VIDEO: કચ્છના દરિયામાં તણાયેલા ઊંટ તરીને દ્વારકા પહોંચ્યા, એશિયાની એક માત્ર પાણીમાં તરતી ઊંટની પ્રજાતિ

viral video of camel: કચ્છના દિનદયાલ પોર્ટ પર દરિયામાંથી 10 જેટલા ઊંટોનું ટોળું તણાયું હતું. જે થોડા દિવસો બાદ દ્વારકાના વાડીનાર પોર્ટ પર પહોંચ્યા હતા. જે બાદ વાડીનાર પોલીસે ઊંટના ટોળાનું રેસ્ક્યૂ કર્યું હતું.

Written by Rakesh Parmar
July 08, 2025 15:58 IST
VIDEO: કચ્છના દરિયામાં તણાયેલા ઊંટ તરીને દ્વારકા પહોંચ્યા, એશિયાની એક માત્ર પાણીમાં તરતી ઊંટની પ્રજાતિ
ખારાઇ ઊંટ એશિયામાં માત્ર કચ્છ અને ખંભાતના અખાતના વિસ્તારમાં જ જોવા મળે છે. (તસવીર: સોશિયલ મીડિયા વીડિયો ગ્રબ)

ગુજરાત આખાામાં મેઘરાજા ધડબડાટી બોલાવી રહ્યા છે. ગઇકાલે કચ્છ જિલ્લામાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી હતી. આ દરમિયાન એક ખુબ જ આશ્ચર્યજનક ઘટના સામે આવી છે. થોડા દિવસ પહેલા કચ્છથી કેટલાક ઊંટ દરિયામાં તણાયા હતા જે તરીને કેટલાક દિવસ બાદ દ્વારકા જિલ્લાના વાડીનાર બંદર નજીક પહોંચી ગયા હતા. આ ઘટનાને જોઈ લોકો દંગ રહી ગયા હતો. જોકે 10 જેટલા ઊંટોનું દ્વારકા ખાતે વાડીનાર પોલીસ અને કોસ્ટગાર્ડ દ્વારા તેમનું રેસ્ક્યું કરાયું હતું.

કચ્છના દિનદયાલ પોર્ટ પર દરિયામાંથી 10 જેટલા ઊંટોનું ટોળું તણાયું હતું. જે થોડા દિવસો બાદ દ્વારકાના વાડીનાર પોર્ટ પર પહોંચ્યા હતા. જે બાદ વાડીનાર પોલીસે ઊંટના ટોળાનું રેસ્ક્યૂ કર્યું હતું. હાલમાં સિંગચ ગામના માલધારીઓના ઊંટ હોવાની પ્રાથમિક માહિતી સામે આવી રહી છે.

તમને જણાવી દઈએ કે, દુનિયામાં ખારાઈ ઊંટની એકમાત્ર પ્રજાતિ એવી છે જે દરિયામાં તરી શકે છે. મૂળ કચ્છના ખારાઈ ઊંટ એશિયમાં એક માત્ર પાણીમાં તરી શકતી ઊંટની પ્રજાતિ છે. જે પોતાનો ચારો ચરવા માટે દરિયામાં જાય છે અને ચેરનાં વૃક્ષોનો ચારો ચરે છે. કચ્છમાં ભચાઉ તાલુકાના ચિરઈથી વોન્ધ, જંગી, આંબલીયારા અને સુરજબારી સુધીના દરિયાઈ ખાડીના વિસ્તારમાં આ ઊંટની પ્રજાતિ જોવા મળે છે. ભારત સરકાર દ્વારા વર્ષ 2016માં ઊંટની આ પ્રજાતિને રાષ્ટ્રીય માન્યતા મળી ચૂકી છે.

આ પણ વાંચો: ડાંગ ખાતે પ્રવાસીઓની મજા બની ગઈ સજા, જુઓ વીડિયો

ખારાઇ ઊંટની વિશેષતા

ખારાઇ ઊંટ એશિયામાં માત્ર કચ્છ અને ખંભાતના અખાતના વિસ્તારમાં જ જોવા મળે છે. ખારાઇ ઊંટ દરિયાઇ ખાડીમાં તરી શકે છે, દરિયામાં તરવાની કુદરતી ક્ષમતા ફકત ખારાઇ ઊંટમાં જ છે અન્ય કોઇ ઊંટમાં નથી હોતી. દરિયાઇ ખાડીમાં થતી ચેર વનપસ્પતિના પાંદડા ખારાઈ ઊંટનો મુખ્ય ખોરાક છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ