Christmas Trip: ગુજરાતીઓની ક્રિસમસ વેકેશન ટ્રીપ બની મોંઘી, અમદાવાદથી મુંબઈ અને ગોવાની ફ્લાઈટ ટિકિટમાં ધરખમ વધારો

Christmas celebrations: ગુજરાતીઓની ક્રિસમસ વેકેશન ટ્રીપ મોંઘી બની હોય તેવું લાગી રહ્યું છે. અમદાવાદથી મુંબઈ અને અમદાવાદથી ગોવાની ટિકિટના ભાડમાં ભારે ભરખમ વધારો થઈ ગયો છે.

Written by Rakesh Parmar
Updated : December 24, 2024 16:14 IST
Christmas Trip: ગુજરાતીઓની ક્રિસમસ વેકેશન ટ્રીપ બની મોંઘી, અમદાવાદથી મુંબઈ અને ગોવાની ફ્લાઈટ ટિકિટમાં ધરખમ વધારો
અમદાવાદથી મુંબઈ અને ગોવાના વિમાન ટિકિટ ભાડામાં ધરખમ વધારો. (તસવીર: Freepik)

Christmas Vacation Trip: ક્રિસમસની સાથે આવનારા 2025 ના નવા વર્ષની ઉજવણીનો માહોલ બરાબરનો જામ્યો છે. ત્યારે ક્રિસમસ સમયે વિદેશ ફરવા જવાનો ધસારો પણ પ્રવાસ પ્રેમીઓમાં જોવા મળ્ળી રહ્યો છે. વિદેશની સાથે-સાથે દેશના અન્ય રાજ્યોમાં પણ લોકો ફરવા જવાનું પસંદ કરી રહ્યાં છે. આ વખતે લોકોમાં વિદેશમાં હોંગકોંગ તેમજ દુબઈ અને ડોમેસ્ટિકમાં ગોવા તેમજ રાજસ્થાન ટુરીસ્ટ પ્લેસ તરીકે હોટ ફેવરિટ જોવા મળી રહ્યાં છે. ત્યારે ગુજરાતીઓની ક્રિસમસ વેકેશન ટ્રીપ મોંઘી બની હોય તેવું લાગી રહ્યું છે. અમદાવાદથી મુંબઈ અને અમદાવાદથી ગોવાની ટિકિટના ભાડમાં ભારે ભરખમ વધારો થઈ ગયો છે.

ગોવાની એક ફ્લાઈટ ટિકિટના 11,000 તો દુબઇના 46,000

છેલ્લા કેટલાક સમયથી ગુજરાતી પ્રવાસીઓ ગોવા જવાનું વધુ પસંદ કરી રહ્યા છે. ત્યાં જ ક્રિસમસની ઉજવણી માટે પણ ગુજરાતી પ્રજા ગોવાને વધુ પસંદ કરી રહ્યા છે પરંતુ એક મહિના અગાઉ અમદાવાદથી ગોવા જવાનું ભાડું 4000 થી 4500 આસપાસ હતું તે હવે ક્રિસમસ દરમિયાન 11,000 રૂપિયાને આંબી ગયું છે. ત્યાં જ મુંબઈ વિમાનની ટિકિટમાં પણ ધરખમ ભાવ વધારો જોવા મળી રહ્યો છે. ક્રિસમસ અને 31 ડિસેમ્બરની ઉજવણી માટે મુંબઈ જઈ રહેલા લોકોએ વિમાનની એક ટિકિટ માટે 4500 થી 5000 રૂપિયા ચુકવવા પડી રહ્યા છે. આમ સામાન્ય દિવસો કરતાં ક્રિસમસના દિવસોમાં ગોવા-મુંબઈની ફ્લાઈટના ભાડામાં 15 થી 20 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો: ગુજરાતમાં 2024માં થયેલી મોટી ઈવેન્ટ્સ, જેણે દેશ-દુનિયાનું ધ્યાન ખેંચ્યું

ક્રિસમસની આ ઉજવણી લોકો વિદેશમાં કે દેશના વિવિધ રાજ્યોમાં જઈને ઉજવવાનું લોકો પસંદ કરી રહ્યાં છે. વિદેશમાં ફરવા જવા માટે હોંગકોંગ અને દુબઈ પ્રવાસીઓ માટે હોટફેવરીટ જોવા મળી રહ્યાં છે ત્યારે દુબઈ જવા માટે ફ્લાઈટની એક ટિકિટનો ભાવ 46,000 રૂપિયાની આસપાસ પહોંચી ગયો છે.

અમદાવાદથી રાઉન્ડ ટ્રીપ વ્યક્તિદીઠ ભાડું

સ્થાનસામાન્ય સિઝનમાં ભાડુંક્રિસમસ અને 31st ની સિઝનમાં ભાડું
ગોવા 7,50010,000
દિલ્હી 7,5009,000
કોચીન 1200014, 500
ચંદીગઢ 11,00014,500
બેંગ્લોર 10,00012,000
મુંબઈ 55008000
પોર્ટબ્લેર 20,00050,000
દુબઈં 33,00046,000
છેલ્લા એક મહિનામાં ચેંજ થયેલા ભાડા

જો તમને હિમ વર્ષા પસંદ હોય તો નાતાલની રજાઓમાં ક્રિસમસ ટ્રીપ માટે આ બેસ્ટ સ્થળો વિઝીટ કરી શકો છો અને તમારા પ્રવાસને યાદગાર બનાવી શકો છો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ