Gujarat Cabinet : ભૂપેન્દ્ર પટેલે સોમવારે બીજી વખત ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. તેમની સાથે 8 કેબિનેટ મંત્રી, 2 રાજ્ય કક્ષાના (સ્વતંત્ર હવાલો) અને 6 રાજ્યકક્ષાના મંત્રીઓએ શપથ ગ્રહણ કર્યા છે. નવી સરકાર રચાયા બાદ ગાંધીનગરમાં પહેલી કેબિનેટ બેઠક મળી હતી. જેમાં નવા મંત્રીઓને ખાતાની ફાળવણી કરવામાં આવી છે. જેમાં ગૃહમંત્રી તરીકે હર્ષ સંઘવીને ફરી એક વખત જવાબદારી આપવામાં આવી છે. ભૂપેન્દ્ર પટેલની નવી સરકારમાં કનુ દેસાઈ અને ઋષિકેશ પટેલને પ્રવક્તા મંત્રીની જવાબદારી સોંપવામાં આવી છે.
ભૂપેન્દ્ર પટેલ, મુખ્યમંત્રી
સામાન્ય વહીવટ, વહીવટી સુધારણા, તાલીમ અને આયોજન, ગૃહ અને પોલીસ હાઉસીંગ, મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ, પંચાયત, માર્ગ અને મકાન અને પાટનગર યોજના, ખાણ અને ખનિજ, યાત્રાધામ વિકાસ, નર્મદા અને કલ્પસર, બંદરો, માહિતી અને પ્રસારણ, નશાબંધી અને આબકારી, વિજ્ઞાન અને પ્રૌધોગિકી, તમામ નીતિ વિષયક બાબતો અને અન્ય મંત્રીશ્રીઓને ન ફાળવેલ વિષયો
કેબિનેટ મંત્રીઓ
કનુભાઈ દેસાઈ – નાણા, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ
ઋષિકેશ પટેલ – આરોગ્ય, પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, કાયદો, ન્યાયતંત્ર, બંધારણીય અને સંસદીય બાબતો
રાઘવજી પટેલ – કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન , મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ
બળવંતસિંહ રાજપૂત – ઉદ્યોગ, લઘુ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ, કુટીર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડયન, શ્રમ અને રોજગાર
કુંવરજી બાવળિયા – જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતો
મૂળુ બેરા – પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ
ડો. કુબેર ડીંડોર – આદિજાતી વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ
ભાનુબેન બાબરીયા – સામાજિક ન્યાય અને અધિકારીતા, મહિલા અને બાળ કલ્યાણ
આ પણ વાંચો – ગુજરાત શપથ ગ્રહણ: ભૂપેન્દ્ર પટેલની સરકારમાં બન્યા 16 મંત્રી, કયા સમાજનું જોવા મળ્યું પ્રભુત્વ, જાણો
રાજ્ય કક્ષાના મંત્રીઓ (સ્વતંત્ર હવાલો)
હર્ષ સંઘવી – રમત-ગમત અને યુવા, સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન, બિન નિવાસી ગુજરાતીનો પ્રભાગ, વાહન વ્યવહાર, ગૃહ રક્ષક દળ અને ગ્રામ રક્ષક દળ, નાગરિક સંરક્ષણ, જેલ, સરહદી સુરક્ષા (તમામ સ્વતંત્ર હવાલો), ગૃહ અને પોલીસ હાઉસીંગ, ઉદ્યોગ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ (રાજ્ય કક્ષા)
જગદીશ વિશ્વકર્મા – સહકાર, મીઠા ઉદ્યોગ, છાપકામ અને લેખન સામગ્રી, પ્રોટોકોલ, (તમામ સ્વંતત્ર હવાલો), લઘુ, સુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટીર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડ્યન (રાજ્ય કક્ષા)
રાજ્યકક્ષાના મંત્રી
પુરુષોત્તમ સોલંકી – મત્સ્યોદ્યોગ અને પશુપાલન
બચુ ખાબડ – પંચાયત અને કૃષિ
મુકેશ પટેલ – વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, જળસંપત્તિ અને પાણી પુરવઠા
પ્રફુલ્લ પાનસેરીયા – સંસદીય બાબતો, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ
ભીખુસિંહ પરમાર – અન્ન અને નાગરિક પુરવઠા, સામાજિક ન્યાય અને અધિકારીતા
કુંવરજી હળપતિ – આદિજાતી વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસ