Asaram Witness Amrit Prajapati Murder Case: જાતીય શોષણના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામ બાપુ ફરી મુશ્કેલીમાં મુકાયા હોય તેવું લાગે છે. જોધપુર કેસમાં સુપ્રીમ કોર્ટે તેમને 31 માર્ચ સુધી જામીન આપ્યા છે, જ્યારે ગુજરાતના રાજકોટની ક્રાઈમ બ્રાન્ચે કર્ણાટકથી શાર્પ શૂટર કેશવની ધરપકડ કરી છે. જેના પર આસારામ સાથે સંકળાયેલા જાતીય શોષણના સાક્ષીની હત્યાનો આરોપ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આરોપી કેશવ બીજા સાક્ષીને મારી નાખવાની યોજના બનાવી રહ્યો હતો, પરંતુ તે પહેલા જ પોલીસે તેની ધરપકડ કરી લીધી.
રાજકોટમાં શાર્પ શૂટર કેશવે 10 વર્ષ પહેલાં આસારામના ભૂતપૂર્વ શિષ્ય અને જાતીય શોષણ કેસના સાક્ષી અમૃત પ્રજાપતિની હત્યા કરી હતી. શાર્પ શૂટર કેશવ આસારામના સંપર્કમાં છે. એવું માનવામાં આવે છે કે કેશવે સાક્ષી અમૃત પ્રજાપતિની હત્યાનું કાવતરું ઘડ્યું હતું અને તેણે આસારામના નિર્દેશ પર આ ગુનો કર્યો હતો. કેશવની પૂછપરછ દરમિયાન મોટો ખુલાસો થઈ શકે છે.
આ પણ વાંચો: કોરોનાકાળમાં સુરતના બે ભાઈઓએ શરૂ કરી જોર્કો બ્રાન્ડ, બનાવી દીધી રૂ.100 કરોડની કંપની
રાજકોટ આયુર્વેદિક હોસ્પિટલમાં સાક્ષી અમૃત પ્રજાપતિની 23 મે, 2014 ના રોજ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. બંદૂકધારીઓ દર્દીના વેશમાં હોસ્પિટલમાં ઘૂસી ગયા અને પ્રજાપતિને ગોળી મારીને હત્યા કરી દીધી હતી. જોકે મરતા પહેલા અમૃત પ્રજાપતિએ પોલીસ સમક્ષ નિવેદન નોંધાવ્યું હતું કે હુમલાખોરો આસારામ બાપુના અનુયાયીઓ હતા.
અમૃત પ્રજાપતિએ પોતાના નિવેદનમાં આસારામ બાપુના અનુયાયીઓ વિકાસ ખેમકા, કેડી પટેલ, અજય શાહ, મેઘજી, કૌશિક અને રામભાઈના નામ આપ્યા હતા. આ કેસની તપાસ હાલમાં CID ક્રાઈમ બ્રાન્ચ પાસે છે. અમૃત પ્રજાપતિ હત્યા કેસમાં ધરપકડ કરાયેલ કેશવ કર્ણાટકના એક ગામમાં છુપાયેલો હતો અને આસારામના અનુયાયીઓ સાથે સંપર્કમાં હતો.