/indian-express-gujarati/media/media_files/2025/12/24/gujarat-police-bharati-2025-2025-12-24-07-38-06.jpg)
ગુજરાત પોલીસમાં પસંદગી પામેલા ઉમેદવારોને નિમણુંક પત્રો એનાયત કરાયા
ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા રાજ્યની સુરક્ષા વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવા લોકરક્ષક કેડરની ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. આ ભરતી અંતર્ગત પસંદગી પામેલા હજારો યુવા ઉમેદવારો માટે 23 ડિસેમ્બર 2025, મંગળવારના રોજ ગાંધીનગરના સેક્ટર-11 સ્થિત રામકથા મેદાન ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ‘પસંદગી પત્ર એનાયત કરાયા હતા.
લોકરક્ષક કેડરમાં કુલ 11,899 ઉમેદવારોની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જે પૈકી 8,782 પુરૂષ અને 3,117 મહિલા ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. હાલના તબક્કે જે ઉમેદવારોના ડોક્યુમેન્ટ વેરિફિકેશન પૂર્ણ થયેલ છે તેવા કુલ 11,607 ઉમેદવારોને આ કાર્યક્રમમાં નિમણૂક પત્રો એનાયત કરાયા.
નોંધનીય છે કે વર્તમાન ભરતી પ્રક્રિયા પૂર્ણ થવાની સાથે જ રાજ્ય સરકાર દ્વારા પોલીસ દળમાં ખાલી રહેલી અન્ય 13,591 જગ્યાઓ માટે પણ નવી જાહેરાત પ્રસિદ્ધ કરાઇ હતી.
આ પણ વાંચો: સુરતમાં સાત વર્ષની પુત્રીને માતા અપાવવા જઈ રહી હતી સંન્યાસ, પિતાની વિનંતી પર કોર્ટે તેના પર લગાવી રોક
આ અવસરે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કહ્યું કે, આ પસંદગીપત્ર માત્ર સરકારી નોકરીનો એપોઇન્ટમેન્ટ લેટર નથી, જવાબદારી, શિસ્ત પાલન અને રાષ્ટ્ર સેવાનો સંકલ્પ લેવાનો અવસર છે.
મુખ્યમંત્રીએ યુવા અને ઉત્સાહ પ્રેરક નવી પસંદગી પામેલા પોલીસ કર્મીઓને માનવસેવાનો ધર્મ અને રાષ્ટ્રહિત પ્રથમનો ભાવ હંમેશા હૈયે રાખીને ફરજરત રહેવાની શીખ આપી હતી
રાજ્યના મુખ્ય સચિવ એમ.કે.દાસ, રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય, પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ ડૉ. નીરજા ગોટરૂ સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us