બાગેશ્વર ધામ ધીરેન્દ્ર શાસ્ત્રીએ સુરતમાં કહ્યું- સનાતન ધર્મનો વિરોધ કરનારની… 'ઠઠરી'; આ બુંદેલી શબ્દનો શું અર્થ થાય જાણો, આજે કેટલા વાગે કાર્યક્રમ શરૂ થશે જાણો

Bageshwar dham dhirendra shastri surat : બાગેશ્વર ધામ સરકાર ધીરેન્દ્ર શાસ્ત્રીના સુરતમાં યોજાયેલા દરબારમાં તેમણે બુંદેલી ભાષામાં પ્રવચન આપતી વખતે ઘણી વાર 'ઠઠરી' શબ્દનો ઉંપયોગ કર્યો. આજે શનિવારે બાગેશ્વર ધામના કાર્યક્રમનો છેલ્લો દિવસ છે.

Bageshwar dham dhirendra shastri surat : બાગેશ્વર ધામ સરકાર ધીરેન્દ્ર શાસ્ત્રીના સુરતમાં યોજાયેલા દરબારમાં તેમણે બુંદેલી ભાષામાં પ્રવચન આપતી વખતે ઘણી વાર 'ઠઠરી' શબ્દનો ઉંપયોગ કર્યો. આજે શનિવારે બાગેશ્વર ધામના કાર્યક્રમનો છેલ્લો દિવસ છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
bageshwar dham dhirendra shastri surat

બાગેશ્વર ધામ સરકારના ધીરન્દ્ર શાસ્ત્રી સુરતમાં યોજાયેલા દરબારમાં આવ્યા. ( (photo - @bageshwardham))

બાગેશ્વર ધામ સરકારના સન્યાસી અને સનાતન ધર્મના પ્રચારક ધીરેન્દ્ર શાસ્ત્રીનો સુરાતમાં આજે શનિવાર સાજે ફરી કાર્યક્રમ યોજાશે. શુક્રવારે સુરતમાં તેમણો દિવ્ય દરબાર યોજાયો હતો,જેમાં મોટી સંખ્યામાં ભક્તો- અનુયાયી, નેતાઓ, પ્રખ્યાત વ્યક્તિઓ અને લોક કલાકારો હાજર રહ્યા હતા. દરબાર તેમણે બુંદેલી ભાષામાં પ્રવચન આપ્યુ હતુ. બુંદેલી ભાષામાં પ્રવચનમાં આપતી વખતે તેમણે ઘણીવાર 'ઠઠરી' શબ્દનો ઉપયોગ કર્યો હતો. જાણો 'ઠઠરી' શબ્દનો શું અર્થ થાય છે.

Advertisment

'ઠઠરી' શબ્દનો શું અર્થ થાય છે?

બાગેશ્વર ધામ ધીરેન્દ્ર શાસ્ત્રીએ બુંદેલી ભાષામાં સુરતમાં યોજાયેલા દરબારમાં પ્રવચન કર્યુ હતુ. જેમાં તેમણે ઘણીવાર 'ઠઠરી' શબ્દનો ઉપયોગ કર્યો હતો. બુંદલી અને હિન્દી ભાષામાં 'ઠઠરી' શબ્દનો અર્થ નનામી કે અર્થી, ઠાઠડી થાય છે. જ્યારે ગુજરાત ભાષામાં ઠંડીને કારણે કોઇ વ્યક્તિ ધ્રુજી રહ્યો હોય ત્યારે 'ઠઠરી' શબ્દનો ઉપયોગ કરાય છે - 'નાનુ બાળક ઠંડીમાં ઠઠરી રહ્યો હતો'.

સનાતન ધર્મનો વિરોધ કરનારની 'ઠઠરી' કોણ કોણ બાંધશે - ધીરેન્દ્ર શાસ્ત્રી

સુરત સ્થિત દરબારમાં પ્રવચન આપતા ધીરેન્દ્ર શાસ્ત્રીએ માત્ર ભારતને જ નહીં પણ પાકિસ્તાનને પણ હિંદુ રાષ્ટ્ર બનાવવાની હૂંકાર ભરી હતી.ઉપરાંત સનાતન ધર્મના પ્રચાર-પ્રસારની વાત કરી હતી. તેમણે કહ્યું કે, સનાતન ધર્મનો વિરોધ કરનારની 'ઠઠરી' કોણ કોણ બાંધશે. યુવા વર્ગને જાતપાતના વાડા તોડી હિંદુઓને એક થવા આહ્વાન કર્યુ હતુ. જો લડી ન શકતા હોવ તો સનાતન ધર્મની સાથે ઉભા રહો, તે જોઇને સામે વાળી પાર્ટી પણ ડરી જશે.

'ગુજરાતના પાગલો..! કેમ છો..? - ધીરેન્દ્ર શાસ્ત્રી

ધીરેન્દ્ર શાસ્ત્રીએ સુરતના દિવ્ય દરબારની શરૂઆતમાં કહ્યુ કે, 'ગુજરાતના પાગલો..! કેમ છો..? મજામાં છો..! સમગ્ર પ્રવચન દરમિયાન તેમણે બેથી ત્રણ વખત 'ગુજરાતના પાગલો..! શબ્દનો પ્રયોગ કર્યો હતો.

Advertisment

સુરતમાં Eps શનિવારે શું કાર્યક્રમ છે?

ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમનો સુરતમાં આજે બીજો અને છેલ્લો દિવસ છે. શનિવારે તેમનો કાર્યક્રમ સાંજે છ વાગે શરૂ થશે અને તેમાં તેઓ હનુમંત કથા સંભળાવશે.

અમદાવાદમાં ક્યાં ક્યારે ‘દિવ્ય દરબાર’ યોજશે

ધીરેન્દ્ર શાસ્ત્રી સુરત બાદ અમદાવાદમાં તેમનો ‘દિવ્ય દરબાર’ યોજશે. તેઓ 29 અને 30 મેના રોજ અમદાવાદમાં રોકાશે. જેમાં અમદાવાદના ચાણક્યપુરી વિસ્તારમાં શક્તિચોક ખાતે તેનો ‘દિવ્ય દરબાર’લાગશે. ‘દિવ્ય દરબાર’ માટે વિશાળ મંડપ અને પીઠાસન સહિતની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. નોંધનિય છે કે, ધીરેન્દ્ર શાસ્ત્રી 25 મેના રોજ અમદાવાદમાં આવી ચૂક્યા છે. અહીંયા તેમણે વટવામાં એક ધાર્મિક કથાના કાર્યક્રમમાં હાજરી આપી અને ત્યારબાદ સાંજે સુરત રવાના થયા હતા.

આ પણ વાંચોઃ ધીરેન્દ્ર શાસ્ત્રીનો સુરતમાં હૂંકાર – ભારત જ નહીં પાકિસ્તાનને પણ હિંદુ રાષ્ટ્ર બનાવીને રહીશું, તેમના પ્રવચનની 10 મુખ્ય વાતો

રાજકોટમાં કઇ તારીખે અને ક્યાં ‘દિવ્ય દરબાર’ લાગશે

ધીરેન્દ્ર શાસ્ત્રી અમદાવાદ બાદ રાજકોટમાં પણ તેમનો ‘દિવ્ય દરબાર’ યોજશે. રાજકોટમાં 1 અને 2 જૂનના રોજ રેસકોર્સ મેદાન ખાતે સાંજના સમયે યોજાશે. બાગેશ્વર ધામ સેવા સમિતિ, રાજકોટ તરફથી આ ‘દિવ્ય દરબાર’નું આયોજન કરવામાં આવી રહ્યું છે.

bageshwar dham sarkar Surat ગુજરાત ટ્રેન્ડિંગ ન્યૂઝ ધર્મ ભક્તિ