scorecardresearch

ભગવંત માન ગુજરાતમાં : મનીષ સિસોદિયા અને પંજાબમાં અમતપાલની ઘટના મામલે ખુલીને કહ્યું – ‘AAP CBI અથવા ED થી ડરશે નહીં

punjab cm Bhagwant Mann in Gujarat : ભગવંત માન રવિવારે ગુજરાતના ભાવનગરની મુલાકાતે હતા. તેમણે આપના વરિષ્ઠ નેતા મનિષ સિસોદિયા (manish sisodia) ની ધરપકડ અને પંજાબમાં વારિસ પંજાબ દેના પ્રમુખ અમૃતપાલ સિંહ (amritpal singh) ના સમર્થકો દ્વારા પોલીસ સ્ટેશન પર હંગામા વિશે કરી વાત, તો જોઈએ તેમણે શું કહ્યું.

ભગવંત માન ગુજરાતમાં : મનીષ સિસોદિયા અને પંજાબમાં અમતપાલની ઘટના મામલે ખુલીને કહ્યું – ‘AAP CBI અથવા ED થી ડરશે નહીં
પંજાબ સીએમ ભગવંત માન અને આપ ગુજરાત અધ્યક્ષ ઈસુદાન ગઢવી ભાવનગરમાં (ફોટો – નિર્મલ હરિન્દ્ર ઈન્ડિયન એક્સપ્રેસ)

રાશિ મિશ્રા : પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને રવિવારે અમૃતસરમાં વારિસ પંજાબ દે પ્રમુખ અમૃતપાલ સિંહ અને તેના સમર્થકોની તાજેતરની પ્રવૃત્તિઓને ફગાવી દીધી હતી, અને કહ્યું હતું કે, “તે એટલો મોટો મુદ્દો ન હતો”, જેટલો તેને બનાવવામાં આવ્યો. આ સંગઠનને “પાકિસ્તાનથી ભંડોળ પૂરું પાડવામાં આવી રહ્યું છે”.

રાજ્યની વિધાનસભાની ચૂંટણી બાદ ગુજરાતની પ્રથમ મુલાકાત દરમિયાન માન ભાવનગરમાં હતા

એક પ્રેસ કોન્ફરન્સના પ્રસંગે, જ્યારે પૂછવામાં આવ્યું કે, શું અમૃતપાલ વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવશે, ત્યારે માને ધ ઇન્ડિયન એક્સપ્રેસને કહ્યું કે, “આ એટલો મોટો મુદ્દો નથી, જેટલો તેને બનાવવામાં આવ્યો છે. શાંતિ જાળવવા માટે, પંજાબ સરકાર પ્રતિબદ્ધ છે અને હું પંજાબના ત્રણ કરોડ લોકોને ખાતરી આપું છું … આગામી સાત મહિનામાં, પંજાબમાં આખા દેશમાં પ્રગતિની ચમક જોવા મળશે. પંજાબની ભૂમિ એટલી ફળદ્રુપ છે કે, કોઈ પણ બીજ ખીલી ઉઠે છે. પણ દ્વેષનું બીજ અહીં નહીં વધે.”

અમૃતપાલના સમર્થકોએ તેના સાથીદાર લવપ્રીત તૂફાનની ધરપકડનો વિરોધ કરતા પોલીસ સ્ટેશન પર હંગામો કર્યો, માને કહ્યું, “શું પંજાબ ફક્ત એક હજાર લોકોનું છે?” તમે ત્યાં આવી જોઈ શકો છો અને કોણ અને કેટલા લોકો નારા લગાવી રહ્યા છે તે જોઈ શકો છો. આ ફક્ત થોડા લોકો જ છે, જેમને પાકિસ્તાથી ભંડોળ પૂરું પાડવામાં આવે છે . “

“પંજાબમાં આનાથી કોઈ ખલેલ પહોંચશે નહીં” વિશ્વાસ વ્યક્ત કરતાં, માને કહ્યું, “દરેક લોકો શ્રી ગુરુ ગ્રંથ સાહિબમાં વિશ્વાસ કરે છે . શાંતિથી રહેવાનો દરેકનેઅધિકાર છે . શ્રી ગુરુ ગ્રંથ સાહેબ કોઓ બાના-બાના કર. સામે પોલીસ પણ ગુરૂ ગ્રંથ સાહેબને માને છે, તે લોકો કઈ નહીં કરી શકે.”

તેમણે કહ્યું, “ગુરુ ગ્રંથ સાહેબ પાસેથી આશીર્વાદ લો, તેમના સિદ્ધાંતોનું પાલન કરો, અને તેનો ઉપયોગ એક ઢાલ તરીકે કરો છે અને કહો છો કે પોલીસ કંઇ કરી શકતી નથી . તમે તેને તમારી જીત કહી શકતા નથી.”

પંજાબમાં વાતાવરણ શાંતિપૂર્ણ છે અને “આની બધા મોરચાઓ દ્વારા નિંદા કરવામાં આવી રહી છે કે, શ્રી ગ્રંથ સાહેબને આ રીતે શેરીઓ અથવા પોલીસ સ્ટેશનોમાં લઈ શકાય નહીં”, પંજાબ સીએમએ કહ્યું, “હું પંજાબ પોલીસને અભિનંદન આપુ છું, તેઓ ઘાયલ થયા છે,” પરંતુ તેઓએ ગ્રંથ સાહેબને અપમાનિત થવાથી બચાવ્યો. હું મારા ધર્મના વિદ્વાનોને વિનંતી કરું છું કે, તેઓએ તેના વિશે વિચારવું જોઈએ… કે કાલે જો કોઈ ગુરુ ગ્રંથ સાહેબને દેખાડી જમીન પર કબજો કરે, તો પોલીસ કંઇ કરી શકશે નહીં . બધા ઝઘડા, સત્તાવાર અથવા વ્યક્તિગત, બધા ટેબલ પર બેસી ઉકેલી શકાય છે. જે લોકો આવુ કરે છે, તેમને પંજાબના વારસદાર ન કહી શકાય.”

શનિવારે અમૃતપાલ સિંહના વિવાદાસ્પદ નિવેદન પર બોલતા, એવો દાવો કર્યો હતો કે, અજનાલાની ઘટના હિંસક નહોતી … અને “હિંસા હજુ બાકી છે (હિંસા હજી થઈ નથી), માને કહ્યું,” આ ખાયલી પુલાઓ છે (આ કલ્પનાઓ છે)… પંજાબે 10 વર્ષથી કાળા દિવસો જોયા છે. પંજાબની પોલીસ ખૂબ જ સક્ષમ છે, કોઈને કાયદો તોડવાની મંજૂરી નથી . પંજાબ સરકાર સામાન્ય માણસની સરકાર છે, જે રોજગાર, મફત વીજળી, બાળકો માટે વિશ્વ સ્તરીય શિક્ષણ અને તબીબી સારવાર અને માળખાગત સુવિધા ઇચ્છે છે . કાયદા કરતા કોઈ મોટું નથી.”

AAP CBI અથવા ED થી ડરશે નહીં

પંજાબના સીએમ ભગવંત માન ગુજરાતની મુલાકાતે છે, તેમણે ભાવનગરમાં દિલ્હીના વાઇસ પ્રેસિડેન્ટ અને વરિષ્ઠ પાર્ટી નેતા મનીષ સિસોદિયાની રવિવારે ધરપકડ મામલે જવાબ આપ્યો હતો કે, આપ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) અને સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનથી ડરી નહીં જાય.

માને પ્રેસ કોન્ફરન્સમાં મીડિયા સામે કહ્યું કે, “તેઓ ફક્ત તેવા લોકોને જ નિશાન બનાવે છે, જેઓ ડરતા હોય છે. અમે ઈડી અથવા સીબીઆઈ, કોઈથી ડરતા નથી.

માને કહ્યું, “તેઓ માને છે કે, સત્યેન્દ્ર જૈન (દિલ્હી આપના ધારાસભ્ય) ની ધરપકડ કરીને, તેઓ અમારી હોસ્પિટલોનો નાશ કરશે; તેઓ સિસોદીયાને ફસાવી અમારી શાળાઓનો નાશ કરશે. પરંતુ અમે કોઈથી ડરતા નથી. તેઓને ડર છે કે, આપ દેશભરમાં વિસ્તરી રહ્યું છે.

આપ ગુજરાતના અધ્યક્ષ ઇસુદાન ગઢવીએ કહ્યું કે, ભાજપે અનેક એજન્સીઓને અરવિંદ કેજરીવાલ અને તેમના ઘણા મંત્રીઓ પાછળ લગાવી દીધી છે, કારણ કે, દેશભરમાં આપની સ્વીકૃતી તે ડરી ગઈ છે. “ગુજરાતની દુર્ઘટનામાં અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો, પણ કોઈ પ્રધાન જેલમાં ન ગયા અથવા કોઈની ધરપકડ કરવામાં આવી નહી. 20,000 કરોડ રૂપિયાની દવાઓ જપ્ત કરવામાં આવી હતી, પરંતુ કોઈની ધરપકડ કરવામાં આવી ન હતી. તેઓ ફક્ત અરવિંદ કેજરીવાલ અને સિસોદિયાના પ્રામાણિક રાજકારણથી ડરી રહ્યા છે.

આ પણ વાંચોમનીષ સિસોદિયાની ધરપકડ: દિલ્હી સરકાર, આપ અને અરવિંદ કેજરીવાલ માટે સિસોયદિયાની ધરપકડ કેટલી મહત્વની?

તેમણે એમ પણ આરોપ લગાવ્યો હતો કે, ભાજપે સિસોદિયા પર દોષ લગાવવાનો પ્રયાસ કર્યો હતો, જેવુ તેમણે એકનાથ શિંદે (મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન) સાથે કર્યું હતું, પરંતુ નિષ્ફળ ગયા. તેઓ ફક્ત આ એજન્સીઓ દ્વારા અમને ડરાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.”

Web Title: Bhagwant mann in gujarat bhavnagar manish sisodia amritpal singh isudan gadhvi aap cbi ed

Best of Express