રિતુ શર્મા: આજે ભરતકામનો વ્યાપ વધી રહ્યો છે. ત્યારે ભરતકામ કરતા કલાકારોને ઘણી તકલીફોનો સામનો કરવો પડતો હોય છે. એવામાં તેમની આ તકલીફોને દૂર કરવા માટે CEPTના વિધાર્થીઓ આગળ આવ્યા છે. CEPT વિશ્વવિધાલય (CEPT University) ના વિધાર્થીઓના એક જૂથે ભરતકામના કારીગરોના કામને સરળ બનાવવા માટે અને તેમની સુખાકારી અંગે તકેદારી રાખતા એક તકનિકનું આવિષ્કાર કર્યું છે.
આ તકનિક કારીગરને પીઠ દર્દથી રાહત મળે એ વ્યવસ્થા સાથે બનાવવામાં આવી છે. આ મશીનમાં એક પોજી ગાદી તેમજ અંધારામાં કામ કરવા માટે સરળતા રહે તે માટે વિધાર્થીઓએ અમુક સંશોધન કર્યું છે. મહત્વનું છે કે, ભરતકામ કરતી આર્ટિસ્ટ મહિલાઓ મોટાભાગે કચ્છ, પાટણ, બનાસકાંઠા તેમજ સુરેન્દ્રનગર જિલ્લાના ગામોમાં સ્થિત છે.
પાટણ જિલ્લાના સંથાલપુરની 60 વર્ષીય પુરીબેન આહીર જે છેલ્લા 50 વર્ષથી ભરતકામ કરી રહી છે. તેમણે જણાવ્યું કે, તેણે અને તેની દીકરી હેતલે ટેકાની પટ્ટી અને પ્રકાશ ઉત્સર્જક હારનો ઉપયોગ કર્યો હતો. જે ખુબ જ મદદગાર અને ઉપયોગી સાબિત થયો છે.
આ પણ વાંચો: Today News Live Updates: ગુજરાત સહિત દેશ-વિદેશના તમામ તાજા સમાચાર વાંચવા અહિં ક્લિક કરો
આ સાથે પુરીબેને જણાવ્યું હતું કે, CEPTના વિધાર્થીઓએ અમારી સમસ્યાઓને સમજવા માટે અમારી સાથે કામ કર્યું છે. ત્યારે આ પ્રકાશ ઉત્સર્જક હારને કારણે અમને રાત્રે કામ કરવામાં ખુબ જ સરળતા રહે છે, બેલ્ટ અમને સીધા બેસવામાં મદદ કરે છે. પુરીબેને વાતચીતમાં વધુમાં જણાવ્યું હતું કે, સ્વ-નિયોજીત મહિલા સંઘ સાથે કારે છે.
CEPT યૂનિવર્સિટી અને નોર્વેજિયન યૂનિ.ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીના એકેડેમી સહયોગ હેઠળ ચાર વર્ષની યોજના થ્રેડ્સ ઓફ ઇનોવેશનના ભાગપરૂપે ડિઝાઇન CEPT ફેકલ્ટીના 12 વિધાર્થીઓએ મળીને આ ટેકનોલોજી બનાવી છે.
આ યોજનાના ભાગપરૂપે વિધાર્થીઓએ ભરતકામ કરતા લોકોને પડતી મુશ્કેલીઓને સમજવા અને માહિતગાર થવા માટે કચ્છ, પાટણ તેમજ સુરેન્દ્રનગરના ભરતકામ કરતા તેમજ બ્લોગ પ્રિંટિંગ કરતા કલાકારો સહિત 4 મહિલા કારીગરો સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે જાણવા મળ્યું કે, દિન-રાત ભરતકામ કરવાથી કલાકારીઓમાં કમર દર્દની તકલીફ વ્યાપકપણે છે.
આ મશીન ડિઝાન કરનાર ત્રણ છાત્રમાંથી એક શાંતનુ એક.ચક્રવર્તીએ જણાવ્યું કે, “ટેકાની પટ્ટીમાં ટેક્સટાઈલ આધારિત ટચ સેન્સર છે જે બઝર સાથે જોડાયેલ છે”. જ્યારે ઉપયોગકર્તા સીધા બેસે છે, ત્યારે આ બઝર નિષ્ક્રિય થઇ જાય છે, પણ યૂઝર્સ જ્યારે અનિયમિત સ્થિતિમાં આ ખુરશી પર બેસે છે તો આ બઝર એક્ટિવ થાય છે અને યૂઝર્સને સીધા બેસવા માટે સચેત કરે છે”.
ભરતકામ કારીગરોની બીજી સમસ્યા રાત્રે વીજળી કપાત. આ સમસ્યા સામે લડવા માટે પ્રિશા શાહ, સૌમ્યા પાટિલ અને કનુશ્રી તનેજસ દ્વારા ખાસ સિતારા, પ્રકાશ ઉત્સર્જક હાર ડિઝાઇન કરાયો હતો. સિતારામાં લિથિયમ આયન બેટરી દ્વારા સંચાલિત એલીડી લાઇટ છે.
CEPTના વિધાર્થીઓનું અન્ય એક સંશોધન ઓડચા છે. જે એક વોટરપ્રુફ ઓઢણી છે. જેને સ્થાનિય રૂપે પ્રાપ્ત મોમનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, કારીગરો ખુલ્લામાં કામ કરતા હોય છે. ત્યારે મચ્છરોની સમસ્યા હલ કરવા માટે કપૂર અને નીમના તેલમાંથી બનાવેલ હીટ એક્ટિવેટેડ રિફિલેબલ મોસ્કિટો રેપેલેંટ તૈયાર કર્યું છે.