scorecardresearch

આજનો ઇતિહાસ : 24 ડિસેમ્બર ઓલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા નીરજ ચોપરાનો જન્મદિન અને રાષ્ટ્રીય ગ્રાહક દિવસ

Today history 24 December : આજે તારીખ 24 ડિસેમ્બર, 2022 (24 december) છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે ઓલિમ્પિક ગેમ્સમાં (tokyo olympics game) જ્વેલિન થ્રોમાં (javelin throw game) ભારત માટે પહેલો ગોલ્ડ મેડલ જીતનાર એથ્લેટિક્સ નીરજ ચોપરાનો (neeraj chopra) જન્મદિન છે. ઉપરાંત આજના દિવસે ભારતમાં રાષ્ટ્રીય ગ્રાહક દિવસની (national consumer day)ઉજવણી કરવામાં આવે છે. જાણો ઇતિહાસની તવારીખમાં (Today history) બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે

આજનો ઇતિહાસ : 24 ડિસેમ્બર ઓલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા નીરજ ચોપરાનો જન્મદિન અને રાષ્ટ્રીય ગ્રાહક દિવસ

આજે તારીખ 24 ડિસેમ્બર, 2022 (24 december) છે. હિન્દુ પંચાગ (hindu panchang tithi) અનુસાર આજે તિથિ પોષ સુદ એકમ છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે ઓલિમ્પિક ગેમ્સમાં (tokyo olympics game) જ્વેલિન થ્રોમાં (javelin throw game) ભારત માટે પહેલો ગોલ્ડ મેડલ જીતનાર એથ્લેટિક્સ નીરજ ચોપરાનો (neeraj chopra) જન્મદિન છે. ઉપરાંત આજના દિવસે ભારતમાં રાષ્ટ્રીય ગ્રાહક દિવસની (national consumer day)ઉજવણી કરવામાં આવે છે. સાથે સાથે ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના મહાન ગાયક મોહમ્મદ રફી (mohammed rafi)ની જન્મજયંતિ અને અભિનેતા અનિલ કુમારનો (Anil kapoor) પણ બર્થડે છે. જાણો ઇતિહાસની તવારીખમાં (Today history) બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…

24 ડિસેમ્બરની મહત્વપૂર્ણ ઘટનાઓ
 • 2014 – અટલ બિહારી વાજપેયી અને મદન મોહન માલવિયાને ભારત રત્ન આપવાની ઘોષણા કરવામાં આવી હતી.
 • 2011 – ક્યુબાની સરકારે 2900 કેદીઓને મુક્ત કરવાની જાહેરાત કરી.
 • 2008 – જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણીના છેલ્લા તબક્કામાં 55% મતદાન થયું હતું.
 • 2007 – મંગળના રહસ્યો શોધવા માટે, યુરોપિયન સ્પેસ એજન્સી યાન માર્સે મંગળની ભ્રમણકક્ષામાં તેની ચાર હજાર પરિક્રમા પૂરી કરી.
 • 2006 – શિખર બેઠકમાં ઈઝરાયેલ પેલેસ્ટાઈનને ઘણી સુવિધાઓ આપવા તૈયાર.
 • 2005 – યુરોપિયન યુનિયને ‘ખાલિસ્તાન ઝિંદાબાદ ફોર્સ’ નામના સંગઠનને આતંકવાદી યાદીમાં સામેલ કર્યું.
 • 2003 – અમેરિકાના વિદેશ વિભાગે 30 જૂન, 2004ના રોજ ઇરાકમાં સત્તા સોંપવાની તૈયારી શરૂ કરી.
 • 2002 – દિલ્હી મેટ્રોનો શુભારંભ શાહદરા તીસ હજારી લાઇનથી થયો.
 • 2000 – વિશ્વનાથન આનંદ વર્લ્ડ ચેસ ચેમ્પિયન બન્યા.
 • 1996 – તાજિકિસ્તાનમાં ગૃહયુદ્ધ સમાપ્ત કરવા માટે કરાર સમ્પન્ન થયો.
 • 1989 – મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં દેશનો પહેલો એમ્યુઝમેન્ટ પાર્ક ‘એસેલ વર્લ્ડ’ ખોલવામાં આવ્યો.
 • 1986 – ભારતમાં 24 ડિસેમ્બરે ‘રાષ્ટ્રીય ગ્રાહક દિવસ’ (national consumer day)ની ઉજવણી શરૂ થઇ.
 • 1986 – લોટસ ટેમ્પલ ભક્તો માટે ખોલવામાં આવ્યું.
 • 1967 – ચીને લોપ નોર વિસ્તારમાં પરમાણુ પરીક્ષણ કર્યું.
 • 1962 – સોવિયત સંઘે નોવાયા ઝેમલ્યામાં પરમાણુ પરીક્ષણ કર્યું.
 • 1954 – દક્ષિણ પૂર્વ એશિયાઈ દેશ લાઓસને સ્વતંત્રતા મળી.
 • 1921 – નોબેલ પુરસ્કાર વિજેતા રવિન્દ્રનાથ ઠાકુર દ્વારા વિશ્વ ભારતી યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી હતી.
 • 1894 – કલકત્તામાં પ્રથમ મેડિકલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું.
 • 1798 – રશિયા અને બ્રિટન વચ્ચે બીજા ફ્રેન્ચ વિરોધી જોડાણ પર હસ્તાક્ષર.
 • 1715 – સ્વીડનની સેનાએ નોર્વે પર કબજો કર્યો.
 • 1524- યુરોપથી ભારત સુધીનો દરિયાઈ માર્ગ શોધનાર પોર્ટુગીઝ સંશોધક વાસ્કો ડી ગામાનું કોચી (ભારત)માં અવસાન થયું.

આ પણ વાંચોઃ 23 ડિસેમ્બર ભારતના 5માં PM ચરણસિંહ ચૌધરીની જન્મજયંતિ અને ‘કિસાન દિવસ’

24 ડિસેમ્બરે ક્યાં મહાન વ્યક્તિનો જન્મ થયો
 • નીરજ ચોપરા (1997) – 2021ના ઓલિમ્પિક ગેમ્સમાં જ્વેલિન થ્રો (ભાલા ફેંક) ગેમ્સમાં પ્રથમ ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય ખેલાડીનો આજે જન્મ દિવસ છે.
 • રાજુ શ્રીવાસ્તવ (1963) – ભારતના પ્રખ્યાત હાસ્ય કલાકાર હતા, તેમનું ચાલુ વર્ષે નિધન થયુ છે.
 • પ્રીતિ સપ્રુ (1961) – ભારતીય હિન્દી સિનેમાની પ્રખ્યાત અભિનેત્રી છે.
 • અનિલ કપૂર (1959) – ભારતીય ફિલ્મોના અભિનેતા.
 • પી.એસ. વીરરાઘવન (1948) – ભારતના પ્રખ્યાત અવકાશ વૈજ્ઞાનિક અને રોકેટ ટેક્નોલોજિસ્ટ.
 • ઉષા પ્રિયમવદા (1930) – ભારતીય પત્રકાર અને લેખિકા.
 • મુહમ્મદ રફી (1924) – હિન્દી ફિલ્મોના પ્રખ્યાત ગાયક.
 • નારાયણ ભાઈ દેસાઈ (1924) – પ્રખર ગાંધીવાદી, સ્વાતંત્ર્ય સેનાની અને મહાદેવ દેસાઈના પુત્ર.
 • પી. શિલુ એઓ (1916) – એક ભારતીય રાજકારણી હતા, જેઓ રાજકીય પક્ષ ‘નાગા રાષ્ટ્રવાદી સંગઠન’ સાથે સંકળાયેલા હતા.
 • બાબા આમટે (1914) – પ્રખ્યાત સામાજિક કાર્યકર, મુખ્યત્વે રક્તપિત્તની સેવા માટે પ્રખ્યાત હતા.
 • બનારસીદાસ ચતુર્વેદી (1892) – પ્રખ્યાત પત્રકાર અને લેખક.
 • ભોગરાજુ પટ્ટાભી સીતારમૈયા (1880) – પ્રખ્યાત ભારતીય સ્વતંત્રતા સેનાની, ગાંધીવાદી અને પત્રકાર.

આ પણ વાંચોઃ 22 ડિસેમ્બર શીખ ધર્મના ગુરુ ગોવિંદ સિંહની જન્મ જયંતિ

રાષ્ટ્રીય ગ્રાહક દિવસ

ભારતમાં વર્ષ 1986થી દર વર્ષે 24 ડિસેમ્બરના રોજ ‘રાષ્ટ્રીય ગ્રાહક દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે. આજની તારીખે ભારતના રાષ્ટ્રપતિએ ઐતિહાસિક ગ્રાહક સુરક્ષા અધિનિયમ, 1986ના અમલીકરણને સંમતિ આપી હતી. આ ઉપરાંત દર વર્ષે 15 માર્ચને વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ભારતીય ગ્રાહક આંદોલનના ઈતિહાસમાં આજની તારીખ સુવર્ણ અક્ષરે લખાયેલી છે. ભારતમાં, વર્ષ 2000 માં પ્રથમ વખત આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને ત્યારબાદ દર વર્ષે આ તારીખે ઉજવવામાં આવે છે.

આ પણ વાંચોઃ આજનો ઇતિહાસ : 21 ડિસેમ્બર રસાયણશાસ્ત્રી મેરી ક્યુરીએ રેડિયમની શોધ કરી

આ દિવસ મનાવવાનો હેતુ ગ્રાહકોના મહત્વ, અધિકારો અને જવાબદારીઓ વિશે જાગૃતિ ફેલાવવાનો છે. ગ્રાહકોને તેમના અધિકારો અને રક્ષણ આપવા માટે ગ્રાહક સુરક્ષા કાયદો ઘડવામાં આવ્યો છે. આ કાયદા હેઠળ હવે કોઈપણ ગ્રાહક પોતાના અધિકારો માટે ફરિયાદ કરી શકે છે. ગ્રાહક સુરક્ષા અધિનિયમ હેઠળ ગ્રાહકોને આપવામાં આવેલા મુખ્ય અધિકારોમાં – સલામતીનો અધિકાર, માહિતીનો અધિકાર, પસંદગીનો અધિકાર, સાંભળવાનો અધિકાર, નિવારણનો અધિકાર અને ગ્રાહક શિક્ષણનો અધિકાર છે.

નીરજ ચોપરાનો જન્મદિન, ઓલિમ્પિકમાં ભારતને જ્વેલિન થ્રોમાં પહેલો ગોલ્ડ મેડલ અપાવ્યો

24 ડિસેમ્બર એટલે ટોક્યો ઓલિમ્પિક ગેમ્સ 2021માં જ્વેલિન થ્રો એટલે કે ભાલાફેંકમાં ભારત માટે પહેલો ગોલ્ડ મેડલ જીતનાર એથ્લેટિક્સનો નીરજ ચોપરાનો જન્મ દિવસ છે. તેનો જન્મસ વર્ષ 1997માં 24 ડિસેમ્બરે હરિયાણાના પાણીપતમાં થયો હતો. પિતાનું નામ સતીશ કુમાર અને એક ખેડૂત છે તો માતાનું નામ સરોજ દેવી છે. નીરજ ચોપરાએ 11 વર્ષની ઉંમરથી જ્વેલિન થ્રો રમવાનું શરૂ કર્યુ હતુ.

આ પણ વાંચોઃ 20 ડિસેમ્બરે ઇતિહાસમાં બનેલી મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે જાણો

નીરજ ચોપરાએ ઓલિમ્પિક ગેમ્સમાં જ્વેલિન થ્રોમાં ગોલ્ડ મેડલ જીતને સમગ્ર વિશમાં નામના મેળવી છે અને દેશનું નામ રોશન કર્યુ છે. ટોક્યો ઓલિમ્પિક ગેમ્સના જ્વેલિન થ્રો મેચમાં નીરજ ચોપરાનો અત્યાર સુધીનો શ્રેષ્ઠ થ્રો ૮૭.૫૮ મીટરનો છે. અભિનવ બિંદ્રા બાદ કોઇ વર્લ્ડ ચેમ્પિયનશિપ સ્તરે એથ્લેટિક્સમાં ગોલ્ડ મેડલ જીતના તેઓ બીજા ભારતીય રમતવીર છે.

ઓલિમ્પિક ગેમ્સમં ગોલ્ડ મેડલ જીતવા બદલ માર્ચ 2022માં તેમને પદ્મશ્રીથી સમ્માનિત કરવામાં આવ્યા છે. નીરજ ચોપરાએ કોચ ઉવે હોન પાસેથી તાલીમ મેળવી છે, જે જર્મની તરફથી પ્રોફેશનલ જ્વેલિન એથ્લેટ રહી ચૂક્યા છે.

આજના દિવસે ક્યા મહાન વ્યક્તિનું મૃત્યુ થયુ
 • દીનાનાથ ભાર્ગવ (2016) – ભારતના પ્રખ્યાત ચિત્રકાર જેઓ નંદલાલ બોઝના શિષ્ય હતા.
 • જૈનેન્દ્ર કુમાર (1988) – હિન્દી સાહિત્યના પ્રખ્યાત મનોવૈજ્ઞાનિક વાર્તા લેખક અને નવલકથાકાર
 • એમ.જી. રામચંદ્રન (1987) – તમિલ અભિનેતા અને રાજકીય નેતા.
 • સતીશ ચંદ્ર દાસગુપ્તા (1987) – ભારતીય રાષ્ટ્રવાદી, વૈજ્ઞાનિક અને શોધક હતા.

Web Title: Today history 24 december national consumer day neeraj chopra birthday know about today history and important events