અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે કેન્દ્રીય રક્ષા મંત્રાલય દ્વારા ડિફેન્સ એક્સપો 2022નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભારતીય નેવીના જવાનો શક્તિનું પ્રદર્શન કરશે, સાથે ભારતીય સ્વદેશી સંરક્ષણ ઉત્પાદનોનું પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તો આ એક્સપો કાર્યક્રમનો લાહ્વો લેવા માટે એન્ટ્રી ટિકિટ કેવી રીતે લેવી, કાર્યક્રમ સ્થળ પર શુ સાથે લઈ જવાશે, શુ નહીં જવાય, પાર્કિંગની વ્યવસ્થા કેવી છે? વગેરે વગેરે જોઈએ તમામ વિગત.
ડિફેન્સ એક્સપો 2022માં કયા-કયા કાર્યક્રમો યોજાશે?
ભારતીય નેવીના જવાનો અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે લાઈવ ઓપરેશનનું ડેમોસ્ટ્રેશન, કોમ્બેટ ફ્રી ફોલ – IN, IAF અને ઘઓ, સારંગ એરોબેટીક્સ ડિસપ્લે – IAF, પેસ મોટર એક્ટિવીટી – IAF, સ્લિથરિંગ ઓપ્સ – IN અને IA, હાઈ સ્પીડ જેમિની-રિબ રન – IN અને IA, ન્યુટ્રલાઈઝીંગ એનિમી પોસ્ટ IN અને IA, ડેવલપમેન્ટ ઓફ બેટરી ઓપરેટેડ લાઈફબોય એન્ડ ALHSAR ડેમો હેલો જમ્પ IN અને ICG mufl સંરક્ષણ ઉદ્યોગની તાકાતનું પ્રદર્શન, DRDOના આત્યાધુનિક અને ભાવિ સ્વદેશી સંરક્ષણ ઉત્પાદનો, તકનિકોનું પ્રદર્શન, એટલે કે, ભારતીય સુરક્ષાદળોનું શૌર્ય પ્રદર્શન અને વિવિધ સંરક્ષણ ઉત્પાદનોનું પ્રદર્શન બતાવવામાં આવશે.
ડિફેન્સ એક્સપો જોવા એન્ટ્રી ટિકિટ ક્યાંથી કેવી રીતે લેવી?
અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે ડિફેન્સ એક્સપો તા. 18થી 22 – 10 – 2022ના રોજ યોજાનાર છે જે માટે કાર્યક્રમમાં એન્ટ્રી મેળવવા માટે તમારે ઈ-ટિકિટ લેવી પડશે. આ ઈટિકિટ તમે eventreg.in/registration/visitor વેબસાઈટ પર જઈ વિનામૂલ્યે લઈ શકો છો. ઈ-ટિકિટમાં તારીખ-સમય વગેરે મુલાકાતી માટે દર્શાવવામાં આવશે, જે સમય તારીખે તમે કાર્યક્રમનો આનંદ માણી શકશો.
કાર્યક્રમ જોવા શું સાથે લઈ જવું?
કાર્યક્રમ જોવા આવનાર મુલાકાતીએ સ્થળ પર પહેલા QR કોડ/બાર કોડ સ્કેન કરવાનો રહેશે, તથા પોતાનું ઓળખકાર્ડ આધાર કાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સ, ચૂંટણી કાર્ડ, પાન કાર્ડ વગેરે સાથે લઈ જવાનું રહેશે, જો ઓળખકાર્ડ સાથે નહીં લઈ જાઓ તો પ્રવેશ મળશે નહીં. આ
સ્થળ પર શું સાથે ન લઈ જવું?
ડિફેન્સ એક્સપો કાર્યક્રમમાં કોવિડ અને સુરક્ષાના નિયમોનું કડક પાલન થશે. જેથી સુરક્ષા મંત્રાલયની ગાઈડલાઈન અનુસાર મુલાકાતીનું થર્મલ સ્ક્રિનીંગ થશે. કાર્યક્રમ સ્થળ પર તમે ખાદ્ય પદર્થ, હેન્ડબેગ, છૂટક કોઈ વસ્તુ કાગળ, પ્લાસ્ટિક, પોલીબેગ વગેરે લઈ શકશો નહીં. આ સિવાય પ્રદર્શન સ્થળે ધૂમ્રપાન, તમાકુ ઉત્પાદનો અને દારૂ સખત પ્રતિબંધિત છે. તમને જણાવી દઈએ કે, પીવાનું પાણી, શૌચાલય, મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ, હેલ્પ ડેસ્ક વગેરે વ્યવસ્થા કરવામાં આવી છે.
આ પણ વાંચો – ડિફેન્સ એક્સપો 2022: અમદાવાદ રિવરફ્રન્ટનો રસ્તો પાંચ દિવસ માટે વાહનની અવર-જવર માટે બંધ રહેશે, વૈકલ્પિક વ્યવસ્થા શું?
પાર્કિંગની વ્યવસ્થા કેવી રહેશે?
રિવરફ્રન્ટ ખાતે ડિફેન્સ એક્સપો 2022 માટે મુલાકાતીએ પોતાનું વાહન પાર્કિંગ પોતાના જોખમે કરવાનું રહેશે. આ સિવાય મર્યાદિત પાર્કિંગની વ્યવસ્થા હોવાથી જાહેર પરિવહનનો ઉપયોગ કરી મુલાકાતીઓ કાર્યક્રમ સ્થળ પર આવે તેવી વિનંતી પણ કરવામાં આવી છે.