IPL Ahmedabad : શુક્રવારે સાંજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનાર ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચેની IPL મેચને ધ્યાનમાં રાખીને અમદાવાદ મેટ્રો ટ્રેન સેવાઓ શનિવારે બપોરે 2 વાગ્યા સુધી લંબાવવામાં આવશે.
ટ્રાફિક ડાયવર્ઝન પ્લાન આપતા, અમદાવાદ ટ્રાફિક ઈસ્ટ પોલીસના ડેપ્યુટી કમિશનર સફીન હસને બુધવારે મીડિયાને જણાવ્યું હતું કે, “જનપથ ટી જંક્શનથી મોટેરા સ્ટેડિયમ ટી જંકશન સુધીનો રસ્તો બંધ રહેશે, અને સામાન્ય વાહનોની હિલચાલ માટે જનપથથી તપોવન થઈને VISAT સર્કલ સુધીનો વૈકલ્પિક માર્ગ બનાવવામાં આવશે.” ત્યાં 29 વધારાની BRTS બસો દોડાવવામાં આવશે, જે IPL દર્શકોની અવરજવર માટે તૈનાત કરવામાં આવશે અને મેટ્રો સેવાઓ શનિવારે બપોરે 2 વાગ્યા સુધી ઉપલબ્ધ રહેશે.
મેટ્રો સેવા સામાન્ય રીતે રાત્રે 10 વાગ્યે બંધ થઈ જાય છે
મેચ માટે શુક્રવારે મોટેરાના નરેન્દ્ર મોદી સ્ટેડિયમના ગેટ સુધી પાર્કિંગ વિસ્તારોથી વિશેષ શટલ સેવા પણ તૈનાત કરવામાં આવશે.
DCP અમદાવાદ ટ્રાફિક વેસ્ટ નીતા દેસાઇએ જણાવ્યું હતું કે, “જે દર્શકો સ્ટેડિયમથી દૂર પાર્કિંગ વિસ્તારોમાં તેમના વાહનો પાર્ક કરશે, તેમના માટે 75 શટલ સેવામાં રહેશે. આ સેવા IPL ટીમ ગુજરાત ટાઇટન્સ દ્વારા સુવિધા આપવામાં આવી રહી છે.”
શટલ સેવાઓ મફત છે અને માત્ર વાહન પાર્કિંગનો શુલ્ક લેવામાં આવશે.
ગેટ નંબર 1 અને ગેટ નંબર 2 પાસે કાર પાર્કિંગની જગ્યા આપવામાં આવી છે.
દેસાઈએ જણાવ્યું હતું કે, “તપોવન અને વિસત સર્કલ પાસે આપવામાં આવેલ પાર્કિંગ વિસ્તારો દૂર છે, અને શટલ સેવાથી ક્રિકેટ ચાહકો માટે સ્ટેડિયમ સુધી સરળતાથી પહોંચવાનું સરળ બનાવશે. દરેક શટલમાં એક સમયે આઠ લોકોને લઈ જવાની ક્ષમતા હોય છે.”
સ્ટેડિયમમાં દર્શકોની સુરક્ષા માટે લગભગ 1600 પોલીસકર્મીઓ તૈનાત રહેશે.
આ પણ વાંચો – ઓનલાઇન અને ટીવી પર આવી રીતે જુઓ આઈપીએલ મેચોનું લાઇવ ટેલિકાસ્ટ અને લાઇવ સ્ટ્રીમિંગ
હસને જણાવ્યું હતું કે, “પાંચ ડીસીપી સ્તરના અધિકારીઓ અને દસ એસીપી (આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ) સ્તરના અધિકારીઓ પણ તેના માટે તૈનાત કરવામાં આવશે. શુક્રવારે બપોરે 3.30 કલાકે પ્રવેશ શરૂ થશે અને મેચ જોવા આવતા ચાહકોને અગાઉથી સ્થળ પર પહોંચી જવા વિનંતી છે. પ્રવેશદ્વાર પર ચેકિંગ અને ફ્રિસ્કિંગ કરવામાં આવશે, સ્ટેડિયમની અંદર ફક્ત ફોન અને પર્સ લાવવાની મંજૂરી આપવામાં આવશે. ચેક મેટના લગભગ 800 કર્મચારીઓ, એક ખાનગી સુરક્ષા એજન્સી, પણ તૈનાત કરવામાં આવશે.