ગુજરાતના માથે ચક્રવાતનો ખતરો! 8 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, વહીવટીતંત્રને સતર્ક રહેવા સૂચન

ગુજરાતમાં 22 થી 24 મેં સુધી ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી છે. 24 મે એ રાજ્યમાં મધ્યમ વરસાદની આગાહી છે. માટે અમદાવાદમાં તાપમાન 40 ડીગ્રીની આસપાસ નોંધાઈ શકે છે.

ગુજરાતમાં 22 થી 24 મેં સુધી ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી છે. 24 મે એ રાજ્યમાં મધ્યમ વરસાદની આગાહી છે. માટે અમદાવાદમાં તાપમાન 40 ડીગ્રીની આસપાસ નોંધાઈ શકે છે.

author-image
Rakesh Parmar
પર અપડેટ કર્યું
New Update
Cyclone, Rain with thunderstorm, Heavy rain forecast in Gujarat

હવામાન વિભાગે આગામી ચાર દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. (તસવીર: CANVA)

Gujarat Weather Update: ગુજરાતમાં ચોમાસાની ઋતુ પહેલા જ વરસાદે દસ્તક આપી દીધી છે. કારણ કે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદ શરૂ થઈ ગયો છે. હવામાન વિભાગની આગાહી મુંજબ હવામાનમાં અચાનક ફેરબદલથી રાજ્યના કેટલાક જિલ્લાઓમાં આજે વરસાદ પડ્યો છે. હવામાન વિભાગે મોટી આગાહી કરતા જણાવ્યું છે કે, ગુજરાતના માથે ચક્રવાતનો ખતરો મંડરાઈ રહ્યો છે. આ વાવાઝોડું સૌરાષ્ટ્ર અને કચ્છ સુધી પહોંચી શકે છે. અરબ સાગરમાં એક શક્તિશાળી ચક્રવાતની સંભાવના વ્યક્ત કરાઈ છે.

Advertisment

આજે 22 મેં નારોજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ઝડપી પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ પડી શકે છે. માટે 23 થી 25 તારીખ સુધી ગુજરાતમાં વરસાદનું અનુમાન છે. જ્યારે 26 અને 27 તારીખે ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. જો 22 મેં નારોજ પૂર્વનુમાનની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની સંભાવના છે. આ સિવાય 23, 24 અને 25 મે ના રોજ રાજ્યભરમાં વરસાદ પડી શકે છે. જ્યારે 26 અને 27 મેંના રોજ છૂટાછવાયા વરસાદની સંભાવના છે. અરબ સાગરમાં ઉપરી હવાનું ચક્રવાત વિકસિત થયું છે. ભારે વરસાદની આગાહીના કારણે માછીમારોને દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે.

હવામાન વિભાગની ચેતવણી

હવામાન વિભાગે જણાવ્યું છે કે 22 મે બાદ રાજ્યમાં વરસાદની તીવ્રતા વધશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં મધ્યમથી ભારે વરસાદનું અનુમાન છે. ગુજરાતમાં 22 થી 24 મેં સુધી ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી છે. 24 મે એ રાજ્યમાં મધ્યમ વરસાદની આગાહી છે. માટે અમદાવાદમાં તાપમાન 40 ડીગ્રીની આસપાસ નોંધાઈ શકે છે. હવામાન વિભાગના ચાર્ટ અનુસાર અમરેલી, ભાવનગર, વલસાડ. નવસારી, તાપી, ડાંગ, દમણ, દાદરા અને નગર હવેલીમાં પણ વરસાદની આગાહી છે.

આ પણ વાંચો: ઈંગ્લેન્ડ પ્રવાસ માટે BCCI એ શેડ્યૂલ અને ટીમની કરી જાહેરાત

ગુજરાતમાં વાવાઝોડાના ભય બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સક્રિય

હવામાન વિભાગે આગામી ચાર દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. અરબી સમુદ્રમાં લો પ્રેશર ક્ષેત્ર બન્યા બાદ હવામાન વિભાગે ગુજરાતના સુરત, તાપી, વલસાડ, ડાંગ, નવસારી, અમરેલી અને ભાવનગર જિલ્લામાં ભારે પવન અને વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જારી કર્યું છે.

Advertisment

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના આ જિલ્લાઓમાં જિલ્લા વહીવટીતંત્રને સતર્ક રહેવા અને નિયંત્રણ પેનલો 24×7 ચલાવવાનો નિર્દેશ આપ્યો છે. તેમણે સંભવિત વરસાદને પહોંચી વળવા માટે સાવચેતી સલામતીના પગલાં લેવા માર્ગદર્શિકા આપી છે. મુખ્યમંત્રીએ એ પણ નિર્દેશ આપ્યો છે કે ગાંધીનગર સ્થિત રાજ્ય ઇમરજન્સી ઓપરેશન સેન્ટરનું નિયંત્રણ પેનલ 24×7 કાર્યરત રહે અને આ જિલ્લાઓ સાથે સતત સંપર્કમાં રહે.

ચોમાસું ગુજરાતી ન્યૂઝ આજનું હવામાન અપડેટ વરસાદ અમદાવાદ ગુજરાત