ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. દરેક રાજકીય પક્ષ મતદાતાઓને આકર્ષવા માટે તમામ પ્રયાસો કરી રહ્યા છે અને તેની માટે પોતાના લોકપ્રિય સ્ટાર પ્રચારકોને મેદાનમાં લાવવાની તૈયારી કરી રહ્યા છે. ભાજપ બાદ હવે કોંગ્રેસે પણ ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે પોતાના 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે.
કોંગ્રેસની સ્ટાર પ્રચારકોની યાદીમાં પાર્ટીના અધ્યક્ષ મલ્લિકાર્જન ખડગે, યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી વાડરા, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત, સચિન પાયલોટ, ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા, દિગ્વિજય સિંહ, કમલનાથ, ભૂપેશ બધેલ, કાંતિલાલ ભૂરિયા સહિત કુલ 40 વ્યક્તિઓનો સમાવેશ થાય છે. જેઓ ગુજરાતની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારનો પ્રચાર-પ્રસાર કરશે.
ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં કોઇ કસર છોડવા માંગવા નથી. કોંગ્રેસ તેના 40 સ્ટાર પ્રચારકોની યાદીમાં રાજસ્થાન અને છત્તીસગઢના મુખ્યમંત્રીઓ સહિત પક્ષના ઘણા દિગ્ગજ નેતાઓનો સમાવેશ કર્યો છે.
કોંગ્રેસના 40 સ્ટાર પ્રચારકોમાં કોનો - કોનો સમાવેશ
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના 40 સ્ટાર પ્રચારકોની યાદીમાં સામેલ નેતાઓના નામ આ મુજબ છે.
ક્રમ | નામ | ક્રમ | નામ |
---|---|---|---|
1 | મલ્લિકાર્જૂન ખડગે | 21 | ભરતસિંહ સોલંકી |
2 | સોનિયા ગાંધી | 22 | અર્જૂન મોઢવાડિયા |
3 | રાહુલ ગાંધી | 23 | સિદ્ધાર્થ પટેલ |
4 | પ્રિયંકા ગાંધી વાડરા | 24 | અમિત ચાવડા |
5 | અશોક ગહેલોત | 25 | નારણભાઇ રાઠવા |
6 | ભૂપેશ બધેલ | 26 | જિગ્નેશ મેવાણી |
7 | રમેશ ચેન્નીથલ | 27 | પવનખેરા |
8 | દિગ્વિજય સિંહ | 28 | ઇમરાન પ્રતાપગઢી |
9 | કમલનાથ | 29 | કન્હૈયા કુમાર |
10 | ભૂપેન્દ્રસિંહ હુડ્ડા | 30 | કાંતિલાલ ભૂરિયા |
11 | અશોક ચવ્હાન | 31 | નસીમ ખન |
12 | તારિક અનવર | 32 | પરેશ ધાનાણી |
13 | બીકે હરીપ્રસાદ | 33 | રાજેશ લિલોથિયા |
14 | મોહન પ્રકાશ | 34 | વિરેન્દ્રસિંહ રાઠોડ |
15 | શક્તિસિંહ ગોહીલ | 35 | ઉષા નાયડુ |
16 | રઘુ શર્મા | 16 | રામકિશન ઓઝા |
17 | જગદીશ ઠાકોર | 37 | બીએમ સંદીપ |
18 | સુખરામ રાઠવા | 38 | અનંત પટેલ |
19 | સચિવ પાયલોટ | 39 | અમરિંદર સિંહ રાજા |
20 | શિવાજી રાવ મોધે | 40 | ઇન્દ્રવિજયસિંહ ગોહીલ |
ભાજપે પણ 40 સ્ટાર પ્રચારકોને ચૂંટણી જંગમાં ઉતાર્યા
ભાજપે પણ ગુજરાત વિધાનસભા ચૂંટણી સભા ગજવવા માટે પોતાના 40 સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતારશે. ભાજપની 40 સ્ટાર પ્રચારકોની યાદીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા ઉપરાંત કેન્દ્રીય પ્રધાનો નીતિન ગડકરી, સ્મૃતિ ઈરાની, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણનો પણ સમાવેશ થાય છે. તે ઉપરાંત ભોજપુરી ફિલ્મ સ્ટાર અને સાંસદ મનોજ તિવારી, દિનેશ લાલ યાદવ ‘નિરહુઆ’, રવિ કિશન, હેમા માલિની, પરેશ રાવલ, ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ પણ ચૂંટણી સભા ગજવશે.
આ પણ વાંચોઃ- રાહુલની ગેરહાજરી મામલે ગુજરાત કોંગ્રેસ બચાવ મોડમાં
અત્રે ઉલ્લેખનિય છે કે, વર્ષ 2017માં રાજ્યમાં કોંગ્રેસ પાર્ટીએ 77 સીટો પર જીત મેળવી હતી. આ સંખ્યા 1990 પછી સૌથી વધારે હતી જ્યારે ભાજપની 99 સીટો સૌથી ઓછી હતી. કોંગ્રેસ નેતાઓનો તર્ક છે કે સૌથી સારી બાબત એ છે કે રાહુલ ગાંધી ભારત જોડો યાત્રાથી વિચલિત થયા નથી. ઉલ્લેખનીય છે કે તેમણે હિમાચલ પ્રદેશમાં પણ પ્રચાર કર્યો નથી. જોકે, હિમાચલ પ્રદેશમાં પ્રિયંકા ગાંધી વાડ્રાએ પાર્ટી અભિયાનની કમાન સંભાળી હતી.