Bihar Hooch Death : નકલી દારૂથી 6 વર્ષમાં મધ્યપ્રદેશમાં 1322, તો બિહારમાં 23 અને ગુજરાતમાં 54ના મોત

Bihar Hooch Death case : બિહારમાં નકલી ઝેરી દારૂ પીવાથી મોત (Poisonous liquor Death) નો આંકડો વધતો જાય છે ત્યારે લોકસભામાં રજૂ થયેલા આંકડા પ્રમાણે 2016થી 2021 એમ 6 વર્ષમાં બિહાર કરતા મધ્ય પ્રદેશ (Madhya Pradesh), ગુજરાત (Gujarat) માં નકલી દારૂથી મોતનો આંકડો વધારે.

Written by Kiran Mehta
Updated : December 16, 2022 14:29 IST
Bihar Hooch Death : નકલી દારૂથી 6 વર્ષમાં મધ્યપ્રદેશમાં 1322, તો બિહારમાં 23 અને ગુજરાતમાં 54ના મોત
બિહાર ઝેરી દારૂથી મોતનો મામલો

Bihar Hooch Death : બિહારના બીજેપી સાંસદોએ સારણ જિલ્લામાં નકલી દારૂના કારણે થયેલા મોતને લઈને નીતિશ કુમાર પર આકરા પ્રહારો કર્યા હતા. રાજ્ય ભાજપ એકમે કેન્દ્ર સરકારને ફેક્ટ ફાઈન્ડિંગ ટીમ મોકલવાની માંગ કરી છે. તેમજ મહાગઠબંધન સરકાર સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

ભાજપના સાંસદ સંજય જયસ્વાલે નકલી દારૂના કારણે થયેલા મૃત્યુને રાજ્ય સરકાર દ્વારા પ્રાયોજિત મૃત્યુ ગણાવ્યા છે અને મુખ્યમંત્રી પર નિશાન સાધ્યું છે. બાય ધ વે, તમને જણાવી દઈએ કે, છેલ્લા છ વર્ષમાં નકલી દારૂના કારણે બિહારમાં બીજેપી શાસિત મધ્યપ્રદેશ અને ગુજરાતની સરખામણીમાં ઓછા લોકોના મોત થયા છે.

બિહાર કરતાં ગુજરાત, મધ્યપ્રદેશ અને હરિયાણામાં વધુ મોત

દેશભરમાં નકલી દારૂના કારણે છેલ્લા છ વર્ષમાં લગભગ સાત હજાર લોકોના મોત થયા છે. લોકસભામાં રજૂ કરાયેલા આંકડા મુજબ, 2016 થી 2021 વચ્ચે, નકલી દારૂ પીવાથી 6,954 લોકોએ જીવ ગુમાવ્યા. મધ્યપ્રદેશમાં નકલી દારૂના કારણે સૌથી વધુ લોકોના મોત થયા છે. એમપીમાં છેલ્લા છ વર્ષમાં 1322 લોકોએ જીવ ગુમાવ્યા છે.

લોકસભામાં રજૂ કરાયેલા આંકડા મુજબ, 2016 થી 2021 વચ્ચે, નકલી દારૂ પીવાથી 6,954 લોકોએ જીવ ગુમાવ્યા

રાજ્ય201620172018201920202021છ વર્ષમાં કુલ
મધ્ય પ્રદેશ1842164101902141081,322
કર્ણાટક68256218268991041,013
પંજાબ72170159191133127852
છત્તીસગઢ142104771156730535
હરિયાણા16913516201013489
ગુજરાત25111310454
બિહાર60096223
પૂરા ભારતમાં કુલ1,0541,5101,3651,2969477826,954

આ પણ વાંચોBihar Hooch Tragedy: મૃત્યુઆંક 38 પર પહોંચ્યો, રાજકારણ ગરમાયું, નીતીશ ભાજપ પર થયા ગુસ્સે

ભાજપના સાંસદે રાજ્ય સરકાર પર નિશાન સાધ્યું

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સારણમાં નકલી દારૂના કારણે અત્યાર સુધીમાં 53 લોકોના મોત થયા છે. નીતીશ સરકાર પર નિશાન સાધતા બીજેપી સાંસદ સંજય જયસ્વાલે કહ્યું છે કે, “પ્રતિબંધ હોવા છતાં પોલીસની મદદ અને સુરક્ષા સાથે દરેક ઘરમાં નકલી દારૂ સપ્લાય કરવામાં આવે છે.” અત્યાર સુધીમાં આવી 15 થી વધુ ઘટનાઓ બની ચુકી છે. સીએમ કહે છે કે, જે લોકો દારૂ પીવે છે તે મરે અથવા જેલમાં જાય. છતાં નકલી દારૂ વેચનારાઓ તેમના પક્ષના ઉમેદવારો બની જાય છે… મુખ્યપ્રધાને જે રીતે વિધાનસભામાં આ મુદ્દા પર વાત કરી તે પરથી લાગે છે કે તેઓ માનસિક સંતુલન ગુમાવી ચૂક્યા છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ