coronavirus New veriant: ચીનમાં કોરોના વાયરસે ફરીથી હાહાકર મચાવી દીધો છે. જોકે, ભારત સરકાર કોરોના વાયરસના નવા વેરિઅન્ટ સામે લડવા માટે તૈયારી કરી છે. કોરોનાનો આ ખતરનાક વેરિએન્ટની ગુજરાતમાં પણ એન્ટ્રી થઈ હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે. ગુજરાતમાં ગુરુવારે કોવિડ-19ના નવા છ કેસ નોંધાયા હતા. અમદાવાદ અને ભાવનગર શહેરમાં બે-બે અને દાહોદ તાપી જેવા આદિવાસી જિલ્લામાં એક-એક કોરોના વાયરસના કેસ નોંધાયા છે. કોરોના વાયરસના નવા વેરિઅન્ટ બીએફ-7ના આશંકા વચ્ચે રાજ્યમાં કોરોના વાયરસના 27 સક્રિય કેસ નોંધાયા છે.
લગ્નમાં હાજરી આપવા ઓસ્ટ્રેલિયાથી રાજકોટ આવેલી તાઇવાનની મહિલા પોઝિટિવ
રાજકોટમાં લગ્નમાં હાજરી આપવા માટે ઓસ્ટ્રેલિયાથી ગુજરાત આવેલી તાઇવાનની એક મહિલાનો બુધવારે ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. જ્યારે અન્ય એક આઇટી પ્રોફેશનલ વ્યક્તિ તેમની બે વર્ષની પુત્રી છે જે શાંઘાઇથી પોતાના પૈતૃક શહેર ભાવનગર પરત ફરી હતી. જોકે, તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારી ડો જયેશ વાકાણીએ જણાવ્યું હતું કે, “મહિલા રાજકોટના યુવકની મંગેતર છે જે ઓસ્ટ્રેલીયામાં રહે છે. દંપતી 18 ડિસેમ્બરે અમદાવાદ પહોંચ્યા હતા અને રાજકોટમાંપોતાના ઘરે આવ્યાહ તા. 19 ડિસેમ્બરે મહિલામાં લક્ષણો દેખાયા હતા. તેમનો 20 ડિસેમ્બરે ટેસ્ટ કરાવ્યો હતો. બુધવારે તેમનો કોવિડ-19 ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. “
આ પણ વાંચોઃ- આજનો ઇતિહાસ : 23 ડિસેમ્બર ભારતના 5માં PM ચરણસિંહ ચૌધરીની જન્મજયંતિ અને ‘કિસાન દિવસ’
શંઘાઇથી ભાવનગર આવ્યો છે પરિવાર
ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના એણઓએચ ડો આરકે સિન્હાએ જણાવ્યું હતું કે મહિલાના સેમ્પલ ગાંધીનગરના જૈવ પ્રોદ્યોગિકી અનુસંધાન કેન્દ્ર મોકલવામાં આવ્યો હતો. 35 વર્ષીય આઇટી પ્રોફેશનલ જેઓ શંઘાઈમાં કામ કરે છે તેમની બે વર્ષીય પુત્રી છે ઓ પોતાના શહેર ભાવનગરમાં આવ્યા હતા. ભાવનગરમાં તેનો કોવિડ-19 ટેસ્ટ કરવામાં આવ્યો હતો. યુવક પોતાની પત્ની અને બે વર્ષની પુત્રી મંગળવારે શંઘાઇથી મુંબઈ પહોંચ્યા હતા. તેમને બુધવારે ખાંસી અને તાવ આવ્યો હતો. જેના પગલે કોરોના વાયરસ ટેસ્ટ કરાવ્યો હતો.
આ પણ વાંચોઃ- Today News Live Updates: ગુજરાત સહિત દેશ-વિદેશના તમામ તાજા સમાચાર વાંચવા અહિં ક્લિક કરો
સિન્હાએ વધુમાં જણાવ્યું હતું કે, બાળકીનો ટેસ્ટ પણ પોઝિટિવ આવ્યો છે. જ્યારે એ વ્યક્તિની પત્નીનો ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. તેમણએ કહ્યું કે પરિવાર પોતાને આઇસોલેટ કરી દીધો છે. સેમ્પલને જીનોમ સીક્વેસિંગ માટે જીબીઆરસી મોકલવામાં આવ્યા છે.