ગુજરાતના દેવભૂમિ દ્વારકામાં આવેલા પ્રસિદ્ધ દ્વારકાધીશ મંદિર ખાતે હજારો સંખ્યામાં દર્શનાર્થીઓ આવતા હોય છે. તેવામાં આગામી દિવાળીના પવિત્ર તહેવારને લઈને સુપ્રસિદ્ધ દ્વારકાધીશ જગત મંદિરના દર્શન અને કાર્યક્રમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
દ્વારકાધીશ મંદિરના સમયમાં ફેરફાર
- 20 ઓક્ટોબર, સોમવાર (દિવાળી)
- મંગળા આરતી સવારે 5:30 વાગ્યે
- સ્નાન દર્શન સવારે 6:30 થી 7:30 વાગ્યે બંધ
- અન્નકૂટ ઉત્સવ (નિત્ય ક્રમ મુજબ)
- અનોસર દર્શન બંધ બપોરે 1 વાગ્યે
- ઉત્થાપન સાંજે 5 વાગ્યે
- હાટડી દર્શન રાતે 8:15 વાગ્યે
- શયન આરતી રાતે 9:45 વાગ્યે
- 21 ઓક્ટોબર, મંગળવાર
- મંગળા આરતી: સવારે 6:30 વાગ્યે
- ગોવર્ધન પૂજા: સવારે 11:30 વાગ્યે
- અનોસર દર્શન બંધ: બપોરે 1 વાગ્યે
- અન્નકૂટ દર્શન: સાંજે 5 થી 7 વાગ્યા સુધી
- શયન આરતી રાત્રે 9:45 વાગ્યે
તમને જણાવી દઈએ કે, 22 ઓક્ટોબરના રોજ નૂતન વર્ષ અને 23 ઓક્ટોબરે ભાઈબીજના દિવસે દર્શન નિત્યક્રમ મુજબ રહેશે.
દ્વારકાધીશ મંદિર, દ્વારકા
દ્વારકાધીશ મંદિર ભગવાન શ્રીકૃષ્ણનું પ્રખ્યાત મંદિર છે, જે ગુજરાતના પશ્ચિમ છેડે દરિયા કિનારે દેવ ભૂમિ દ્વારકામાં આવેલું છે. શ્રી કૃષ્ણને સમર્પિત દ્વારકાધીશ મંદિર મૂળરૂપે આશરે 2,500 વર્ષ પહેલાં બાંધવામાં આવ્યો હતો. હિન્દુ ધર્મના ચાર ધામમાં પણ દ્વારકાધીશ મંદિરનો સમાવેશ થાય છે. દ્વારાધીશ મંદિર પર લહેરાતી 52 ગજની ધ્વજા ભક્તોની આસ્થાનું પ્રતિક છે.