના છીએ. કેજરીવાલે દાવો કર્યો હતો કે, ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે. રાજ્યની જનતા મોંઘવારીથી ત્રસ્ત છે.

આ પણ વાંચો‘ગુજરાત આવવાનું બંધ કરશો તો સત્યેન્દ્ર જૈન છોડી દેશે’, અરવિંદ કેજરીવાલે કહ્યું- ભાજપ તરફથી મળી ઓફર

ભારતીય જનતા પાર્ટી પર કટાક્ષ કરતા કેજરીવાલે કહ્યું કે, સુકેશનો કેસ મોરબી અકસ્માત પરથી ધ્યાન હટાવવાનું કાવતરું હતું. દિલ્હી સરકારના મંત્રી સત્યેન્દ્ર જૈનનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, તેમની વિરુદ્ધ હજુ સુધી કોઈ પુરાવા મળ્યા નથી. કેજરીવાલને જ્યારે 2024ની સામાન્ય વિધાનસભા ચૂંટણી વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કોઈ જવાબ આપ્યો ન હતો. તેમણે કહ્યું કે હજુ સમય છે. અત્યારે માત્ર ગુજરાતની ચૂંટણીની ચર્ચા થવી જોઈએ.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ