Bihar Hooch Death : બિહારના બીજેપી સાંસદોએ સારણ જિલ્લામાં નકલી દારૂના કારણે થયેલા મોતને લઈને નીતિશ કુમાર પર આકરા પ્રહારો કર્યા હતા. રાજ્ય ભાજપ એકમે કેન્દ્ર સરકારને ફેક્ટ ફાઈન્ડિંગ ટીમ મોકલવાની માંગ કરી છે. તેમજ મહાગઠબંધન સરકાર સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
ભાજપના સાંસદ સંજય જયસ્વાલે નકલી દારૂના કારણે થયેલા મૃત્યુને રાજ્ય સરકાર દ્વારા પ્રાયોજિત મૃત્યુ ગણાવ્યા છે અને મુખ્યમંત્રી પર નિશાન સાધ્યું છે. બાય ધ વે, તમને જણાવી દઈએ કે, છેલ્લા છ વર્ષમાં નકલી દારૂના કારણે બિહારમાં બીજેપી શાસિત મધ્યપ્રદેશ અને ગુજરાતની સરખામણીમાં ઓછા લોકોના મોત થયા છે.
બિહાર કરતાં ગુજરાત, મધ્યપ્રદેશ અને હરિયાણામાં વધુ મોત
દેશભરમાં નકલી દારૂના કારણે છેલ્લા છ વર્ષમાં લગભગ સાત હજાર લોકોના મોત થયા છે. લોકસભામાં રજૂ કરાયેલા આંકડા મુજબ, 2016 થી 2021 વચ્ચે, નકલી દારૂ પીવાથી 6,954 લોકોએ જીવ ગુમાવ્યા. મધ્યપ્રદેશમાં નકલી દારૂના કારણે સૌથી વધુ લોકોના મોત થયા છે. એમપીમાં છેલ્લા છ વર્ષમાં 1322 લોકોએ જીવ ગુમાવ્યા છે.
લોકસભામાં રજૂ કરાયેલા આંકડા મુજબ, 2016 થી 2021 વચ્ચે, નકલી દારૂ પીવાથી 6,954 લોકોએ જીવ ગુમાવ્યા
રાજ્ય 2016 2017 2018 2019 2020 2021 છ વર્ષમાં કુલ મધ્ય પ્રદેશ 184 216 410 190 214 108 1,322 કર્ણાટક 68 256 218 268 99 104 1,013 પંજાબ 72 170 159 191 133 127 852 છત્તીસગઢ 142 104 77 115 67 30 535 હરિયાણા 169 135 162 0 10 13 489 ગુજરાત 25 11 1 3 10 4 54 બિહાર 6 0 0 9 6 2 23 પૂરા ભારતમાં કુલ 1,054 1,510 1,365 1,296 947 782 6,954
આ પણ વાંચો – Bihar Hooch Tragedy: મૃત્યુઆંક 38 પર પહોંચ્યો, રાજકારણ ગરમાયું, નીતીશ ભાજપ પર થયા ગુસ્સે
ભાજપના સાંસદે રાજ્ય સરકાર પર નિશાન સાધ્યું
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સારણમાં નકલી દારૂના કારણે અત્યાર સુધીમાં 53 લોકોના મોત થયા છે. નીતીશ સરકાર પર નિશાન સાધતા બીજેપી સાંસદ સંજય જયસ્વાલે કહ્યું છે કે, “પ્રતિબંધ હોવા છતાં પોલીસની મદદ અને સુરક્ષા સાથે દરેક ઘરમાં નકલી દારૂ સપ્લાય કરવામાં આવે છે.” અત્યાર સુધીમાં આવી 15 થી વધુ ઘટનાઓ બની ચુકી છે. સીએમ કહે છે કે, જે લોકો દારૂ પીવે છે તે મરે અથવા જેલમાં જાય. છતાં નકલી દારૂ વેચનારાઓ તેમના પક્ષના ઉમેદવારો બની જાય છે… મુખ્યપ્રધાને જે રીતે વિધાનસભામાં આ મુદ્દા પર વાત કરી તે પરથી લાગે છે કે તેઓ માનસિક સંતુલન ગુમાવી ચૂક્યા છે.