/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/05/bank-holiday-2.jpg)
બાગેશ્વર ધામ સરકારના ધીરેન્દ્ર શાસ્ત્રીનો અમદાવાદમાં (@bageshwardham)
Bageshwar dham dhirendra shastri darbar ahmedabad live : બાગેશ્વર ધામ સરકાર ધીરેન્દ્ર શાસ્ત્રીનો અમદાવાદમાં દિવ્ય દરબાર શરૂ થઇ ગયો છે. હિન્દુ સનાતન ધર્મના પ્રચારકનો દિવ્ય દરબાર અમદાવાદમાં 30 મે, 2023ના રોજ વટવા ખાતે સાંજે પાંચ વાગે શરૂ થવાનો હતો જો કે રાત્રે 8 વાગે શરૂ થયો હતો.
સંન્યાસી બાબાનો આ દરબાર અમદાવાદમાં વટવા ખાતે શ્રીરામ મેદાન ખાતે યોજાઇ રહ્યો છે.. આ એ જ સ્થળ છે જ્યાં તાજેતરમાં એક ધાર્મિક કાર્યક્રમની પૂર્ણાહૂતિ વખતે ધીરેન્દ્ર શાસ્ત્રી અમદાવાદ આવ્યા છે. અમદાવાદમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર 30 મે મંગળવારના રોજ સાંજે 8.30 વાગે શરૂ થયો છે.
- May 30, 2023 22:23 IST
ભારતને હિંદુ રાષ્ટ્ર બનાવીશું - ધીરેન્દ્ર શાસ્ત્રી
ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે, ભારતને હિંદુ રાષ્ટ્ર બનાવીશું. તમે મને સાથે આપો, હું તમને હિંદુ રાષ્ટ્ર આપીશ.
જહાં બરસાત નહી હોતી, વહાં કી ફસલે બરાબર હો જાતી છે,
જહાં ધર્મ સંસકૃતિની ચર્ચા નથી થતી, વહાં કી નસ્લે ખરાબ હો જાતી હૈ
- May 30, 2023 21:24 IST
દરબારના સ્થળે બપોરથી મોટી સંખ્યામાં લોકો એક્ઠાં થયા
ધીરેન્દ્ર શાસ્ત્રીનો વટવામાં જ્યાં દરબારા યોજાયો છે ત્યાં બપોરથી મોટી સંખ્યામાં લોકો એક્ઠાં થયા
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/05/NH30BaheshwarBaba05.jpeg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/05/NH30BaheshwarBaba03.jpeg)
- May 30, 2023 21:15 IST
ભાજપના મોટા નેતાઓએ દરબારમાં હાજરી લગાવી
ધીરેન્દ્ર શાસ્ત્રીના વટવા ખાતે યોજાયેલા દરબારમાં ભાજપના ઘણા મોટા નેતાઓએ હાજરી લગાવી બાબાના આર્શીવાદ લીધા હતા. ભાજપના પૂર્વ ધારાસભ્ય પ્રદીપસિંહ જાડેજા, વટવાના હાલના ધારાસભ્ય બાબુસિંહ જાદવ, બાપુનગરના ધારાસભ્ય દિનેશ કુશવાહ, ઠક્કરબાપાના ધારાસભ્ય કંચનબેન રાદડિયા હાજર થયા હતા. ઉપરાંત કરણી સેનાના સભ્યો પણ આ દરબારમાં આવ્યા હતા.
- May 30, 2023 21:11 IST
ભારતમાં રહેવુ હશે તો સીતારામ કહેવું પડશે
ધીરેન્દ્ર શાસ્ત્રીએ દરબારની શરૂઆત પહેલા પ્રવચનમાં કહ્યું કે, હું કોઇ ઇશ્વર, ભગવાન કે સંત નથી. હું હિન્દુઓને જગાડવા આવ્યો છું. હિન્દુ ધર્મના લોકોએ અન્યત્ર જવાની કોઇ જરૂર નથી. ભારતમાં હવે તાંત્રિકોની દુકાન બંધ થવી જોઇએ. ભારતમાં રહેવું હશે તો સીતારામ રહેવું પડશે. દિલ્હીમાં સાક્ષી સાથે જે થયું તેની નિંદા પણ કરી હતી.
- May 30, 2023 21:08 IST
હું માન-સમ્માન મેળવવા આવ્યો નથી - શાસ્ત્રી
ધીરેન્દ્ર શાસ્ત્રીએ પ્રવચનમાં કહ્યુ કે, ના માન, ના સમ્માન મેળવવા આવ્યો છે, હું તો ભારતીયોના દિલમાં હનુમાન વસાવવા આવ્યો છું. હવે હિન્દુ માત્ર જાગી રહ્યો નથી, તે ભાગી રહ્યો પણ નથી.
- May 30, 2023 21:04 IST
હિંમતનગરથી પરથી આવતા બાબાને મોડુ થયુ
વરસાદને કારણે બાબાનો અમદાવાદમાં ઓગણજ ખાતેનો કાર્યક્રમ કરાયો અને અમદાવાદમાં વટવા ખાતે દરબાર યોજવાનું નક્કી કર્યું હતુ. મીડિયા રિપોર્ટ અનુસાર ધીરેન્દ્ર શાસ્ત્રી આજે હિંમતનગર એક ફેક્ટરીના ઉદ્ધાટન માટે ગયા હતા. જ્યાંથી પરત આવતા મોડું થતા દરબાર મોડો શરૂ થયો હતો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us