Video: અમદાવાદમાં બુલેટ ટ્રેનના સ્ટેશનનું કામ કયાં પહોંચ્યું, વીડિયો આવ્યો સામે

Ahmedabad Bullet Train Video: મુંબઈ અને અમદાવાદ વચ્ચે હાઈ સ્પીડ રેલ કોરિડોરનું કામ પ્રગતિ પર છે. NHSRCL દ્વારા આ પરિયોજનાના સંબંધમાં સમય-સમય પર અપટેડ આપવામાં આવે છે. આજે પણ એક વીડિયો શેર કરવામાં આવ્યો છે.

Written by Rakesh Parmar
January 30, 2025 16:44 IST
Video: અમદાવાદમાં બુલેટ ટ્રેનના સ્ટેશનનું કામ કયાં પહોંચ્યું, વીડિયો આવ્યો સામે
અમદાવાદમાં બુલેટ ટ્રેનના સ્ટેશનના નિર્માણનો વીડિયો NHSRCL તરફથી શેર કરવામાં આવ્યો છે. (તસવીર: NHSRCL/X)

Ahmedabad Bullet Train Video: અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનનું કામ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન (NHSRCL) દ્વારા આ પ્રોજેક્ટ પર કામ કરવામાં આવી રહ્યું છે. તાજેતરમાં જ NHSRCL તરફથી એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો અમદાવાદમાં બુલેટ ટ્રેનના સ્ટેશનના નિર્માણનો છે.

NHSRCL એ શેર કર્યો વીડિયો

અમદાવાદ અને મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન પરિયોજના પર પુરજોશમાં કામ ચાલી રહ્યું છે. દરેક સ્તરે કામ થઈ રહ્યું છે. અમદાવાદના સાબરમતી અને અમદાવાદ રેલવે સ્ટેશન સહિત આ રૂટના સ્ટેશનો પર કામ ચાલી રહ્યું છે. નેશનલ હાઈ સ્પીડ કોર્પોરેશન (NHSRCL) તરફથી એક વીડિયો શેર કરવામાં આવ્યો છે, જ્યારે મહારાષ્ટ્રમાં પણ સુરંગનું કામ ચાલી રહ્યું છે. આ વીડિયોમાં જણાવવામાં આવ્યું છે કે, અમદાવાદમાં બુલેટ ટ્રેનનું કામ ક્યાં સુધી પહોંચ્યું છે.

કયાં સુધી પહોંચ્યો બુલેટ ટ્રેન પ્રોજેક્ટ

મુંબઈ અને અમદાવાદ વચ્ચે હાઈ સ્પીડ રેલ કોરિડોરનું કામ પ્રગતિ પર છે. NHSRCL દ્વારા આ પરિયોજનાના સંબંધમાં સમય-સમય પર અપટેડ આપવામાં આવે છે. આજે પણ એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો અમદાવાદમાં બુલેટ ટ્રેનના સ્ટેશનના નિર્માણ કાર્યનો છે. વીડિયોમાં કહેવામાં આવ્યું છે કે, બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં અમદાવાદ એકમાત્ર શહેર છે જ્યાં બુલેટ ટ્રેન સ્ટેશન બનવાઈ રહ્યા છે.

સ્ટેશનોનું નિર્માણ કામ

અમદાવાદમાં નિર્માણાધિન શહેરોમાં અમદાવાદ અને સાબરમતી બુલેટ સ્ટેશન છે. આ બંને સ્ટેશનોના મુસાફરોને ઝડપી અને ખુબ જ આરામદાયક કનેક્ટિવિટી આપવા માટે ડિઝાઈન કરવામાં આવેલ છે. સ્ટેશનના નિર્માણ કાર્યની વાત કરીએ તો સ્ટેશન ભવનનું કામ ચાલી રહ્યું છે. જે પરિયોજનાને પૂર્ણ થવા તરફ લઈ જઈ રહ્યું છે. આ સ્ટેશનમાં કોનકોર્સ લેવલ, રેલ લેવલ અને પ્લેટફોર્મ લેવલના સ્લેબ સંપૂર્ણ રીતે બનાવવામાં આવ્યા છે.

આ પણ વાંચો: ગુજરાતમાં એક જ દિવસમાં મેડિકલની બે વિદ્યાર્થિનીઓની આત્મહત્યા

અમદાવાદ સ્ટેશનને એવી રીતે ડિઝાઈન કરવામાં આવ્યા છે કે મુસાફરોને કોઈ તકલીફ ના પડે. આ સ્ટેશન પર અન્ય પરિવહન સુવિધાઓ પણ સરળતાથી ઉપલબ્ધ રહેશે. આ પ્રોજેક્ટ પૂર્ણ થતા મુસાફરો સીધા રેલવે સ્ટેશન, મેટ્રો સ્ટેશન સાથે જોડાઈ શક્શે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ