/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/05/Bageshwar-dham-dhirendra-shastri-12.jpg)
બાગેશ્વર ધામ ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાતમાં 10 દિવસના પ્રવાસે આવ્યા છે. (photo -@bageshwardham)
બાગેશ્વર ધામ સરકાર ધીરેન્દ્ર શાસ્ત્રીનો સુરતમાં શુક્રવાર, 26 મેના રોજ લિંબાયતના નીલગીરી ગ્રાઉન્ડમાં 'દરબાર' યોજાયો હતો. આ દરબારમાં શામેલ થવા મોટી સંખ્યમાં સામાન્ય વ્યક્તિઓની લઇને મોટા નેતાઓ અને લોક કલાકાર હાજર રહ્યા હતા. બાબાનો દરબાર સાંજે 5 વાગેની આસપાસ શરૂ થઇ ગયો હતો. આ કાર્યક્રમમાં કોઇ પણ અનિશ્ચિનિય ઘટના ન બને તેની માટે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. ધીરેન્દ્ર શાસ્ત્રીના 4 જૂન સુધી અલગ-અલગ તારીખે સુરત, અમદાવાદ, રાજકોટમાં દરબાર યોજાશે છે.
'બાબા'ની ધમાકેદાર એન્ટ્રી
સુરતમાં આજે ધીરેન્દ્ર શાસ્ત્રીના બે દિવસીય કાર્યક્રમના પ્રથમ દિવસે દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યા હતા. બાબાના દરબારનો સમય 5થી 10 વાગ્યા સુધીનો હતો. ધીરેન્દ્ર શાસ્ત્રીની કાર્યક્રમના સ્થળે કારમાં ધમાકેદાર એન્ટ્રી થઇ હતી.
દરબારમાં સીઆર પાટીલે પણ હાજરી આપી
ધીરેન્દ્ર શાસ્ત્રીના સુરતમાં યોજયેલા દરબારમાં ઘણા રાજકીય નેતાઓ અને પ્રખ્યાત નેતાઓએ હાજરી આપી હતી. જેમાં ગુજરાતના ભાજપ નેતા અને નવસારીના સાંસદ સીઆર પાટીલ પણ હાજર રહ્યા હતા.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/05/dhirendra-shastri-8.jpg)
શ્લોક સાથે કાર્યક્રમની શરૂઆત કરી
આ કાર્યક્રમમાં ધીરેન્દ્ર શાસ્ત્રીની બેઠક માટે 100 ફૂટ x 40 ફૂટનું વિશાળ સ્ટેજ બનાવવામાં આવ્યું છે. 5,000 ચોરસ ફૂટથી વધુ વિસ્તારને આવરી લેતી એકથી વધુ એલઇડી સ્ક્રીન લગાવવામાં આવી છે. ધીરેન્દ્ર શાસ્ત્રી આ કાર્યક્રમની શરૂઆત સંસ્કૃત શ્લોક સાથે કરી હતી અને ત્યારબાદ સનાતન ધર્મ, હિંદુ સંસ્કૃતિ વિશે પ્રવચન આપવાની શરૂઆત કરી હતી.
જય-જય ગરવી ગુજરાત, તમે કેમ છો?
ધીરેન્દ્ર શાસ્ત્રીએ કાર્યક્રમની શરૂઆતમાં 'જય-જય ગરવી ગુજરાત'નો ઘોષ કરવાની સાથે સાથે ગુજરાતી ભાષામાં 'તમે કેમ છો?' ઉદબોધન કર્યું હતું. તેમણે કહ્યુ કે, સુરતની આ સૂરત જોઇન ગદગદ થઇ ગયો.
'ગુજરાતીના પાગલો' - ધીરેન્દ્ર શાસ્ત્રી
આ દરમિયાન કાર્યક્રમની શરૂઆતમાં જ ધીરેન્દ્ર શાસ્ત્રી 'ગુજરાતી કે પાગલો' બોલ્યા હતા.
સુરતનો મહાભારત સાથેના સંબંધનો ઉલ્લેખ કર્યો
તેમણે સુરતના મહાભારત કાળ સાથેના સંબંધનો ઉલ્લેખ કર્યા કહ્યુ કે, મહાભારત કાળમાં જેને સૂર્યપુરના નામ ઓળખવામાં આવતું એવા પ્રાચીન હિંદુ નગર અને પ્રાચીન હિંદુ પ્રદેશ, જ્યાંની ભક્તિનો દુનિયાભરમાં ડંકો વાગે છે, તેવી ભક્તિમય ગુજરાતની ભૂમિને વંદન કરું છું.
હું ધન કે સમ્માન લેવા નહીં, પણ હનુમાન આપવા આવ્યો નથી
પ્રવચનમાં કહ્યું કે - 'ગુજરાતના પાગલો, હું તમારી ના ધન લેવા આવ્યો, ન તો સમ્માન મેળવવા આવ્યો છું, હું તમને હનુમાન આપવા આવ્યો છું.
ભારતની સાથે પાકિસ્તાનને પણ હિંદુ રાષ્ટ્ર બનાવી દઇશું
ધીરેન્દ્ર શાસ્ત્રીએ પ્રવચનમાં કહ્યું કે,મારા બાગેશ્વર ધામના લાકો એક વાત તમારી જીંદગીમાં યાદ રાખજો, જે દિવસ ગુજરાતના લોકો સંગઠીત થઇ જશે, તે દિવસ ભારત તો શું પાકિસ્તાનને પણ હિંદુ રાષ્ટ્ર બનાવી દઇશું. ભારત હિંદુ રાષ્ટ્ર હતું, છે અને રહેશે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/05/Bageshwar-dham-dhirendra-shastri-darbar-surat.jpg)
તમને બહેકાવા નહીં, ગુજરાતીઓ તમને જગાવવા આવ્યો છું
ચમત્કારોને ફગાવતા વ્યક્તિઓને ધીરેન્દ્ર શાસ્ત્રીએ બાગેશ્વર ધામ આવવા અને ચમત્કારોને જોવા ચેલેન્જ ફેંકી હતી. તેમણે પ્રવચનમાં કહ્યું કે, હું તમને બહેકાવા નહીં, ગુજરાતવાસીઓ તમને જગાવવા આવ્યો છું. જ્યાં સુધી ગુજરાત હનુમાનમયી, રામમયી નહીં બને ત્યાં સુધ ગુજરાતનો પીછો છોડીશું નહીં.
- ગુજરાતે દેશને ઘણુ બધુ આપ્યુ, વિશ્વના દરેક ખુણામાં ગુજરાતીઓ વસેલા છે. ગુજરાત ભાષામાં ઘણુ મમત્વ છે, તેમાં સંસ્કૃતની સુવાસ વસેલી છે.જેવી દ્રષ્ટિ જેવી સૃષ્ટિ છે. કોઇને પથ્થરમાં પણ ભગવાન દેખાય છે, તો કોઇને ભગવાનમાં પણ પથ્થર દેખાય છે.
- અમે કોઇ પાર્ટી સાથે જોડાયેલા નથી, અમારી પોતાની પાર્ટી છે બજરંગ બલીની. અમે કોઇ રાજકીય પાર્ટીઓને સપોર્ટ કરતા નથી અને નેતાઓ સપોર્ટની અપેક્ષા લઇને મારી પાસે ન આવે. હનુમાન જીની કૃપા મેળવવી હોય તો આવજો.
સુરતમાં શનિવારે શું કાર્યક્રમ છે?
ધીરેન્દ્ર શાસ્ત્રી શનિવારે પણ સુરતમાં છે. શનિવારે તેનો કાર્યક્રમ સાંજે છ વાગે શરૂ થશે અને તેમાં તેઓ હનુમંત કથા સંભળાવશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us