રાજ્યના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, નવા વર્ષથી આ ધોરણના પુસ્તકો બદલાઈ જશે

ગુજરાતના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. આ વર્ષે વિદ્યાર્થીઓ જે પુસ્તકોનો અભ્યાસ કરશે, તે આગામી વર્ષથી ઉપીયોગમાં નહીં આવે.

ગુજરાતના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. આ વર્ષે વિદ્યાર્થીઓ જે પુસ્તકોનો અભ્યાસ કરશે, તે આગામી વર્ષથી ઉપીયોગમાં નહીં આવે.

author-image
Rakesh Parmar
પર અપડેટ કર્યું
New Update
gujarat education department, gandhinagar

ગુજરાત રાજ્ય શાળ પાઠ્યપુસ્તક બોર્ડે સિલેબસમાં બદલાવ કરવાનો નિર્ણય કર્યો છે. (તસવીર: સોશિયલ મીડિયા)

Gandhinagar News: ગુજરાતના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. આ વર્ષે વિદ્યાર્થીઓ જે પુસ્તકોનો અભ્યાસ કરશે, તે આગામી વર્ષથી ઉપીયોગમાં નહીં આવે. એવું એટલા માટે કે આગામી એકેડમીક વર્ષથી પાઠ્ય પુસ્તકો બદલાઈ જશે. ધોરણ 1, 6 થી 8 અને 12 ના પુસ્તકોમાં ફેરબદલ કરવામાં આવશે. ગુજરાત રાજ્ય શાળ પાઠ્યપુસ્તક બોર્ડે સિલેબસમાં બદલાવ કરવાનો નિર્ણય કર્યો છે.

Advertisment

ગુજરાત રાજ્ય સ્કૂલ પાઠ્યપુસ્તક બોર્ડ, ગાંધીનગરે એક પ્રેસ જાહેરાતમાં કહ્યું છે કે, નીચે ઉલ્લેખિત પાઠ્યપુસ્તકો આગામી એકેડમિક વર્ષ 2025-26 માટે નવું સંશોધન તૈયાર કરવામાં આવ્યું છે. આગામી શૈક્ષણિક વર્ષ 2025-26 થી રાજ્યભરની શાળાઓમાં તે અનુસાર અભ્યાસ કરાવવામાં આવશે.

Gujarat Secondary and Higher Secondary Education Board
ગુજરાત પાઠ્યપુસ્તક બોર્ડે જૂન 2025-26 માં આવનારી પુસ્તકોના લિસ્ટની ઘોષણા કરી છે.

કઈ પુસ્તકો બદલાઈ જશે

  • ધોરણ 1 માં ગુજરાતી વિષયની પુસ્તકો અને ધોરણ 6 માં અંગ્રેજી વિષયની પુસ્તકો બદલાઈ જશે.
  • ધોરણ 7ની સંસ્કૃત માધ્યમમાં ગણિત, વિજ્ઞાન, સામાજીક વિજ્ઞાન, સંસ્કૃત અને મરાઠીની પુસ્તકો બદલાઈ જશે.
  • ધોરણ 8 માં ગુજરાતી, ગણિત અને વિજ્ઞાનની પુસ્તકો બદલાઈ જશે.
  • ધોરણ 12ની અર્થશાસ્ત્રની ચોપડીમાં નવા અધ્યાયો જોડવામાં આવશે.
Advertisment

પાઠ્યપુસ્તક બોર્ડે જૂન 2025-26 માં આવનારી પુસ્તકોના લિસ્ટની ઘોષણા કરી છે, જેમાં ધોરણ 6માં અંગ્રેજી માધ્યમ, બીજી ભાષા તરીકે અંગ્રેજીનો છોડીને તમામ પુસ્તકો બદલાઈ જશે. આઠમાં ધોરણમાં પ્રથમ ભાષા ગુજરાતી માધ્યમની પાઠ્યપુસ્તકો ગુજરાતીમાં હશે. ધોરણ 1 માં પ્રથમ અને દ્વિતિય ભાષા ગુજરાતીને છોડીને તમામ માધ્યમોમાં પુસ્તક બદલાઈ જશે.

ગાંધીનગર ગુજરાતી ન્યૂઝ ગુજરાત