બાગેશ્વર ધામ ધીરન્દ્ર શાસ્ત્રી હવે રાજકોટ અને વડોદરામાં દરબાર લગાવશે, 2024માં ફરી ગુજરાત આવશે

Bageshwar dham sarkar dhirendra shastri darbar : બાગેશ્વર ધામ સરકાર ધીરેન્દ્ર શાસ્ત્રીએ અમદાવાદના દરબારમાં કહ્યુ કે, તેઓ 2024માં પણ ગુજરાત આવશે. હાલ તો રાજકોટ અને વડોદરામાં કાર્યક્રમ યોજશે.

Written by Ajay Saroya
May 31, 2023 00:10 IST
બાગેશ્વર ધામ ધીરન્દ્ર શાસ્ત્રી હવે રાજકોટ અને વડોદરામાં દરબાર લગાવશે, 2024માં ફરી ગુજરાત આવશે
બાગેશ્વર ધામ સરકાર ધીરેન્દ્ર શાસ્ત્રી.

Bageshwar dham sarkar dhirendra shastri darbar : બાગેશ્વર ધામ સરકાર ધીરેન્દ્ર શાસ્ત્રીનો અમદાવાદમાં 30 મે, 2023ના રોજ વટવામાં શ્રીરામ મેદાન ખાતે દિવ્ય દરબાર યોજાયો હતો. તેમનો દરબાર સાંજે 5 વાંગે શરૂ થવાનો હતો જો કે તે રાત્રે 8.30 વાગે શરૂ થયો હતો. બાબાના ‘દરબાર’ માં અરજ લગાવવા સામાન્ય વ્યક્તિથી લઇને ભાજપના મોટા નેતાઓ પણ હાજર થયા હતા. દરબાર શરૂ કરવાની પહેલા ધીરેન્દ્ર શાસ્ત્રીએ તેમની આગવી બુંદેલી ભાષામાં પ્રવચનની શરૂઆત કરી હતી. હવે તેમનો દરબાર રાજકોટ અને વડોદરામાં યોજાશે

ભારતમાં રહેવુ હશે તો સીતારામ કહેવું પડશે

બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીએ દિવ્ય દરબારની શરૂઆત કરતા પહેલા બુંદેલી ભાષામાં પ્રવચન આપતા કહ્યું કે, હું કોઇ ઇશ્વર, ભગવાન કે સંત નથી. હું હિન્દુઓને જગાડવા આવ્યો છું. હિન્દુ ધર્મના લોકોએ અન્યત્ર જવાની કોઇ જરૂર નથી. ભારતમાં હવે તાંત્રિકોની દુકાન બંધ થવી જોઇએ. ભારતમાં રહેવું હશે તો સીતારામ રહેવું પડશે. દિલ્હીમાં સાક્ષી સાથે જે થયું તેની નિંદા પણ કરી હતી.

2024માં ગુજરાત આવીશ

ધીરેન્દ્ર શાસ્ત્રીએ પ્રવચનમાં કહ્યુ કે, ના માન, ના સમ્માન મેળવવા આવ્યો છે, હું તો ભારતીયોના દિલમાં હનુમાન વસાવવા આવ્યો છું. હવે હિન્દુ માત્ર જાગી રહ્યો નથી, તે ભાગી રહ્યો પણ નથી. તેમણે કહ્યું કે, તેઓ વર્ષ 2024માં ગુજરાત આવશે.

બાબાના આશિર્વાદ મેળવવા ભાજપના નેતાઓની પડાપડી

ધીરેન્દ્ર શાસ્ત્રીના વટવા ખાતે યોજાયેલા દરબારમાં ભાજપના ઘણા મોટા નેતાઓએ હાજરી લગાવી બાબાના આર્શીવાદ મેળવ્યા હતા. ભાજપના પૂર્વ ધારાસભ્ય પ્રદીપસિંહ જાડેજા, વટવાના હાલના ધારાસભ્ય બાબુસિંહ જાદવ, બાપુનગરના ધારાસભ્ય દિનેશ કુશવાહ, ઠક્કરબાપાના ધારાસભ્ય કંચનબેન રાદડિયા હાજર થયા હતા. ઉપરાંત કરણી સેનાના સભ્યો પણ આ દરબારમાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ ‘જો હજુ પણ લોહી ઉકળે નહીં તો જીવતે જીવ મરી ચૂક્યા છો’, દિલ્હી હત્યાકાંડ પર બાગેશ્વર ધામ ધીરેન્દ્ર શાસ્ત્રીનું નિવેદન

રાજકોટ અને વડોદરામાં ક્યાં અને ક્યારે ‘દરબાર’ લાગશે

અમદાવાદમાં દરબાર લગાવ્યા બાદ ધીરેન્દ્ર શાસ્ત્રી આવતીકાલે રાજકોટ જવા રવાના થશે. બાબના રાજકોટ સ્થિત કાર્યક્રમમાં થોડોક ફેરફાર કરવામાં આવ્યો છે. રાજકોટમાં રેસક્રોસ ગ્રાઉન્ડ ખાતે ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજકોટમાં 1 જૂન, ગુરુવારના રોજ ધીરેન્દ્ર શાસ્ત્રી ‘દિવ્ય દરબાર’ લગાવશે અને 2 જૂન, શુક્રવારના રોજ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. તો 3 જૂન, શનિવારે વડોદરામાં નવલખી મેદાન ખાતે તેમના એક દિવસીય ‘દરબાર’નું આયોજન કરવામાં આવ્યું છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ