/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/12/Attack-on-Ambaji-police.jpg)
અચાનક થયેલા હુમલામાં ઓછામાં ઓછા 47 અધિકારીઓ ઘાયલ થયા હતા. (તસવીર: સોશિયલ મીડિયા)
શનિવારે બપોરે અંબાજીના દાંતા તાલુકાના પડલિયા ગામમાં લગભગ 500 લોકોના બેકાબૂ ટોળાએ પોલીસ, વન અને મહેસૂલ વિભાગના અધિકારીઓ પર હુમલો કર્યો હતો. અચાનક થયેલા હુમલામાં ઓછામાં ઓછા 47 અધિકારીઓ ઘાયલ થયા હતા અને તેમને સારવાર માટે વિવિધ હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા હતા.
અધિકારીઓએ જણાવ્યું હતું કે ઘાયલ અધિકારીઓમાંથી 36 અધિકારીઓને અંબાજી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યારે 11 લોકોને વધુ સારવાર માટે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. તેમણે હુમલાનું કારણ જણાવ્યું ના હતું.
બનાસકાંઠાના કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું હતું કે શનિવારે બપોરે 2:30 વાગ્યાની આસપાસ પોલીસ, વન અને મહેસૂલ અધિકારીઓની સંયુક્ત ટીમ વન વિભાગના સર્વે નંબર 9 વિસ્તારમાં નર્સરી અને વૃક્ષારોપણનું કાર્ય કરી રહી હતી ત્યારે આ ઘટના બની હતી.
આ પણ વાંચો: ગુજરાતથી ઝડપાયો 54 વર્ષીય ‘સિરિયલ દુલ્હો’, શિક્ષિકા સાથે લગ્ન કરી 32 લાખ પડાવ્યા, પાંચમા લગ્ન ડોક્ટર સાથે!
તેમણે કહ્યું કે લગભગ 500 લોકોના ટોળાએ અચાનક તેમના પર હુમલો કર્યો, પથ્થરો ફેંક્યા અને તીર કામઠાનો ઉપયોગ કર્યો, જેમાં તેમને ઇજા પહોંચી. કલેક્ટરે જણાવ્યું હતું કે તમામ ઘાયલ અધિકારીઓની હાલત સ્થિર છે.
આ દૂરસ્થ વિસ્તાર દાંતા તાલુકામાં આવે છે, જે અંબાજી યાત્રાધામ નગરીથી 14 કિમી દૂર છે. હુમલા બાદ પોલીસે વિસ્તારમાં સુરક્ષા વધારી દીધી છે. પોલીસ હુમલાખોરોને ઓળખવાનો પ્રયાસ કરી રહી છે. પોલીસને શંકા છે કે આ ઘટના પાછળ આયોજિત હુમલો હતો.
આ ઘટનામાં, પોલીસે 27 વ્યક્તિ સામે નામજોગ અને અન્ય 500 અજાણ્યા લોકોના ટોળા સામે ગુનો દાખલ કર્યો છે. હાલમાં પાડલીયા હુમલોને લઇ બનાસકાંઠા પોલીસ એક્શનમાં આવી ગઈ છે. આજે 3 DySP સહિત 200થી વધુ જવાનોનો કાફલો પાડલીયા ગામે મોકલી દેવામાં આવ્યો છે અને પડાલીયા ગામ પોલીસ છાવણીમાં તબદીલ થઈ ગયું છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us