cag report gujarat 2023 : ગુજરાતના 500 થી વધુ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં 1,277 સ્ટાફ નર્સો માટે નવી જગ્યાઓની રચના એ 2019-22 વચ્ચેના બજેટમાં મંજૂર કરાયેલી જોગવાઈઓ પૈકીની એક હતી પરંતુ તેનો અમલ થયો નથી, એમ ભારતના કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (CAG) એ શોધી કાઢ્યું છે. તાજેતરનો અહેવાલ બુધવારે ગુજરાત વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યો હતો.
રકમનું આયોજન કરાયું પણ અમલમાં ન લેવાયું
નાણા વિભાગ દ્વારા મંજૂર કરાયેલી અને બજેટમાં સમાવિષ્ટ પરંતુ અમલમાં ન આવી હોય તેવી વસ્તુઓને ટાંકીને કેગે જણાવ્યું હતું કે, “બજેટની જોગવાઈઓ હોવા છતાં, 2019-22 દરમિયાન નવી આઇટમ્સ લાગુ કરવામાં આવી ન હતી.” જોકે નોંધપાત્ર રકમનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેના માટે અલગ રાખવામાં આવ્યું હતું.”
બાળ મૃત્યુદર ઘટાડવાના આ કામની જોગવાઈ પણ અમલમાં ન આવી
પ્રસ્તાવિત વસ્તુઓ જે અમલમાં ન આવી હતી, તેમાં ભાવનગરની સર ટી હોસ્પિટલમાં 300 બેડનો પ્રસૂતિ બાળ આરોગ્ય બ્લોક (રૂ. 10 કરોડની અંદાજપત્રીય જોગવાઇ) અને જામનગરની જીજી હોસ્પિટલમાં સમાન બ્લોક (રૂ. 25 કરોડની અંદાજપત્રીય જોગવાઇ)નો સમાવેશ થાય છે. અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરાની ચાર સરકારી હોસ્પિટલોમાં સ્પેશિયલ ન્યુબોર્ન કેર યુનિટ્સ (SNCUs) ને મજબૂત કરવા માટે માનવબળ પ્રદાન કરવાની દરખાસ્ત બાળ મૃત્યુદર ઘટાડવા માટે રૂ. 10 કરોડની જોગવાઈ હોવા છતાં અમલમાં મૂકવામાં આવી નથી.
સરકાર સરકારી અને ખાનગી મેડિકલ કોલેજોમાં સ્નાતક અને અનુસ્નાતક વિદ્યાર્થીઓ પાસેથી બોન્ડની રકમની વસૂલાત માટે નાયબ મામલતદાર (કરાર આધારિત) ની પોસ્ટ બનાવવામાં પણ નિષ્ફળ રહી છે. સરકારે બજેટ સત્રમાં રાજ્ય વિધાનસભાને જણાવ્યું હતું કે, તેણે એવા ડોકટરો પાસેથી ત્રણ વર્ષમાં રૂ. 139 કરોડ વસૂલ કર્યા છે જેઓ તેમના સર્વિસ બોન્ડનું સન્માન કરવામાં નિષ્ફળ ગયા છે, જેના કારણે તેમને ગ્રામીણ વિસ્તારોમાં સેવા કરવાની જરૂર છે. સુરતમાં કિડની હોસ્પિટલને આધુનિક બનાવવા અને અમદાવાદની સરકારી સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટમાં સ્પોર્ટ્સ ઇન્જરી સેન્ટર શરૂ કરવા માટે સ્પીચ લેંગ્વેજ પેથોલોજી અને ઑડિયોલૉજી વિભાગ માટે સ્ટાફ પૂરો પાડવાની દરખાસ્તને અમલમાં લાવવામાં પણ સરકાર નિષ્ફળ રહી હતી.