Gujarat assembly election victory: ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ રેકોર્ડ બ્રેક પ્રદર્શન કર્યું છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં તાજેતરમાં 182 સીટોમાંથી 156 સીટો ઉપર ભગવો લહેરાવીને ભાજપે ઇતિહાસ રચી દીધો હતો. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાની ખુશી અને ઉત્સાહ છુપાવી શક્યા નથી. વડપ્રધાન નરેન્દ્ર મોદીએ આ સપ્તાહની શરુઆતમાં જ ભાજપની સંસદીય દળની બેઠકમાં પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે પ્રશંસા કરી હતી. 20 ડિસેમ્બરે દિલ્હી જિમખાના ક્લબમાં ગુજરાતની જીતનો જશ્ન મનાવવા માટે પાટિલ દ્વારા રાત્રી ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજર રહેશે.
ઉલ્લેખનીય છે કે આમંત્રિત લોકોમાં પાર્ટીના સાંસદ અને એનડીએ દળોના લોકો, તેમના પતિ-પત્ની ઉપસ્થિત રહેશે. જાણવા મળ્યું છે કે પાટિલ મહેમાનોને વ્યક્તિગત રીતે બોલાવીને આમંત્રણ આપી રહ્યા છે.
ભાજપનો ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભવ્ય વિજય
તાજેતરમાં પહેલી ડિસેમ્બર અને પાંચ ડિસેમ્બરે બે તબક્કામાં ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે મતદાન થયું હતું. ગુજરાતમાં સરેરાશ મતદાનના આંકડા નિરાશાજનક હતા પરંતુ જ્યારે આઠ ડિસેમ્બરે મતગણતરી થઈ ત્યારે ભારતીય જનતા પાર્ટી માટે ઐતિહાસીક બની ગયો હતો. ગુજરાતની જનતાએ ભારતીય જનતા પાર્ટી ઉપર ભરોસો મૂકીને ભારે જનમત આપીને ફરીથી સત્તામાં લાવી હતી.
આ પણ વાંચોઃ- આજનો ઇતિહાસ : 17 ડિસેમ્બર ભારતના મહાન ક્રાંતિકારી રાજેન્દ્ર લાહિડીનો શહીદ દિન
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 182 સીટો પૈકી 156 બેઠકો ઉપર જીત મેળવી હતી. જ્યારે કોંગ્રેસ માત્ર ગત ચૂંટણીની 77 બેઠકોની સરખામણીમાં આ વખતે માત્ર 17 બેઠકો જીતી હતી. જ્યારે ગુજરાતની વિધાનસભા ચૂંટણીમાં પહેલીવાર મેદાનમાં ઉતરેલી આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં પાંચ બેઠકો જીતીને પોતાનું ખાતું ખોલ્યું હતું.
ભાજપની જીતનો શ્રેય વડાપ્રધાને ગુજરાત પ્રદેશ પ્રમુખ સીઆર પાટિલને આપ્યો
કોઇપણ ચૂંટણીમાં ભાજપનો વિજય મેળવવા માટે સામાન્ય રીતે નરેન્દ્ર મોદીનો મેજીક માનવામાં આવતો હોય છે. પરંતુ ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં ભારતીય જનતા પાર્ટીએ 156 બેઠકો ઉપર ભવ્ય વિજય મેળવ્યો છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ખુબ ખુશ થયા છે.
આ સમગ્ર જીતનો શ્રેય પોતાના ઉપર ન લેતા ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ સીઆર પાટિલને આપ્યો હતો. બીજી તરફ કોંગ્રેસ પોતાની હારના ઠીકરા આમ આદમી પાર્ટીના માથે ફોડે છે જ્યારે ગુજરાતમાં નવી જ સરકારની સત્તા બનાવવાની વાતો કરતી આમ આદમી પાર્ટી પાંચ સીટો જીતીને રાષ્ટ્રીય પાર્ટી બનવાની ખુશી મનાવી રહી છે.
1985માં કોંગ્રેસે 149 બેઠકો જીતી હતી
અગાઉ 1985માં માધવસિંહ સોલંકીના નેતૃત્વમાં કોંગ્રેસે 149 બેઠકો જીતી હતી. ત્યાર બાદ આટલી મોટી સંખ્યામાં બેઠકો જીતવાનો શ્રેય કોઈપણ પક્ષને મળ્યો નથી. આ ઉપરાંત ભાજપ એકમાત્ર એવો પક્ષ બન્યો છે જે ગુજરાતમાં સતત સાતમી વખત રાજ્યની સત્તા સંભાળશે.