scorecardresearch

ગુજરાત પોલીસે હાઈકોર્ટમાં કહ્યું – ‘વિસ્તારમાં શાંતિ બનાવી રાખવી હતી એટલે મુસ્લિમ યુવકોને માર માર્યો’

beating Muslim youths case in Gujarat : ઓક્ટોબર 2022માં ઉંધેલા ગામ (Undhela Village) માં ગરબા કાર્યક્રમમાં પથ્થર મારા બાદ પોલીસ (Gujarat Police) દ્વારા હંગામો કરનાર મુસ્લીમ યુવકોને જાહેરમાં માર મારવામાં (beating Muslim youths) આવ્યો તે મામલે પોલીસે ગુજરાત હાઈકોર્ટ (Gujarat High Court) માં એફિડેવિટ રજુ કરી.

ગુજરાત પોલીસે હાઈકોર્ટમાં કહ્યું – ‘વિસ્તારમાં શાંતિ બનાવી રાખવી હતી એટલે મુસ્લિમ યુવકોને માર માર્યો’
ભંધેલા ગામમાં મુસ્લીમ યુવકોને થાંભલે બાંધી માર મારવાનો મામલો

ગુજરાત પોલીસે મુસ્લિમોને જાહેરમાં માર મારવાની ઘટનાને યોગ્ય ઠેરવી છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં, પાંચ મુસ્લિમ યુવકોને પોલીસે રસ્તા પર બધાની સામે માર માર્યો હતો. ગુજરાત પોલીસે ગુજરાત હાઈકોર્ટને જણાવ્યું છે કે, આ વિસ્તારમાં શાંતિ અને સૌહાર્દ જાળવવા માટે યુવકોને માર મારવામાં આવ્યો હતો.

હુમલો સુનિયોજિત હતો – પોલીસ

ખેડા-નડિયાદના પોલીસ અધિક્ષક (SP) રાજેશ કુમાર ગઢિયાએ કોર્ટમાં દાખલ કરેલી એફિડેવિટમાં જણાવ્યું છે કે, મુસ્લિમ યુવકોએ તેમના સમુદાયના 150 થી વધુ લોકોના ટોળા સાથે મળીને ગરબા કાર્યક્રમમાં વિક્ષેપ પાડવા માટે પથ્થરમારો કર્યો હતો. આ મામલો ખેડા જિલ્લાના ઉંધેલા ગામનો છે.

એફિડેવિટમાં લખ્યું છે કે, “આરોપી 3 ઓક્ટોબર, 2022ના રોજ થયેલા રમખાણોમાં પણ સક્રિય હતો. તે એવા ટોળાનો ભાગ હતો જેણે ગરબા રમી રહેલા હિન્દુ સમુદાયના સભ્યો પર પથ્થરમારો કર્યો હતો. આ બધું હિન્દુ સમુદાયમાં ભય પેદા કરવા અને વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ખલેલ પહોંચાડવા માટે કરવામાં આવ્યું હતું. આ બધું પૂર્વ આયોજિત હતું.”

એસપીએ કહ્યું કે, આ ઘટનામાં ગામના આઠ હિન્દુ રહેવાસીઓ અને ત્રણ પોલીસ અધિકારીઓ ઘાયલ થયા હતા. પરિણામે, ત્યાં ભારે હંગામો અને ચીસો-બૂમો પડી ગઈ હતી, તેથી આ વિસ્તારમાં શાંતિ અને સંવાદિતા જાળવવા માટે શંકાસ્પદોને કોર્ડન કરવામાં આવ્યા હતા જેથી વધુ કોઈ અનિચ્છનીય બનાવ ન બને.

પોલીસ સાથે દુર્વ્યવહારની કોસિસ પણ થઈ – એફિડેવિટ

એસપીએ કહ્યું કે, પથ્થરમારાની ઘટના પછી તરત જ ધરપકડ કરાયેલ આરોપી મુસ્લિમ યુવકએ પોલીસ સાથે ગેરવર્તન કર્યું હતું. એફિડેવિટમાં લખ્યું હતું કે, “4 ઓક્ટોબર, 2022ના રોજ બનેલી કથિત ઘટનાના સંદર્ભમાં, જ્યારે આરોપીઓને ઉંધેલા ગામથી લઈ જવામાં આવ્યા હતા, ત્યારે તેઓએ પોલીસ અધિકારીઓ સાથે દુર્વ્યવહાર કરવાનો પ્રયાસ કર્યો હતો. તેઓ સ્થળ પર એકઠા થયેલા ટોળાને પણ ઉશ્કેરતા હતા.”

પોલીસ અધિકારીએ એ પણ માહિતી આપી છે કે, વિભાગીય તપાસની શરૂઆત પછી, મુસ્લિમ યુવકોને માર મારવામાં સામેલ છ દોષિત પોલીસકર્મીઓ સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.

હાઇકોર્ટમાં અરજી

જાહેરમાં માર મારવામાં આવેલા મુસ્લિમ શખ્સોએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી છે. આ મામલાની સુનાવણી જસ્ટિસ એનવી અંજારિયા અને જસ્ટિસ નિરલ આર મહેતાની બેન્ચ કરી રહી છે.

આ પણ વાંચોમહિસાગર: લુણાવાડા નજીક ટેમ્પો અને કાર વચ્ચે અકસ્માત, 5ના સ્થળ પર જ મોત, 33 ઈજાગ્રસ્ત

અરજદારોની મારપીટ પોલીસકર્મીઓ દ્વારા રેકોર્ડ કરવામાં આવી હતી અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરવામાં આવી હતી. વીડિયોમાં પોલીસ અરજીકર્તાઓને થાંભલા સાથે બાંધીને લાકડીઓ વડે મારતી જોઈ શકાય છે. બાર અને બેંચના રિપોર્ટ મુજબ, કેસની આગામી સુનાવણી 27 ફેબ્રુઆરીએ થવાની સંભાવના છે.

Web Title: Beating muslim youths case gujarat police told high court beat to keep the peace

Best of Express