/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/10/Ahmedabad-Crime-Branch-News.jpg)
આ મામલે ખુબ જ જલ્દી પોલીસ તરફથી પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવશે. (તસવીર: સોશિયલ મીડિયા)
Ahmedabad News: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 50 લોકોની ધરપકડ કરી છે. આ તમામ લોકો બાંગ્લાદેશી નાગરિક છે અને ગુજરાતમાં ગેરકાયદેસર રીતે રહી રહ્યા હતા. આ મામલે 200થી વધુ લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. બનાવટી અને નકલી દસ્તાવેજના ઘણા મામલાઓથી મળેલ ઇનપુટ અને તપાસના આધારે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
Gujarat | Crime Branch has detained 50 Bangladeshi nationals living illegally in Ahmedabad, more than 200 people are being questioned: Crime Branch Ahmedabad
— ANI (@ANI) October 25, 2024
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ તરફથ કહેવામાં આવ્યું છે કે, ગેરકાયદેસર રીતે રહી રહેલા 50 શંકાસ્પદ નાગરીકોની અટકાયત કરવામાં આવી છે. આ લોકોના મામલે કાયદાકીય પ્રક્રિયા કરવામાં આવશે. લગભગ 200 શંકાસ્પદોથી પૂછપરછ કરાશે અને તેમના પર નજર રાખવામાં આવશે. આ મામલે ખુબ જ જલ્દી પોલીસ તરફથી પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવશે અને જાણકારી આપવામાં આવશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us