North India Cold, Winter in North India, Gujarat Weather Forecast Today: ઉત્તર ભારતમાં શીતલહેર યથાવત છે જેના પગલે ઉત્તર ભારતમાં સ્થિતિ ખરાબ છે. આગામી ણ દિવસ કોઈ રાહત મળવાની આશા દેખાઈ નથી રહી. હવામાન વિભાગે આગાહી કરી છે કે દિલ્હીમાં આગામી ત્રણ દિવસ સુધી કોલ્ડવેલ ચાલું રહેશે અને વિઝિબિલિટી 0 મીટર પણ રહી શકે છે. જ્યારે 10 જાન્યુઆરી બાદ કોલ્ડવેવમાં ઘટાડો થઈ શકે છે. હવામાન વિભાગે ઉત્તર પ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં રેડ એલર્ડ જાહેર કર્યું છે. બીજી તરફ ગુજરાતમાં કડકડતી ઠંડીમાંથી નજીવી રાહત મળી છે. છેલ્લા બે ત્રણ દિવસથી ઠંડીમાં ઘટાડો નોંધાયો હતો. રવિવારે નલિયામાં 12.5 ડિગ્રી તાપમાન સાથે સૌથી ઠંડુ તાપમાન રહ્યું હતું. ગત અઠવાડિયે નલિયામાં તાપમાન 2 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું. જ્યારે ઓખામાં 20.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
ગુજરાતમાં ઠંડીમાં નજીવી રાહત
ગુજરાતમાં છેલ્લા બે ત્રણ દિવસથી ઠંડીનું જોર ઘટ્યું છે. ઠંડા પવનો પણ ધીમા પડ્યા છે જેના કારણે ઠંડીનો પારો ઉચકાયો છે. ગુજરાતમાં સૌથી ઠંડુ ગણાતું નલિયામાં પણ ઠંડીનો પારો ઉચકાઈને 12.5 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. જ્યારે ઓખા 20.8 ડિગ્રી તાપમાન સાથે સૌથી ગરમ શહેર રહ્યું હતું. રાજ્યમાં 12 ડિગ્રીથી 16 ડિગ્રી વચ્ચે સરેરાશ તાપમાન નોંધાયું હતું.
ગુજરાતમાં રવિવારે ક્યાં કેટલી ઠંડી નોંધાઈ
શહેર | મહત્તમ | લઘુત્તમ |
અમદાવાદ | 30.6 | 16.7 |
ડીસા | 29.8 | 14.8 |
ગાંધીનગર | 29.8 | 15.2 |
વલ્લભ વિદ્યાનગર | 30.8 | 14.4 |
વડોદરા | 30.4 | 14.6 |
સુરત | 31.5 | 21.2 |
વલસાડ | 00 | 19.0 |
દમણ | 31.4 | 18.2 |
ભુજ | 32.1 | 14.4 |
નલિયા | 30.6 | 12.5 |
કંડલા પોર્ટ | 28.2 | 16.6 |
કંડલા એરપોર્ટ | 30.8 | 15.8 |
ભાવનગર | 29.5 | 16.4 |
દ્વારકા | 29.0 | 18.0 |
ઓખા | 24.8 | 19.0 |
પોરબંદર | 32.5 | 18.0 |
રાજકોટ | 32.7 | 17.2 |
વેરાવળ | 30.6 | 20.8 |
દીવ | 29.6 | 18.1 |
સુરેન્દ્રનગર | 31.0 | 16.5 |
મહુવા | 30.8 | 16.1 |
દિલ્હીમાં તાપમાન 3-4 ડિગ્રીની આસપાસ રહી શકે છે
ભારતીય હવામાન વિભાગના વરિષ્ઠ વૈજ્ઞાનિક આરકે જેનામાનીએ સમાચાર એજન્સી ANIને જણાવ્યું કે, “આજે રાત્રે દિલ્હીમાં ઠંડી રહેશે અને તાપમાન 3-4 ડિગ્રીની આસપાસ રહેશે. કેટલાક સ્ટેશનો પર 2 ડિગ્રી તાપમાન હોઈ શકે છે. પરંતુ 10 જાન્યુઆરીથી કોઈ ગાઢ ધુમ્મસ નહીં હોય, કોઈ શીત લહેર નહીં હોય.”
આ પણ વાંચોઃ- આજનો ઇતિહાસ : 9 જાન્યુઆરી પ્રવાસી ભારતીય દિવસ અને ભારતની પ્રથમ મુસ્લિમ શિક્ષિકા ફાતિમા શેખની જન્મજયંતિ
ઉત્તર પ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં રેડ એલર્ટ
હવામાન વિભાગ દ્વારા પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, ઉત્તર પ્રદેશમાં રેડ એલર્ટ અને રાજસ્થાન, બિહારમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં ગાઢથી ગાઢ ધુમ્મસ રહેશે. તે જ સમયે, એવું પણ કહેવામાં આવ્યું છે કે કાર ચલાવતા લોકોએ સ્પીડ લિમિટનું પાલન કરવું જોઈએ અને સલામતીની તમામ શરતોનું પાલન કરવું જોઈએ.
દિલ્હીમાં 15 જાન્યુઆરી સુધી શાળાઓ બંધ
દિલ્હી સરકારે શીતલહેરના કારણે તમામ ખાનગી શાળાઓને રવિવારે 15 જાન્યુઆરી સુધી બંધ રાખવાનો નિર્દેશ આપ્યો છે. દિલ્હી સરકારની સલાહ એવા દિવસે આવી છે જ્યારે દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 1.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
શિયાળામાં વૃદ્ધોને હાર્ટ એટેકનો ખતરો વધુ હોય છે
ફોર્ટિસ હોસ્પિટલના સિનિયર કાર્ડિયોલોજિસ્ટ ડૉ. મનોજ કુમારે ઠંડીના વાતાવરણમાં હાર્ટ એટેકના વધતા જતા કેસો અંગે જણાવ્યું હતું કે શિયાળામાં વૃદ્ધોને હાર્ટ એટેકનો ખતરો વધુ હોય છે, પરંતુ આજકાલ યુવાનોમાં પણ તે જોવા મળે છે. તેનાથી બચવા માટે લોકોએ શિયાળામાં સૂર્યોદય પહેલા સવારે ચાલવા જવાનું ટાળવું જોઈએ. મનોજ કુમારે વધુમાં જણાવ્યું હતું કે આ એક પ્રકારની માન્યતા છે કે ડ્રિંક અને સ્મોકિંગ કરવાથી શિયાળામાં શરીર ગરમ રહે છે. લોકોએ ઘરની અંદર સક્રિય રહેવું જોઈએ પરંતુ બહારની પ્રવૃત્તિઓ ટાળવી જોઈએ.