scorecardresearch

ગુજરાત ચૂંટણી પરિણામ વિશ્લેષણઃ ગુજરાતમાં બીજેપીના મુસલમાનોના વોટ 13 ટકા ઘટ્યા, બીજી જાતિઓએ કર્યું બંપર વોટિંગ

CSDS-Lokniti post-election survey: આંકડાઓનું વિશ્લેષણ નીકળેલા નિષ્કર્ષ પ્રમાણે ભાજપને ગુજરામાં હિન્દુ ધર્મની દરેક જાતિઓની સાથે સાથે મુસલમાનોના પણ વોટ મળ્યા છે.

ગુજરાત ચૂંટણી પરિણામ વિશ્લેષણઃ ગુજરાતમાં બીજેપીના મુસલમાનોના વોટ 13 ટકા ઘટ્યા, બીજી જાતિઓએ કર્યું બંપર વોટિંગ
ભાજપ કાર્યકર્તાઓની ફાઇલ તસવીર

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપ બંપર સીટોની સાથે સત્તામાં વાપસી કરી ચુકી છે. રાજ્યની દરેક 182 વિધાનસભા ચૂંટણી ઉપર થયેલી ચૂંટણીમાં ભાજપને 156 સીટો ઉપર જીત મળી છે જ્યારે કોંગ્રેસના ફાળે 17 સીટો જ આવી છે. આંકડાઓનું વિશ્લેષણ નીકળેલા નિષ્કર્ષ પ્રમાણે ભાજપને ગુજરામાં હિન્દુ ધર્મની દરેક જાતિઓની સાથે સાથે મુસલમાનોના પણ વોટ મળ્યા છે.

દરેક વર્ગોની વચ્ચે ભાજપ માટે સમર્થન વધ્યું

2017ની તુલનાએ મુસલમાનોને છોડીને દરેક વર્ગો વચ્ચે ભાજપનું સમર્થન વધ્યું છે. CSDS-લોકનીતિના પોસ્ટ પોલ સર્વેથી જાણવા મળ્યું છે કે ઓબીસી, પાટીદાર અને ઉચ્ચજાતિઓએ ભાજપને ભારે વોટ આપ્યા છે. પાટીદારો અને સવર્ણ મતદાતાઓની તુલનામાં પાર્ટીને ઓબીસી સમુદાયનું થોડું ઓછું સમર્થન મળ્યું છે.

ધ હિન્દુ પર પ્રકાશિત એક રિપોર્ટ પ્રમાણે ભાજપને સવર્ણોના વોટ 62 ટકા, પાટીદારોના 64 ટકા, કોળીના 59, દલિતોના 44 ટકા અને આદિવાસીઓના 53 ટકા વોટ મળ્યા છે. ભાજપને 14 ટકા મુસલમાનોને વોટ આપ્યા છે. જોકે ચૂંટણીની તુલનામાં આ વખે મુસલમાનોએ ભાજપને 13 ટકા ઓછા વોટ આપ્યા છે. આમ આદમી પાર્ટીને ઉચ્ચ જાતિઓ અને પાટીદારોથી ક્રમશઃ 12 ટકા અને 15 ટકા વોટ મળ્યા છે. જ્યારે કોળી સમુદાયના 16 ટકા વોટ મળ્યા છે.

આ પણ વાંચોઃ- ગુજરાત વિધાનસભા: ભૂપેન્દ્ર પટેલના શપથગ્રહણ કાર્યક્રમમાં મોદી-શાહ આવશે, નવા મંત્રીમંડળમાં કોને-કોને સ્થાન મળી શકે?

ભાજપને કેવી રીતે મળ્યા આટલા બમ્પર વોટ?

ભાજપ પોતાની સોશિયલ ઇજીનિયરિંગ માટે જાણિતી છે. છેલ્લી ચૂંટણીમાં અલ્પેશ ઠાકોરના નેતૃત્વવાળા ઓબીસી સંગઠનો, હાર્દિક પટેલના નેતૃત્વવાળા પાટીદાર આંદોલન અને જિગ્નેશ મેવાળીના નેતૃત્વવાળા દલિત આંદોલન સહિત અનેક જાતિ-સમર્થિત સામાજિક સંગઠનોએ સુનિશ્ચિત કર્યું છે કે જાતિ પ્રાસંગિક બની રહે છે ત્યારે એ આંદોલનોએ 2017ને ભાજપને નુકસાન પહોંચાડ્યું છે.

જાિકોંગ્રેસ-એનસીપીભાજપઆપ
ઉચ્ચ જાતિઓ25 (-11)62 (+6)12 (+12)
પાટીદાર18 (17)64 (+3)15 (+15)
ક્ષત્રિય (ઓબીસી)23 (-22)46 (+1)4 (+4)
કોળી24 (-7)59 (+7)16 (+16)
ઓબીસી વર્ગની અન્ય જાતિઓ24 (-17)58 (+5)11 (+11)
દલિત32 (-21)44 (+5)17 (+17)
આદિવાસી24 (-20)53 (+8)21 (+21)
મુસલમાન64 (-1)14 (-13)12 (+12)
અન્ય24 (-21)63 (+13)6 (+6)
બધા આંકડા ટકામાં છે અને કોષ્ટકમાં આપેલા આંકડા 2017ની વિધાનસભા ચૂંટણીના વોટના છે

सभी आंकड़े प्रतिशत में हैं। कोष्ठक में 2017 के गुजरात विधानसबा चुनाव में प्राप्त वोट प्रतिशत हैं।

ત્યારે ભાજપ 100થી ઓછી સીટો મેળવીને સમેટાઈ હતી. પરંતુ આ વખતે ભાજપે એ સુનિશ્ચિત કરી દીધું છે કે સમુદાય આંદોલન ચલાવી શકે છે અને તેમના નેતા પાર્ટીને સમર્થન આપે. મોટાભાગના મામલાઓમાં આવું જ થયું છે. આંદોલન ચલાવનારા અલગ-અલગ સમુદાયોના નેતાઓ માત્ર ભાજપને સમર્થન આપ્યું પરંતુ તેમની ટિકિટ ઉપર ચૂંટણી પણ લડ્યા. આ પગલામાં સંબંધિત સમુદાયોને શાંત કર્યા અને ભાજપને લાભ મળ્યો.

Web Title: Assembly election results csds lokniti post election survey muslims votes bjp

Best of Express