અમદાવાદમાં હત્યાનો સિલસિલો યથાવત, વિરાટ નગર ઓવરબ્રિજ પાસે કારની ડેકીમાંથી બિલ્ડરની લાશ મળતા ચકચાર

અમદાવાદના એક જાણીતા બિલ્ડરની હત્યાએ સનસનાટી મચાવી દીધી છે. બિલ્ડરનો મૃતદેહ તેમની મર્સિડીઝ કારની ડેકીમાંથી મળી આવતા સમગ્ર શહેરમાં ખળભળાટ મચી ગયો છે. મૃતક બિલ્ડરની ઓળખ હિંમતભાઈ રૂદાણી (62) તરીકે થઈ છે.

Written by Rakesh Parmar
Ahmedabad September 14, 2025 19:12 IST
અમદાવાદમાં હત્યાનો સિલસિલો યથાવત, વિરાટ નગર ઓવરબ્રિજ પાસે કારની ડેકીમાંથી બિલ્ડરની લાશ મળતા ચકચાર
અમદાવાદના એક જાણીતા બિલ્ડરની હત્યાએ સનસનાટી મચાવી દીધી છે. (તસવીર: સોશિયલ મીડિયા)

અમદાવાદના એક જાણીતા બિલ્ડરની હત્યાએ સનસનાટી મચાવી દીધી છે. બિલ્ડરનો મૃતદેહ તેમની મર્સિડીઝ કારની ડેકીમાંથી મળી આવતા સમગ્ર શહેરમાં ખળભળાટ મચી ગયો છે. મૃતક બિલ્ડરની ઓળખ હિંમતભાઈ રૂદાણી (62) તરીકે થઈ છે. પોલીસને શંકા છે કે હત્યા ક્યાંક બીજે કરવામાં આવી હતી અને બાદમાં લાશ કારની ડેકીમાં રાખવામાં આવી હતી અને શનિવારે રાત્રે કાર ત્યજી દેવામાં આવી હતી.

શહેરના ઓઢવ વિસ્તારમાં વિરાટ નગર ઓવરબ્રિજ પાસે કાર ત્યજી દેવાઈ હતી. જાણવા મળ્યું છે કે કારમાંથી દુર્ગંધ આવતાં રહેવાસીઓએ પોલીસને જાણ કરી હતી. થોડા સમય પછી ઓઢવ પોલીસ સ્ટેશનની એક ટીમ ઘટનાસ્થળે પહોંચી અને કારની ડેકીમાંથી રૂદાણીનો મૃતદેહ શોધી કાઢ્યો હતો.

મીડિયા અહેવાલો મુજબ પ્રારંભિક તપાસમાં એવું જાણવા મળ્યું છે કે 62 વર્ષીય બિલ્ડરનું મૃત્યુ તીક્ષ્ણ હથિયાર, સંભવતઃ છરીથી થયેલા અનેક ઘાથી થયું હતું. મૃતકના પુત્રની ફરિયાદના આધારે ઓઢવ પોલીસે કેસ નોંધ્યો છે. તપાસકર્તાઓએ નજીકના વિસ્તારોના સીસીટીવી ફૂટેજ પણ જોયા અને રૂદાણીની હિલચાલ શોધવા અને સંભવિત શંકાસ્પદોને ઓળખવા માટે તેના કોલ રેકોર્ડનું વિશ્લેષણ કર્યું. આ સંકેતોના આધારે પોલીસે શંકાસ્પદોનો પીછો પાડોશી રાજસ્થાન સુઘી કર્યો છે.

આ પણ વાંચો: મહેસાણા નજીક આવેલા ખાતર પ્લાન્ટમાં ભીષણ આગ, 2 કામદારોના મોત; બે ઘાયલ

રાજસ્થાનના સિરોહીથી ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ હિમાંશુ ઉર્ફે રાહુલ રાઠોડ, પપ્પુ મેઘવાલ અને એક સગીર તરીકે થઈ છે. વધુમાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. કેસની તપાસ ચાલી રહી છે.

રૂદાણી એક અગ્રણી બિલ્ડર અને શહેરના પાટીદાર સમુદાયના આદરણીય સભ્ય હતા. તેમની પેઢી, ‘ડીવી ડેવલપર્સ’, અનેક રહેણાંક પ્રોજેક્ટ્સમાં ભાગીદારી માટે જાણીતી છે. તેમની હત્યાએ શહેરના બાંધકામ ઉદ્યોગ અને સમુદાય સંગઠનોમાં શોક ફેલાવ્યો છે. શહેરમાં વધુ એક હિંસક ગુનાના એક દિવસ પછી જ આ ઘટનાના સમાચાર આવ્યા છે, જેમાં પાલડીમાં એક યુવકનું મોત થયું હતું.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ