બાગેશ્વર ધામ સરકાર અને સનાતન ધર્મના પ્રચારક ધીરેન્દ્ર શાસ્ત્રીએ રાજકારણ – આધ્યાત્મિકતા અને ગુજરાતા લોકોને ‘પાગલ’ કહેવા વિશે મોટું નિવેદન આપ્યું છે. ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારનું શનિવારે વડોદરા ખાતે આયોજન કરાયુ હતુ. વડોદરા મુલાકાત વખતે તેમણે કહ્યુ કે, 10 રૂપિયાના રાજકારણ કે રાજકીય કારકિર્દી માટે કોણ ‘કરોડોની કિંમતની આધ્યાત્મિકતા’ છોડશે. શહેરના નવલખી ગ્રાઉન્ડ ખાતે આયોજિત ભવ્ય દિવ્ય દરબાર માટે તેઓ વડોદરા આવ્યા હતા.
રાજકારણમાં આવવાનો ઇન્કાર
‘બાગેશ્વર બાબા‘ તરીકે પણ ઓળખાતા ધીરેન્દ્ર શાસ્ત્રીએ શનિવારે વડોદરામાં લક્ષ્મી નારાયણ રિસોર્ટમાં ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યુ હતુ. જેમા તેમના જીવન અને રાજકારણ વિશેના પ્રશ્નનો જવાબ આપ્યો હતો. રાજકારણમાં જોડાવાના વિચાર વિશે ઇનકાર કરતાં બાબાએ કહ્યું કે, “10 રૂપિયાના રાજકારણ માટે કોણ કરોડોની આધ્યાત્મિકતા છોડશે…” નોંધનિય છે કે, ધીરેન્દ્ર શાસ્ત્રીના વડોદરા પ્રવાસ દરમિયાન ત્યાંના ભાજપના શહેર એકમના પ્રમુખ વિજય શાહ તેમની સાથે હતા.
ભારતના બંધારણમાં સુધારાની હિમાયત કરી
ધીરેન્દ્ર શાસ્ત્રીએ ભારતના બંધારણમાં સુધારાની હિમાયત કરતા ‘હિન્દુ રાષ્ટ્ર’ની રચના અંગેના તેમના ધ્યેયનો પણ પુનરોચ્ચાર કર્યો હતો. તેમણે એ વાતની સ્પષ્ટતા કરી કે, ગુજરાતના લોકોને ‘પાગલ’ કહેવાની તેમના નિવેદનને “ખોટી” રીતે લેવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચોઃ બાગેશ્વર ધામ ધીરેન્દ્ર શાસ્ત્રીનો વીડિયો વાયરલ – ‘મારું મન મોર બની થનગાટ કરે…’
ધીરેન્દ્ર શાસ્ત્રીના મતે ‘પાગલ’ કોણ છે
ધીરેન્દ્ર શાસ્ત્રી ‘પાગલ’ વિશે જણાવ્યું કે, “મારા મનમાં ‘પાગલ’ નો અર્થ ‘માનસિક રોગ’ ધરાવનાર વ્યક્તિ નથી. તે એવી વ્યક્તિ છે જે કોઈ વસ્તુ માટે જુસ્સો ધરાવે છે… તેથી, જો ગુજરાતના લોકો આધ્યાત્મિકતા પ્રત્યે ઉત્સાહી હોય, તો હું તેમને પાગલ કહી શકું. જેમને આ શબ્દ સાથે સમસ્યા છે તેઓ તેનો અર્થ માનસિક પણ માની શકે છે.”
Disclaimer : આ આર્ટિકલ ઇન્ડિયન એક્સપ્રેસ પરથી અનુવાદિત છે. મૂળ આર્ટીકલ તમે અહીં વાંચી શકો છો.





