બાગેશ્વર ધામ ધીરેન્દ્ર શાસ્ત્રીનો અમદાવાદમાં મંગળવારે દરબાર યોજાશે, જાણો સ્થળ અને સમય

Dhirendra shastri darbar ahmedabad : બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો અમદાવાદમાં દિવ્ય દરબાર મંગળવારે યોજાવા અંગે એક મોટા સમાચાર આવ્યા છે. બાબાનો દરબાર ક્યાં અને કેટલા વાગે યોજાશે, જાણો

Dhirendra shastri darbar ahmedabad : બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો અમદાવાદમાં દિવ્ય દરબાર મંગળવારે યોજાવા અંગે એક મોટા સમાચાર આવ્યા છે. બાબાનો દરબાર ક્યાં અને કેટલા વાગે યોજાશે, જાણો

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
dhirendra shastri bageshwar dham

બાગેશ્વર ધામ ધીરેન્દ્ર શાસ્ત્રીનો અમદાવાદમાં મંગળવારે દરબાર યોજાશે.

બાગેશ્વર ધામ સરકાર ધીરેન્દ્ર શાસ્ત્રીના અમદાવાદમાં દરબાર યોજવા અંગે એક મહત્વપૂર્ણ સમાચાર આવ્યા છે. ધીરેન્દ્ર શાસ્ત્રીનો અમદાવાદમાં ઓગણજ ખાતે આજે 29 મે, 2023ના રોજ દરબાર યોજાવાનો હતો. જો કે રવિવારે પડેલા ભારે વરસાદને કારણે કાર્યક્રમના સ્થળે પાણી ફરાઇ જતા આજનો કાર્યક્રમ રદ કરવાની ફરજ પડી છે. હવે પ્રાપ્ત માહિતી અનુસાર ધીરેન્દ્ર શાસ્ત્રીનો અમદાવાદમાં 30 મે મંગળવારના રોજ દિવ્ય દરબાર યોજાશે.

Advertisment

અમદાવાદ ક્યાં અને કેટલા વાગે દરબાર યોજાશે

ધીરેન્દ્ર શાસ્ત્રીના અમદાવાદમાં દિવ્ય દરબાર યોજના અંગે એક મોટા અહેવાલ આવ્યા છે. ધીરેન્દ્ર શાસ્ત્રીનો અમદાવાદમાં 30 મે, 2023ના રોજ દિવ્ય દરબાર યોજાશે. સંન્યાસી બાબાનો આ દરબાર અમદાવાદમાં વટવા ખાતે શ્રીરામ મેદાન ખાતે યોજાશે. આ એ જ સ્થળ છે જ્યાં તાજેતરમાં એક ધાર્મિક કાર્યક્રમની પૂર્ણાહૂતિ વખતે ધીરેન્દ્ર શાસ્ત્રી અમદાવાદ આવ્યા છે. અમદાવાદમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર 30 મે મંગળવારના રોજ સાંજે 5 થી 7 વાગે સુધી યોજાશે.

publive-image

વરસાદના લીધે અમદાવાદમાં 29 મેનો દરબાર રદ કરવો પડ્યો

અમદાવાદમાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો 29 મેના રોજ દરબાર યોજવાનો હતો જે વરસાદના કારણે સમગ્ર કાર્યક્રમ રદ કરવાની ફરજ પડી છે. અમદાવાદમાં આંગણજ વિસ્તારમાં જે જગ્યાએ બીએપીએસ શતાબ્ધી મહોત્સવ યોજવામાં આવ્યો હતો એજ જગ્યાએ બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનો દરબાર યોજવાનો હતો. પરંતુ પાણી ભરાઈ જવાના કારણે વ્યવસ્થા ખોરવાઈ ગઈ જેને પગલે કાર્યક્રમ રદ કરવાની ફરજ પડી છે.

Advertisment

આ પણ વાંચોઃ બાગેશ્વર ધામ ધીરેન્દ્ર શાસ્ત્રીનો વીડિયો વાયરલ – ‘મારું મન મોર બની થનગાટ કરે…’

બાબાના રાજકોટના કાર્યક્રમની વિગતો

ધીરેન્દ્ર શાસ્ત્રી હવે રાજકોટમાં તેમનો ‘દિવ્ય દરબાર’ યોજશે. રાજકોટમાં 1 અને 2 જૂનના રોજ રેસકોર્સ મેદાન ખાતે સાંજના સમયે યોજાશે. બાગેશ્વર ધામ સેવા સમિતિ, રાજકોટ તરફથી આ ‘દિવ્ય દરબાર’નું આયોજન કરવામાં આવી રહ્યું છે.

અમદાવાદ bageshwar dham sarkar ગુજરાત ટ્રેન્ડિંગ ન્યૂઝ ધર્મ ભક્તિ