આજે તારીખ 23 ડિસેમ્બર, 2022 (23 december) છે. હિન્દુ પંચાગ (hindu panchang tithi) અનુસાર આજે માગસર વદ અમાસ છે. આજના ઇતિહાસની (Today history) વાત કરીયે તો આજે ભારતના 5માં પૂર્વ વડાપ્રધાન ચરણસિંહ ચૌધરીની જન્મ જયંતિ છે, તેમણે ખેડૂતોના કલ્યાણ માટે મોટી કામગીરી કરી હતી અને તેમની યાદીમાં દર વર્ષે આજની તારીખે ભારતમાં ‘કિસાન દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે. જાણો ઇતિહાસની તવારીખમાં (Today history) બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે
23 ડિસેમ્બરની મહત્વપૂર્ણ ઘટનાઓ
- 2008 – ભારતની સોફ્ટવેર કંપની સત્યમ પર વિશ્વ બેંકે પ્રતિબંધ મૂક્યો. પ્રખ્યાત વાર્તા લેખક ગોવિંદ મિશ્રાને તેમની નવલકથા ‘કોહરે કે કાયદા રંગ’ માટે હિન્દી ભાષાનો સાહિત્ય અકાદમી પુરસ્કાર 2008 એનાયત કરવામાં આવ્યો હતો.
- 2007 – પાકિસ્તાનમાં લાદવામાં આવેલી ઈમરજન્સીને ત્યાંની સ્થાનિક અદાલતે યોગ્ય ઠેરવી હતી.
- 2005 – ડાબેરી લેક કાઝીન્સ્કીએ પોલેન્ડના રાષ્ટ્રપતિ તરીકે ચાર્જ સંભાળ્યો.
- 2003 – ઈઝરાયેલે ગાઝા પટ્ટી પર હુમલો કર્યો.
- 2002 – ઇઝરાયેલની સેના હટે ત્યાં સુધી પેલેસ્ટાઇનની ચૂંટણીઓ મુલતવી રાખવામાં આવી.
- 2000 – ન્યુઝીલેન્ડે ઓસ્ટ્રેલિયાને હરાવીને વર્લ્ડ વિમેન્સ ક્રિકેટનો ખિતાબ જીત્યો. પશ્ચિમ બંગાળની રાજધાની કલકત્તાનું સત્તાવાર નામ બદલીને કોલકાતા રાખવામાં આવ્યું.
- 1995 – હરિયાણાના મંડી ડબવાલી વિસ્તારમાં સ્થિત એક શાળામાં એક કાર્યક્રમ દરમિયાન આગ લાગવાથી 360 લોકોના મોત થયા હતા.
- 1969 – ચંદ્ર પરથી લાવવામાં આવેલા પથ્થરને રાજધાનીમાં યોજાયેલા એક પ્રદર્શનમાં મૂકવામાં આવ્યો હતો.
આ પણ વાંચોઃ 22 ડિસેમ્બર શીખ ધર્મના ગુરુ ગોવિંદ સિંહની જન્મ જયંતિ
- 1976 – સર શિવસાગર રામગુલામ દ્વારા મોરેશિયસમાં ગઠબંધનવાળી સરકારની રચના.
- 1968 – દેશના પ્રથમ હવામાન સંબંધિત રોકેટ ‘મેનકા’નું સફળ પ્રક્ષેપણ.
- 1926 – આર્ય સમાજના પ્રચારક અને વિદ્વાન સ્વામી શ્રદ્ધાનંદની હત્યા.
- 1922 – બીબીસી રેડિયોએ દૈનિક સમાચાર પ્રસારણ શરૂ કર્યું.
- 1921 – વિશ્વભારતી યુનિવર્સિટીનું ઉદ્ઘાટન થયું.
- 1914 – પ્રથમ વિશ્વયુદ્ધ: ઑસ્ટ્રેલિયન અને ન્યુઝીલેન્ડની સેના ઇજિપ્તની રાજધાની કૈરો પહોંચ્યા.
- 1912 – નવી દિલ્હીને દેશની રાજધાની તરીકે જાહેર કરવા માટે, વાઈસરોય લોર્ડ હાર્ડિન્જ દ્વિતિય હાથી પર બેસીને શહેરમાં પ્રવેશ્યા પરંતુ તે દરમિયાન તેઓ બોમ્બ વિસ્ફોટમાં ઘાયલ થયા.
- 1902 – ચૌધરી ચરણ સિંહ, ભારતના સાતમા વડાપ્રધાન.
- 1901 – શાંતિનિકેતન ખાતે બ્રહ્મચર્ય આશ્રમ ઔપચારિક રીતે ખોલવામાં આવ્યો.
- 1894 – રવિન્દ્રનાથ ટાગોરે પશ્ચિમ બંગાળમાં શાંતિનિકેતન ખાતે પૂસ મેળાનું ઉદ્ઘાટન કર્યું.
- 1672 – ખગોળશાસ્ત્રી જીઓવાન્ની કેસિનીએ શનિના ઉપગ્રહ ‘રિયા’ની શોધ કરી.
- 1465 – વિજયનગરના શાસક વિરુપક્ષ દ્વિતીય ની તેલીકોટાના યુદ્ધમાં અહમદનગર, બિદર, બીજાપુર અને ગોલકોંડાની સંયુક્ત મુસ્લિમ સેના સામે હાર થઇ.
આ પણ વાંચોઃ આજનો ઇતિહાસ : 21 ડિસેમ્બર રસાયણશાસ્ત્રી મેરી ક્યુરીએ રેડિયમની શોધ કરી
‘કિસન દિવસ’ની ઉજવણી
ભારત એક કૃષિ પ્રધાન છે અને દેશમાં દર વર્ષે 23 ડિસેમ્બરને ‘કિસન દિવસ’ તરીકે માનવવામાં આવે છે. 23 ડિસેમ્બર એ ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન અને ખેડૂતોના મસીહા ગણાતા ચૌધરી ચરણ સિંહની જન્મજયંતિ. ચૌધરી ચરણ સિંહ ખેડૂતોના એક નેતા હતા. તેમણે જમીન સુધારણા અંગે ઘણી મોટી કામગીરી કરી હતી. ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન તરીકે અને કેન્દ્રમાં નાણાં પ્રધાન તરીકે, તેમણે ગામડાઓ અને ખેડૂતોને પ્રાથમિકતા પર રાખીને બજેટ બનાવ્યું હતું. તેમનું માનવું હતું કે ખેડૂત ખેતીના કેન્દ્રમાં છે, તેથી તેની સાથે વિનમ્રતા પૂર્વક વર્તવું જોઈએ અને તેની મહેનતનું વળતર મળવું જોઈએ.
મહાન વ્યક્તિઓની જન્મ જયંતિ
- શિવ કુમાર સુબ્રમણ્યમ (1959) – પીઢ ભારતીય અભિનેતા અને પુરસ્કાર વિજેતા લેખક હતા.
- અરુણ બાલી (1942) – પ્રખ્યાત ટેલિવિઝન અને ફિલ્મ અભિનેતા હતા.
- અવતાર સિંહ રિખી (1923) – લોકસભાના ભૂતપૂર્વ મહાસચિવ હતા.
- ચૌધરી ચરણ સિંહ (1902) – ભારતના પાંચમા વડાપ્રધાન, જેમને ખેડૂતોનો અવાજ ઉઠાવનાર પ્રખર નેતા માનવામાં આવતા હતા.
- રામવૃક્ષ બેનીપુરી (1899) – ભારતના પ્રખ્યાત નવલકથાકાર, વાર્તા લેખક, નિબંધકાર, નાટ્યકાર, ક્રાંતિકારી, પત્રકાર અને સંપાદક.
- મેહરચંદ મહાજન (1889) – ભારતની સર્વોચ્ચ અદાલતના ત્રીજા મુખ્ય ન્યાયાધીશ હતા.
- સત્યેન્દ્ર ચંદ્ર મિત્ર (1888) – કુશળ રાજકારણી અને સ્વાતંત્ર્ય સેનાની હતા.
- સ્વામી સરદાનંદ (1865) – રામકૃષ્ણ પરમહંસના શિષ્યો પૈકીના એક હતા.
- રાસ બિહારી ઘોષ (1845) – એક ભારતીય રાજકારણી, જાણીતા વકીલ અને સામાજિક કાર્યકર હતા.
દેશના 5માં વડાપ્રધાન અને ખેડૂતોના મસીહા ચૌધરી ચરણ સિંહની જન્મજયંતિ
ખેડૂતોના મસીહા ગણાતા અને જેમની યાદીમાં કિસાન દિવસની ઉજવણી કરવામાં આવે છે તેવા ચૌધરી ચરણ સિંહનો જન્મ 23 ડિસેમ્બર, 1902ના રોજ ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લામાં થયો હતો. તેઓ ભારતના 5માં ક્રમના વડાપ્રધાન હતા. તેમના પિતા ચૌધરી મીર સિંહે તેમના નૈતિક મૂલ્યો ચરણ સિંહને વારસામાં સોંપ્યા હતા. તેમણે ખેડૂતો, પછાત અને ગરીબો માટે કામગીરી કરી હતી. તેમણે ખેતી અને ગામડાને મહત્વ આપ્યું.

તેઓ ગ્રામીણ સમસ્યાઓને ઊંડાણપૂર્વક સમજતા હતા અને કેન્દ્ર સરકારના મુખ્ય પ્રધાન અને નાણાં પ્રધાન તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન તેમણે બજેટનો મોટો હિસ્સો ખેડૂતો અને ગામડાઓ માટે ફાળવ્યો હતો. તેઓ જ્ઞાતિવાદને ગુલામીનું મૂળ માનતા હતા અને કહેતા હતા કે જો જાતિ વ્યવસ્થા હોય તો સમાનતા, સમૃદ્ધિ અને રાષ્ટ્રની સુરક્ષા થઇ શકતી નથી. તેઓ 28 જુલાઇ 1979થી 14 જાન્યુઆરી 1980 સુધી ભારતના વડાપ્રધાન પદે રહ્યા હતા.
આઝાદી બાદ ચૌધરી ચરણ સિંહે સંપૂર્ણપણે ખેડૂતો માટે લડવાનું શરૂ કર્યું. ચૌધરી ચરણ સિંહની મહેનતને કારણે વર્ષ 1952માં “જમીનદારી નાબૂદી બિલ” પસાર થઈ શક્યું. આ એક બિલે સદીઓથી ખેતરોમાં લોહી અને પરસેવો પાડનારા ખેડૂતોને જીવવાનો મોકો આપ્યો. પ્રબળ ઈચ્છા શક્તિથી સમૃદ્ધ ચૌધરી ચરણ સિંહે રાજ્યના 27000 પટવારીઓના રાજીનામાં સ્વીકારીને ‘લેખપાલ’ ની પોસ્ટ ઊભી કરીને ખેડૂતોને પટવારીઓના આતંકમાંથી મુક્ત કર્યા હતા.
આ પણ વાંચોઃ 19 ડિસેમ્બર ગોવા મુક્તિ દિવસ, 450 વર્ષ બાદ ‘પોર્ટુગીઝ રાજ’ સમાપ્ત થયો
ચૌધરી ચરણ સિંહે લેખપાલ ભરતીમાં સમાજના પાછલા વર્ગના લોકો માટે 18 ટકા બેઠકો અનામત રાખી હતી. ઉત્તર પ્રદેશના ખેડૂતો ચરણસિંહને પોતાનો મસીહા માનવા લાગ્યા. તેમણે સમગ્ર ઉત્તર પ્રદેશનો પ્રવાસ કરીને ખેડૂતોની સમસ્યાઓ હલ કરવાનો પ્રયાસ કર્યો. ઉત્તર પ્રદેશના ગ્રામીણ વિસ્તારોમાં ખેતી એ મુખ્ય વ્યવસાય હતો. ખેડૂતોમાં માન-સન્માનના કારણે તેમને કોઈપણ ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો નથી. તેમનું નિધન 29 મે, 1987ના રોજ થયુ હતુ.
આ પણ વાંચોઃ 20 ડિસેમ્બરે ઇતિહાસમાં બનેલી મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે જાણો
આજના દિવસે ક્યા મહાન વ્યક્તિનું મૃત્યુ થયુ
- કે.કે. કરુણાકરણ (2010) – ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના રાજકારણી અને કેરળના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન.
- નૂરજહાં (2000) – પ્રખ્યાત અભિનેત્રી અને ગાયિકા, જેણે ભારતીય અને પાકિસ્તાની સિનેમામાં કામ કર્યું હતું.
- પમુલાપતિ વેંકટ નરસિમ્હા રાવ (2004) – ભારતના દસમા વડાપ્રધાન
- સ્વામી શ્રદ્ધાનંદ (1926) – ભારતના પ્રખ્યાત સ્વાતંત્ર્ય સેનાની, સમાજ સુધારક, દલિતોના શુભેચ્છક અને મહિલા શિક્ષણના સમર્થક.
- અર્જુન લાલ સેઠી (1941) – ભારતના સ્વાતંત્ર્ય સેનાનીઓ પૈકીના એક હતા.