અરવિંદ કેજરીવાલ બે દિવસ માટે ગુજરાત પ્રવાસે, ટ્વીટ કરીને કહ્યું- ભાજપનો ઘમંડ અને ભ્રષ્ટાચાર ચરમસીમાએ

AAP Gujarat: આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ બુધવારે બે દિવસના ગુજરાત પ્રવાસે આવવાના છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ તેમની સાથે રહેશે.

AAP Gujarat: આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ બુધવારે બે દિવસના ગુજરાત પ્રવાસે આવવાના છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ તેમની સાથે રહેશે.

author-image
Rakesh Parmar
પર અપડેટ કર્યું
New Update
arvind kejriwal speech in gujarat

AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે તેમના X હેન્ડલ પર પોસ્ટ કરીને ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. (તસવીર: X)

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ બુધવારે બે દિવસના ગુજરાત પ્રવાસે આવવાના છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ તેમની સાથે રહેશે. 23 અને 24 જુલાઈના રોજ બંને નેતાઓ મોડાસા અને ડેડિયાપાડામાં મોટી રેલીઓને સંબોધિત કરશે.

Advertisment

મંગળવારે અરવિંદ કેજરીવાલે તેમના X હેન્ડલ પર પોસ્ટ કરીને આ માહિતી શેર કરી છે. તેમણે કહ્યું કે 30 વર્ષ શાસન કર્યા પછી આજે ગુજરાતમાં ભાજપનો ઘમંડ અને ભ્રષ્ટાચાર ચરમસીમાએ પહોંચી ગયો છે.

AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે તેમના X હેન્ડલ પર પોસ્ટ કરીને ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે ભાજપ સરકારે ગુજરાતમાં દૂધના વાજબી ભાવની માંગ કરી રહેલા ખેડૂતો અને પશુપાલકો પર લાઠીચાર્જ કર્યો. એક ખેડૂતનું મોત થયું. ભારે ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવવા બદલ આમ આદમી પાર્ટીના નેતા ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી હતી. 30 વર્ષ શાસન કર્યા પછી આજે ગુજરાતમાં ભાજપનો ઘમંડ અને ભ્રષ્ટાચાર ચરમસીમાએ છે. હું અને ભગવંત માનજી બે દિવસની ગુજરાત મુલાકાતે આવી રહ્યા છીએ. અમે મોડાસા અને ડેડિયા પાડામાં ગુજરાતના લોકોની તરફેણમાં રેલીમાં જોડાઈશું.

Advertisment
ગુજરાતી ન્યૂઝ અરવિંદ કેજરીવાલ ગુજરાત આપ