scorecardresearch

coronavirus BF.7: ગુજરાત કોરોના સામે લડવા તૈયાર, સુરત અને વડોદરા સહિત કેવી છે તૈયારીઓ?

coronavirus bf 7: ભારત સરકાર અને રાજ્યોની સરકારો કોરોના વાયરસ સામે લડવા માટે તૈયાર છે. ગુજરાત સરકાર પણ કોરોના વાયરસ સામે લડવા માટે તૈયાર છે. જેના પગલે સુરત અને વડોદરા શહેરમાં આગોતરી તૈયારીઓ કરાઈ છે.

coronavirus BF.7: ગુજરાત કોરોના સામે લડવા તૈયાર, સુરત અને વડોદરા સહિત કેવી છે તૈયારીઓ?
ભારતમાં કોરોના કેસમાં સતત વધારો (પ્રતિકાત્મક તસવીર)

Gujarat coronavirus BF.7: કોરોના વાયરસના નવા વેરિઅન્ટે સમગ્ર ચીનમાં હાહાકાર મચાવી દીધો છે. જેની અસર વિશ્વના દરેક દેશો ઉપર જોવા મળી રહી છે. ચીનથી અડીને આવેલા ભારત ઉપર કોરોના વાયરસનો વધારે ખતરો મંડરાઈ રહ્યો છે. ત્યારે ભારત સરકાર અને રાજ્યોની સરકારો કોરોના વાયરસ સામે લડવા માટે તૈયાર છે. ગુજરાત સરકાર પણ કોરોના વાયરસ સામે લડવા માટે તૈયાર છે. જેના પગલે સુરત અને વડોદરા શહેરમાં આગોતરી તૈયારીઓ કરાઈ છે.

મળતી માહિતી પ્રમાણે સુરતમાં નવી સિવિલ હોસ્પિટલમાં વેન્ટિલેટર સાથે 300 બેડ તૈયાર કરાયા છે. જ્યારે વડોદારમાં અધિકારીઓન કોવિડ દર્દીઓ માટે 200 બેડ તૈયાર રાખવા માટે આદેશ આપ્યા છે. આ વખતે ઓક્સિજન પુરતો મળી રહે તે માટે પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. સુરતમાં 17 ટન લિક્વિડ ઓક્સિજન તૈયાર રાખવામાં આવ્યો છે. જોકે સુરતમાં છેલ્લો પોઝિટિવ કેસ 10 દિવસ પહેલા આવ્યો હતો અને તે સંપૂર્ણ પણે સાજો થયો છે.

કોરોના વાયરસના નવા વેરિઅન્ટના ત્રણ દર્દીઓ ગુજરાતમાં

દેશના રિપોર્ટ પ્રમાણે બીએફ 7 ઓમિક્રોન વેરિએન્ટના ચાર કેસ નોંધાયા છે. જેમાંથી ત્રણ કેસ ગુજરાતમાં નોંધાયા છે. ગુજરાત સરકારના એક નિવેદન પ્રમાણે અમદાવાદમાં બે કેસ અને વડોદારમાં એક કેસ નવા વેરિઅન્ટના નોંધાાય છે. બીજી તરફ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને 22 ડિસેમ્બરે કોવિડની તપાસની સંખ્યા વધારીને 500 પ્રતિદિન કરી દીધી છે. રાજ્યમાં 10,000 લોકોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.

એનસીએચ સુરતના આરએમઓ ડો. કેતન નાયકના જણાવ્યા પ્રમાણે અમારી પાસે 1000 બેડ વાળી એક એલગ કોવિડ હોસ્પિટલ છે. જેમાં 300 બેડ તૈયાર છે. અમારી પાસે ત્રણ ઓક્સિજન ટેંક છે જેમાં એકની ક્ષમતા 17 ટન અને બેની ક્ષમતા 13 ટન છે. સોમવારથી અમે હોસ્પિટલમાં નિયમિત ઓપીડી કેન્દ્ર અને આરટીપીસીઆર પરીક્ષણ શરુ કરીશું. હોસ્પિટલ 24 કલાક કામ કરશે.

ડો. નાયકે વધુમાં જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક મહિનાઓથી હોસ્પિટલ લગભગ ખાલી હતી અહીં કોઈ પોઝિટિવ કેસ આવ્યો ન્હોતો. જો જરૂર જણાશે તો અમે બેડની સંખ્યા વધારીશું. અમે કોવિડ દર્દીઓ માટે ખાસ રૂમ બનાવ્યા છે.

SMC “સારી રીતે તૈયાર” હોવાનો દાવો કરતા ડેપ્યુટી હેલ્થ કમિશનર ડૉ. આશિષ નાયકે જણાવ્યું હતું કે “ઓક્સિજન નેટવર્ક અને વેન્ટિલેટરનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. અમે વિદેશી પ્રવાસીઓ પર પણ નજર રાખી રહ્યા છીએ. અમે ખાનગી પ્રેક્ટિશનરોને SMC આરોગ્ય વિભાગ સાથે સંકલન કરવા સૂચના આપી છે જો તેઓને કોઈ શંકાસ્પદ કેસ આવ તો. સુરતના મુસાફરોને ટ્રેક કરવા માટે અમે અમદાવાદ અને મુંબઈના એરપોર્ટ ઓથોરિટી સાથે પણ સંપર્કમાં છીએ.”

વડોદરામાં એસએસજી અને ગોત્રીની સરકારી હોસ્પિટલોમાં ઓક્સિજન પ્લાન્ટની ચકાસણી કરવામાં આવી રહી છે. VMC મેડિકલ ઓફિસર ઑફ હેલ્થ ડૉ. દેવેશ પટેલના જણાવ્યા અનુસાર શહેર સંભવિત કોવિડ-19 વેવ્સ નિયંત્રિત કરવા માટે તૈયાર છે.

“હાલમાં ગભરાવાનું કોઈ કારણ નથી પરંતુ અમે કોઈપણ પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે તૈયારી કરી રહ્યા છીએ. અમે SSG, ગોત્રી અને અન્ય ખાનગી હોસ્પિટલો સહિત લગભગ 150 થી 200 પથારીઓ તૈયાર કરી છે પરંતુ હજુ સુધી કોઈ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું નથી. ઈન્ફ્રાસ્ટ્રક્ચર તેની જગ્યાએ છે અને તેને જરૂરિયાત મુજબ વધારી શકાય છે. હજુ થોડા વર્ષો સુધી કોવિડ-19ની લહેર ફરી રહે તે સ્વાભાવિક છે.”

આ પણ વાંચોઃ- આજનો ઇતિહાસ : 24 ડિસેમ્બર ઓલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા નીરજ ચોપરાનો જન્મદિન અને રાષ્ટ્રીય ગ્રાહક દિવસ

પટેલે જણાવ્યું હતું કે SSGમાં 40 MT ટન અને GMERS સંચાલિત ગોત્રી મેડિકલ કોલેજમાં લગભગ 30 MT ટન સહિત લગભગ 100 MT મેડિકલ ઓક્સિજનની કુલ સ્થાપિત ક્ષમતા સાથે, વડોદરાના અન્ય ભાગોના દર્દીઓની સારવારના દબાણને સંભાળવા માટે સુસજ્જ છે. પટેલે જણાવ્યું હતું કે આ વર્ષે સપ્ટેમ્બરમાં BF.7 વેરિઅન્ટ માટે સકારાત્મક પરીક્ષણ કરનાર 61 વર્ષીય મહિલા સિવાય નવા વેરિઅન્ટનો અન્ય કોઈ કેસ હજુ સુધી નોંધાયો નથી. SSG હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટના જણાવ્યા અનુસાર હાલમાં હોસ્પિટલમાં કોવિડ-19નો કોઈ દર્દી સારવાર હેઠળ નથી.

મધ્ય ગુજરાતના જિલ્લાઓએ પણ વેરિઅન્ટના સંભવિત ફેલાવાને પહોંચી વળવાની તૈયારી શરૂ કરી દીધી છે. મહીસાગર જિલ્લામાં આરોગ્ય અધિકારીઓની ટીમે આઠ ઓક્સિજન પ્લાન્ટની ચકાસણી કરી સમીક્ષા બેઠકો યોજી હતી. જિલ્લા સીડીએચઓ સી.આર.પટેલે લુણાવાડા જનરલ હોસ્પિટલની મુલાકાત લઇ જિલ્લામાં ઓક્સિજન પ્લાન્ટની તપાસ કરી હતી. જિલ્લામાં કોવિડ-19 સારવાર માટે 933 પથારીની ક્ષમતા છે, જેમાંથી 500 ઓક્સિજન અને 13 પથારી વેન્ટિલેટરથી સજ્જ છે.

આ પણ વાંચોઃ- Today News Live Updates: ગુજરાત સહિત દેશ-વિદેશના તમામ તાજા સમાચાર વાંચવા અહિં ક્લિક કરો

આણંદ જિલ્લામાં પણ આવી જ કવાયત હાથ ધરવામાં આવી હતી, જ્યાં વહીવટીતંત્રના અધિકારીઓએ પેટલાદ અને આણંદની સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈને ઓક્સિજન પ્લાન્ટની તપાસ કરી હતી. જિલ્લામાં આણંદ અને પેટલાદની સરકારી હોસ્પિટલોમાં 200 પથારી છે, જેમાંથી લગભગ 105 ઓક્સિજન સપ્લાયથી સજ્જ છે.

Web Title: Coronavirus new variant bf 7 omicron gujarat preparation surat vadodara updates

Best of Express