આઈપીએલ પોતાની 16મી સિઝનમાં પ્રવેશ કરી રહી છે. ટૂર્નામેન્ટની શરૂઆત 31 માર્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચેન્નાઇ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચેની મેચથી થશે. આ સિઝન ઘરમાં આરામથી આઈપીએલની લાઇવ એક્શન જોવા માટે એકથી ઘણી રીતો છે.
આઈપીએલની મેચો સ્ટાર સ્પોર્ટ્સની વિવિધ ચેનલો પર જોવા મળશે. આ સિવાય વાયકોમ 18એ બીસીસીઆઈને કુલ 20,500 કરોડ રૂપિયા પેમેન્ટ કરીને ભારતમાં મેચોની લાઇવ સ્ટ્રીમ કરવાના ડિજિટલ રાઇટ્સ મેળવ્યા છે. બીસીસીઆઈએ આઈપીએલ 2023-27ના મીડિયા રાઇટ્સથી 48390 કરોડ રૂપિયા (ડિજિટલ અને ટીવી)કમાણી કરી છે. મીડિયા રાઇટ્સના પાંચ વર્ષોમાં કુલ 410 મેચો રમાશે. બીસીસીઆઈ પ્રતિ મેચ લગભગ 118 કરોડ રૂપિયા કમાણી કરશે.
આઈપીએલ 2023ની મેચ ઓનલાઇન કેવી રીતે જોઇ શકાય?
આઈપીએલ 2023ને જિયો સિનેમા પર મફતમાં લાઇવ સ્ટ્રીમ કરવામાં આવશે. આ કારણે આઈપીએલ લાઇવ સ્ટ્રીમિંગ ગેમ પુરી રીતે બદલી ગઇ છે. આ વર્ષે ક્રિકેટ પ્રશંસકોને આઈપીએલ 2023ની લાઇવ સ્ટ્રીમનો ઉપયોગ કરવા માટે ઓટીટી સબ્સક્રિપ્શન પર પૈસા ખર્ચ કરવા પડશે નહીં. કારણ કે બધી મેચો અલ્ટ્રા એચડીમાં અંગ્રેજી, તમિલ, હિન્દી, તેલુગુ, મરાઠી, ગુજરાતી, બંગાળી અને ભોજપુરી સહિત 12 ભાષાઓમાં મફત ઉપલબ્ધ થશે. જિયો સિનેમા આ સિઝનમાં મફતમાં મલ્ટી કેમ ફિચર આપવાનો પણ દાવો કરે છે.
આ પણ વાંચો – આઈપીએલ 2023 : આ 12 ભારતીય ખેલાડીઓ નેટ્સ પર વધારે પ્રેક્ટિસ નહીં કરે
સ્ટાર સ્પોર્ટસની વિવિધિ ચેનલો ઉપર પણ જોવા મળશે
આઈપીએલની આ સિઝન 12 ભાષાઓમાં જિયો સિનેમા પર મફતમાં લાઇવ સ્ટ્રીમ કરવામાં આવશે. ભારતમાં સ્ટાર સ્પોર્ટસની વિવિધિ ચેનલો ઉપર પણ જોવા મળશે. જેમાં સ્ટાર સ્પોર્ટ્સ 1, સ્ટાર સ્પોર્ટ્સ 1 એચડી, સ્ટાર સ્પોર્ટ્સ સિલેક્ટ 1 એચડી, સ્ટાર સ્પોર્ટ્સ સિલેક્ટ 1 એચડી, સ્ટાર સ્પોર્ટ્સ 3, સ્ટાર સ્પોર્ટ્સ એચડી 3 (અંગ્રેજી), સ્ટાર સ્પોર્ટ્સ 1 હિન્દી, સ્ટાર સ્પોર્ટ્સ 1 એચડી હિન્દી, સ્ટાર સ્પોર્ટ્સ 1 તમિલ, સ્ટાર સ્પોર્ટ્સ 1 તેલુગુ, સ્ટાર સ્પોર્ટ્સ 1 કન્નડ, સ્ટાર સ્પોર્ટ્સ 1 બાંગ્લા, સ્ટાર સ્પોર્ટ્સ 1 મરાઠી, સ્ટાર સ્પોર્ટ્સ મલયાલમ, સુવર્ણા પ્લસ (કન્નડ), જલશા મુવીઝ (બંગાળી), માં મૂવીઝ (તેલુગુ), સ્ટાર પ્રવાહ એચડી (મરાઠી), સ્ટાર ગોલ્ડ, સ્ટાર ગોલ્ડ એચડી, વિજય સુપર એચડી, એશિયાનેટ પ્લસ (રવિવારે રમાનાર મેચો)
જિયો સિનેમા યૂઝર્સ 12 અલગ-અલગ ભાષાઓમાં મેચ જોઇ શકશે
જિયો સિનેમા યૂઝર્સ 12 અલગ-અલગ ભાષાઓમાં મેચ જોઇ શકશે. જેમાં અંગ્રેજી, તમિલ, હિન્દી, તેલુગુ, મરાઠી, ગુજરાતી, બંગાળી અને ભોજપુરી સામેલ છે. કોમેન્ટ્સ અને આંકડા પણ તે જ ભાષાની પસંદ પ્રમાણે બદલાઇ જશે. મલ્ટી કેમેરા એંગલ સિવાય જિયો સિનેમા યુઝર્સને ફોન પર સ્કોર અને પિચ હીટ મેપ્સ જેવા આંકડા જોવાની સુવિધા પણ મળશે.