/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/05/Kutch-Black-Out.jpg)
કચ્છના ભુજ નખત્રાણા અને નલિયામાં બ્લેક આઉટ કરી દેવાયું છે. (તસવીર: સોશિયલ મીડિયા)
પાકિસ્તાન તરફથી જમ્મુ અને કાશ્મીર, રાજસ્થાનના બાડમેર અને અમૃતસરમાં ડ્રોન હુમલો કરવામાં આવ્યો હોવાના અહેવાલો છે, ભારતના સુદર્શન ચક્ર એટલે કે S-400 સિસ્ટમે ઘણી પાકિસ્તાની મિસાઇલોનો નાશ કર્યો છે. હાલમાં જમ્મુના અખનૂરમાં પણ બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે, પાકિસ્તાન તરફથી ગોળીબાર ચાલી રહ્યો છે. ભારત પણ પાકિસ્તાનના આ નાપાક ષડયંત્રનો યોગ્ય જવાબ આપી રહ્યું છે. ત્યાં જ ગુજરાતના ભુજમાં પણ સંપૂર્ણ બ્લેક આઉટ કરી દેવામાં આવ્ચું છે.
પાકિસ્તાન દ્વારા સતત હુમલાઓ કરવામાં આવી રહ્યા છે, જે કારણે કચ્છના ભુજ નખત્રાણા અને નલિયામાં બ્લેક આઉટ કરી દેવાયું છે. સાથે જ નાગરીકોને પણ પોતાના ઘરની લાઈટો બંધ કરી દેવા માટે કહેવામાં આવ્યું છે. હાલમાં કચ્છના સીમાવર્તી ગામોમાં બ્લેક આઉટ કરી દેવામાં આવ્યું છે.
આ પણ વાંચો: અખનુર, જમ્મુ અને કાશ્મીરમાં પરિસ્થિતિ તંગ, પાકિસ્તાન તરફથી ડ્રોન હુમલો, જમ્મુ-રાજસ્થાનમાં બ્લેકઆઉટ
તમને જણાવી દઈએ કે, કચ્છ સહિત ગુજરાત અને દક્ષિણ રાજસ્થાનમાં કોઈ વારદાત નથી, માત્ર સાવચેતીના ભાગરૂપે બ્લેક આઉટ કરવાનું પગલું લેવામાં આવી રહ્યું છે.
પાકિસ્તાન તરફથી ડ્રોન હુમલો
પાકિસ્તાન તરફથી ડ્રોન હુમલો કરવામાં આવ્યો હોવાના અહેવાલો છે, ભારતના સુદર્શન ચક્ર એટલે કે S-400 સિસ્ટમે ઘણી પાકિસ્તાની મિસાઇલોનો નાશ કર્યો છે. આ અંગે જમ્મુ અને કાશ્મીર પોલીસના મહાનિર્દેશક શીશ પોલે કહ્યું કે જમ્મુમાં સંપૂર્ણ બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે, મોટા અવાજો આવી રહ્યા છે. માતા વિષ્ણુ દેવી અમારી સાથે છે અમારી સેના બહાદુર છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us