Budget 2026: સુરતનો કાપડ ઉદ્યોગ હરણફાળ ભરશે, બજેટ 2026માં ટેક્સટાઇલ ઉદ્યોગ માટે 5 મોટી યોજના

Budget 2026 Announcement For Textile Sector: બજેટ 2026માં ટેક્સટાઇલ ઉદ્યોગ માટે ઘણી યોજનાઓની ઘોષણા કરવામાં આવી છે, જેનો સીધો લાભ સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને થશે. મેગા ટેક્સટાઇલ પાર્ક સ્થાપવામાં આવશે.

Budget 2026 Announcement For Textile Sector: બજેટ 2026માં ટેક્સટાઇલ ઉદ્યોગ માટે ઘણી યોજનાઓની ઘોષણા કરવામાં આવી છે, જેનો સીધો લાભ સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને થશે. મેગા ટેક્સટાઇલ પાર્ક સ્થાપવામાં આવશે.

author-image
Ajay Saroya
New Update
Budget 2026 textile sector

Budget 2026, Textile Sector : બજેટ 2026ની ટેક્સટાઇલ સેક્ટર માટે 5 મોટી ઘોષણા. Photograph: (Freepik)

Budget 2026 Announcement For Textile Sector: બજેટ 2026માં નાણામંત્રી નિર્મલા સીતારમણ ટેક્સટાઇલ અને ગાર્મેન્ટ ઉદ્યોગ માટે ઘણી પ્રોત્સાહક ઘોષણાઓ કરી છે. બજેટ 2026 ભાષણમાં નાણામંત્રીએ શ્રમ પ્રધાન ઉદ્યોગ માટે 5 મુખ્ય ઘટકો વાળા એક ઇન્ટિગ્રેટેડ પ્રોગ્રામનો પ્રસ્તાવ મૂક્યો છે. જેમા ટેક્સટાઇલ ઉદ્યોગના વિકાસ અને વિસ્તરણ માટે ઘણી મહત્વપૂર્ણ યોજનાઓની જાહેરાત કરવામાં આવી છે, જેનો સીધો લાભ સુરતના ટેક્સટાઇલ અને કાપડ ઉદ્યોગને થશે.

Advertisment

રાષ્ટ્રીય ફાઇબર યોજના

તેમા પ્રથમ છે, રાષ્ટ્રીય ફાઇબર યોજના, જેનો ઉદ્દેશ્ય રેશન, ઉન અને શણ જેવા નેચરલ ફાઇબર સાથે સાથે મેડ મેડ અને નવા મોર્ડન યુગના ફાઇબરમાં આત્મનિર્ભરતા હાંસલ કરવાનો છે. બીજું ટેક્સટાઇલ સેક્ટર અને રોજગાર યોજના, જેના દ્વારા મશીનરી, ટેકનોલોજી મોર્ડનાઇઝેશન, કોમન ટેસ્ટિંગ અને સર્ટિફિકેશન સેન્ટર માટે મૂડી સહાય આપી પરંપરાગત જૂથોનું આધુનિકીકરણ કરવાનો છે. બજેટ 2026માં યાર્ન બેન્ક સ્કીમ અને ગ્રુપ વર્કશેડ સ્કીમ માટેની બજેટ ફાળવણીમાં વધારો કરાયો છે.

કાપડ વિસ્તરણ અને રોજગાર યોજના

બજેટ 2026માં Textile Expansion and Employment Scheme (કાપડ વિસ્તરણ અને રોજગાર યોજના)ની જાહેરાત કરવામાં આવી છે. યોજના હેઠળ ટેસ્ટાઇલ મશીનરી અપગ્રેડ, નવી ટેકનોલોજી અપનાવવા અને એડવાન્સ ટેસ્ટિંગ સપોર્ટ દ્વારા પરંપરાગત ક્લસ્ટરોને આધુનિક બનાવવાનો પ્રયાસ કરવામાં આવશે.

રાષ્ટ્રીય હેન્ડલૂક અને હસ્તશિલ્પ કાર્યક્રમ

FM નિર્મલા સીતારમણે બજેટ ભાષણમાં રાષ્ટ્રીય હેન્ડલૂમ અને હસ્તશિપ કાર્યક્રમ (NHHP)નો ઉલ્લેખ કર્યો છે, જેને વણકર અને કારીગરો માટે લક્ષિત સહાયતાની ખાતરી કરી હાલની યોજનાઓને એકીકૃત કરવા માટે તૈયાર કરવામાં આવી છે. આ યોજના દ્વારા હેન્ડલૂમ ઉદ્યોગની ઉત્પાદકતા અને  આજીવિકા વધારવાનો છે .

Advertisment

ડાંકુની સુરત ફ્રેટ કોરિડોર

બજેટમાં નેશનનલ ઇન્ડસ્ટ્રિયલ કોરિડોર ડેવલપમેન્ટ અને ઇમ્પ્લિમેન્ટેશન ટ્ર્સ્ટ (NICDIT) માટે 3000 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે.  બજેટ 2026માં પૂર્વના ડાંકુની અને પશ્ચિમમાં સુરતને જોડતા નવા ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર બનાવવાની ઘોષણા કરવામાં આવી છે. ડાંકુની સૂરત ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર પૂર્વ અને પશ્ચિમ ભારતના ઔદ્યોગિક કેન્દ્રોને સીધી રીતે જોડશે. ડાંકુની લોજિસ્ટિક હબ સ્વરૂપે કામગીર કરે છે, તો સૂરત ટેક્સટાઇલ અને હીરા ઉદ્યોગનું ગ્લોબલ હબ છે. આ કોરિડોરથી માલસામાનની અવરજવર ઝડપી અને સસ્તી થશે. જેનાથી શણ, ટેક્સટાઇલ, MSME અને મેન્યુફેક્ચરિંગ સેક્ટરને સીધો લાભ થશે. પરિવહન ખર્ચ ઘટવાથી નિકાસ પ્રતિસ્પર્ધા ક્ષમતા મજબૂત મથશે.

આ પણ વાંચો | બજેટ 2026માં શેરબજાર માટે માઠા સમાચાર, જાણો રોકાણકાર તરીકે તમને શું અસર થશે

મેગા ટેક્સટાઇલ પાર્ક સ્થપાશે

બજેટ 2026માં મેગા ટેક્સટાઇલ પાર્ક સ્થાપવાની ઘોષણા થઇ છે. ટેકનિકલ કાપડમાં વેલ્યૂ એડિશન પર ધ્યાન કેન્દ્રિત કરવા હેતું પડકારજનક સ્થિતિમાં મેગા ટેક્સટાઇલ પાર્ક સ્થાપવાનો પ્રસ્તાવ રજૂ કરાયો છે. બજેટ 2026માં પ્રધાનમંત્રી વિકસીત ભારત રોજગાર યોજના માટે 20082 કરોડ રૂપિયા અને ખાદી ગ્રામોદ્યોગ વિકાસ યોજના માટે 1095 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. ઉપરાંત સમર્થ 2.0 ઉદ્યોગ અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે સહયોગ દ્વારા ટેક્સટાઇલ સ્કિલિંગ ઇકોસિસ્ટમને આધુનિક અને અપગ્રેડ કરશે.

Surat ગુજરાત નિર્મલા સીતારમણ બજેટ બિઝનેસ