Bhavnagar Mass Suicide: મહિલાએ બે દીકરીઓ સાથે કેમ પસંદ કર્યો આપઘાતનો રસ્તો, કોઈ માતાને આવો દિવસ જોવો ન પડે

Bhavnagar Mass Suicide Attempt: ઘરવિહોણા થતા મહિલાએ આવું પગલું ભર્યું હતું. મહિલાની બે દીકરીઓ છે, જાણકારી અનુસાર, તેમની પાસે રહેવા માટે ઘર નથી જેના કારણે તેમને મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. જોકે પોલીસે આ મામલે ઘણા એંગલથી તપાસ શરૂ કરી છે.

Written by Rakesh Parmar
Updated : November 28, 2024 18:11 IST
Bhavnagar Mass Suicide: મહિલાએ બે દીકરીઓ સાથે કેમ પસંદ કર્યો આપઘાતનો રસ્તો, કોઈ માતાને આવો દિવસ જોવો ન પડે
પ્રતિકાત્મક તસવીર (Freepik)

આપઘાત, આત્મહત્યા અને ખુદખુશી… આ શબ્દો સાંભળવામાં ભલે સામાન્ય લાગે પરંતુ તે દિલ અને દિમાગમાં કાંટાની જેમ વાગે છે. આત્મહત્યા પાછળ જે ખબરો સામે આવે છે તે કાળજુ કંપાવી નાંખે તેવી હોય છે પરંતુ કોઈ પણ માણસે કોઈ પણ કિંમતે આવું પગલું ના ભરવું જોઈએ. જિંદગીમાં ભલે ગમે તેટલી અડચણો અને મુશ્કેલીઓ આવે તેનો સામનો કરવો જોઈએ. લોકો પાસે મદદ માંગવી જોઈએ પરંતુ કોઈ પણ કારણવશ આવું પગલું ન ભરવું જોઈએ.

અવારનવાર આપણી સામે આપઘાતના કિસ્સાઓની ખબરો આવતી રહે છે, જેને વાંચ્યા બાદ આપણે અફસોસ વ્યક્ત કરીએ છીએ અને પછી આગળ વધી જઈએ છીએ. ખબરોનું શું છે તે દરરોજ બદલાતી રહે છે પરંતુ જેના પર વિતે છે તે તેને સમજે છે. છોડીને જતા રહેનારા તો જતા રહે છે પરંતુ તેમની પાછળ છૂટેલા લોકો ક્ષણે-ક્ષણે મરે છે. રાજ્યના ભાવનગરથી એક આપઘાતની ખબર ગઈ કાલે સામે આવી હતી. અહીં એખ માતાએ પોતે પોતાની બે દીકરી સાથે આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

અહીં મહિલાએ પોતાની બંને દીકરીઓ પર જ્વલશીલ પદાર્થ છાંટીને પછી પોતાને પણ આગ ચાંપી દીધી હતી. બે દીકરીઓ જે તેના માટે સર્વસ્ત હતી તેમને જ આગને હવાલે કરી દીધી. માત્ર આટલું જ નહીં, તેના પછી તે પોતે પણ જીવવા માંગતી ન હતી માટે તેણે પોતાને પણ આગને હવાલે કરી દીધી. જોકે નસીબ સારૂ રહ્યું કે આસપાસના લોકોએ આગની લપટો જોઈ અને તેમને બચાવવાની કોશિશ કરી. લોકોએ ત્રણેયને હોસ્પિટલમાં ભરતી કરાવ્યા છે. હાલમાં જાણકારી મળી રહી છે કે, બંને દીકરીઓ વધારે દાઝી ગઈ છે, માતાની હાલત પણ નાજુક છે. લોકોનું કહેવું છે કે કોઈ માતા માટે આવું કરવું મુશ્કેલ છે, કોઈ માતાને આવો દિવસ જોવાનો વારો ન આવે.

આ પણ વાંચો: રાજ્યમાં બે મોટા અકસ્માતમાં કૂલ 7 લોકોના મોત, સેલવાસ અકસ્માતમાં સુરતના 4 યુવકોના મોત

ખરેખરમાં ભાવનગર શહેરમાં સામુહિક આત્મહત્યાની ખબર સામે આવ્યા બાદ હડકંપ મચી ગયો હતો. ભાવનગરની પાસે પાસ હતાબ ગામ છે અહીં એક મહિલાએ પોતાની બે દીકરીઓ સાથે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. શરૂઆતની જાણકારી પ્રમાણે મહિલાએ પોતાની 4 વર્ષની અને 9 વર્ષની દીકરીઓ પર જ્વલનશીલ પદાર્થ છાંટીને પોતે પણ આ આત્મહત્યાન પ્રયાસ કર્યો હતો.

આપઘાત કરવા પાછળ શું કારણ?

પોલીસ અનુસાર, ઘટના બાદ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. જે બાદ તેણે તાત્કાલિક બંને દીકરી અને તેની માતાને હોસ્પિટલ લઈ ગયા હતા. હાલમાં ત્રણેયની યોગ્ય સારવાર માટે તેમને સરકારી હોસ્પિટલ રેફર કરાયા છે. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. જોકે તેમની હાલત હજુ પણ ગંભીર છે. ઘટના બાદ પોલીસની ટીમ પણ પહોંચી ગઈ છે અને તપાસ શરૂ કરી છે.

શરૂઆતની જાણકારી પ્રમાણે જાણવા મળ્યું છે કે, ઘરવિહોણા થતા મહિલાએ આવું પગલું ભર્યું હતું. મહિલાની બે દીકરીઓ છે, જાણકારી અનુસાર, તેમની પાસે રહેવા માટે ઘર નથી જેના કારણે તેમને મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. જોકે પોલીસે આ મામલે ઘણા એંગલથી તપાસ શરૂ કરી છે. લોકોનું કહેવું છે કે મહિલા બેઘર થવાને કારણે ચિંતામાં હતી અને આ કારણે જ તેણે આપઘાતનો રસ્તો પસંદ કર્યો.

પ્રાપ્ત માહિતી અનુસાર, બે દીકરીઓ સાથે અગ્નિસ્નાન કરનાર મહિલા નયનાબેનના પિતાએ આ અંગે ઘોઘા પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાવી છે. જેમાં જણાવાયું છે કે, તેમની દીકરીએ આપઘાતનું પગલું તેના સાસુ, સસરા અને દીયરના ત્રાસથી ભર્યું છે. હાલમાં આ મામલે પોલીસ તપાસ ચાલું છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ