Bhavnagar to Ayodhya Train: ભાવનગર અયોધ્યા વચ્ચે સાપ્તાહિક ટ્રેન શરૂ, રજીસ્ટ્રેશન બાદ મફતમાં મુસાફરી

Bhavnagar and Ayodhya Train: પશ્ચિમ રેલવે દ્વારા ભાવનગર અયોધ્યા વચ્ચે સાપ્તાહિક ટ્રેન લાંબા સમય પહેલા ફાળવવામાં આવી હતી આ ટ્રેનનો વિધિવત પ્રારંભ આગામી રવિવારથી થવા જઈ રહ્યો છે.

Bhavnagar and Ayodhya Train: પશ્ચિમ રેલવે દ્વારા ભાવનગર અયોધ્યા વચ્ચે સાપ્તાહિક ટ્રેન લાંબા સમય પહેલા ફાળવવામાં આવી હતી આ ટ્રેનનો વિધિવત પ્રારંભ આગામી રવિવારથી થવા જઈ રહ્યો છે.

author-image
Rakesh Parmar
પર અપડેટ કર્યું
New Update
Bhavnagar to Ayodhya train timings

ભાવનગર અયોધ્યા વચ્ચે સાપ્તાહિક ટ્રેન શરૂ. (તસવીર: CANVA)

Bhavnagar to Ayodhya Train: પશ્ચિમ રેલવે દ્વારા ભાવનગર અયોધ્યા વચ્ચે સાપ્તાહિક ટ્રેન લાંબા સમય પહેલા ફાળવવામાં આવી હતી આ ટ્રેનનો વિધિવત પ્રારંભ આગામી રવિવારથી થવા જઈ રહ્યો છે. ભાવનગર ખાતેથી કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ ટ્રેનને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવશે. ભાવનગર અયોધ્યા વચ્ચે લાંબા સમયથી સાપ્તાહિક ટ્રેન ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયાની રજૂઆત બાદ રેલવે તંત્ર દ્વારા ફાળવવામાં આવી હતી.

Advertisment

રેલવે તંત્ર દ્વારા આ સાપ્તાહિક ટ્રેનની શરૂ કરવા અંગેની તમામ તૈયારીઓ લાંબા સમયથી સંપન્ન કરવામાં આવી હતી અને ભાવનગર અયોધ્યા વચ્ચેની ટ્રેન માટેની નવી નકોર એલબીએચ રેક પણ લાંબો સમયથી ભાવનગર ખાતે આવી પહોંચી હતી.

19201 એક્સપ્રેસ દર સોમવારે બપોરે 1:30 વાગ્યે ભાવનગરથી ઉપડશે અને બીજા દિવસે મંગળવારે, સાંજે 6:30 વાગ્યે અયોધ્યા કેન્ટ પહોંચશે. વાપસીમાં 19292 એક્સપ્રેસ દર મંગળવારે અયોધ્યા કેન્ટથી બપોરે 22:45 વાગ્યે ઉપડશે અને ગુરુવારે સવારે 4:45 વાગ્યે ભાવનગર પહોંચશે.

Bhavnagar to Ayodhya train booking
કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ 3 ઓગસ્ટના રોજ ભાવનગરની મુલાકાતે છે. (તસવીર: X)
Advertisment

સ્ટોપેજ: ભાવનગર પરા, સિહોર, ધોળા, બોટાદ, લીમડી, સુરેન્દ્રનગર ગેટ, વિરમગામ, મહેસાણા, પાલનપુર, આબુ રોડ, ફાલના, મારવાડ જંકશન, બ્યાવર, અજમેર, કિશનગઢ, જયપુર, ગાંધીનગર જયપુર, બાંડીકુઇ, ભરતપુર, ઇદગાહ, ટુંડલા, કાનપુર સેન્ટ્રલ, લુબનકી સેન્ટ્રલ.

કોચ કમ્પોઝિશન: 2 એસી 2 ટાયર, 4 એસી 3 ટાયર, 3 એસી 3 ટાયર ઈકોનોમી, 7 સ્લીપર, 4 સેકન્ડ ઓર્ડિનરી જનરલ, 1 એસએલઆર અને 1 જનરેટર કાર કુલ 22 એલએચબી કોચ.

આ પણ વાંચો: તહેવારો દરમિયાન ગુજરાતમાં વિશેષ ટ્રેનોની જાહેરાત, જાણો કયા સ્ટેશનો પર મળશે સ્ટોપેજ?

રજીસ્ટ્રેશન બાદ મુસાફરી મફતમાં

ભાવનગર-અયોધ્યા ટ્રેમની પ્રથમ મુસાફરી તદ્દન ફ્રી છે. જે માટે ભાવનગર રેલવે ડિવિઝન દ્વારા ભાવનગર-અયોધ્યા ટ્રેન માટે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. સવારે 10:00 કલાકે ટ્રેન ઉપડવાનો સમય છે. જો કે ટ્રેનમાં મુસાફરી કરવા માટે રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. રજીસ્ટર થયેલા લોકોને જ મુસાફરી કરવા દેવામાં આવશે, એ પણ મફત માં.

કેવી રીતે કરાવવું રજીસ્ટ્રેશન ?

આ રેલવે મુસાફરી માટે રજિસ્ટ્રેશન ભાવનગર રેલવે DRM કચેરી ખાતે 1 ઓગસ્ટના રોજ સવારે 10:00 કલાકથી લઈને સાંજના 6 કલાક સુધી થઈ શકશે. માત્ર એક દિવસ માટે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા ચાલશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે 264 જેટલા ફોર્મ સવાર સુધીમાં ભરાયા હતા.

ગુજરાત ગુજરાતી ન્યૂઝ ભાવનગર રેલવે