ગુજરાતમાં આફતનો વરસાદ, બોટાદનું ખાંભડા ગામ પાણીમાં ગરકાવ, ભાવનગરમાં પૂર જેવી સ્થિતિ

Gujarat monsoon flood: ગુજરાતમાં અલગ-અલગ વિસ્તારોમાં મંગળવારથી ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે. જેના કારણે ઘણી જગ્યાએ પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ભાવનગરના વલ્લભીપુર નજીક ચમારડી ગામમાં એક વાડીમાં પાણી ભરાઈ જવાથી 14 લોકો ફસાઈ ગયા હતા.

Written by Rakesh Parmar
Ahmedabad June 17, 2025 22:05 IST
ગુજરાતમાં આફતનો વરસાદ, બોટાદનું ખાંભડા ગામ પાણીમાં ગરકાવ, ભાવનગરમાં પૂર જેવી સ્થિતિ
બોટાદના ખાંભડા ગામમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. (તસવીર: સોશિયલ મીડિયા)

Gujarat monsoon flood: ગુજરાતમાં અલગ-અલગ વિસ્તારોમાં મંગળવારથી ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે. જેના કારણે ઘણી જગ્યાએ પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ભાવનગરના વલ્લભીપુર નજીક ચમારડી ગામમાં એક વાડીમાં પાણી ભરાઈ જવાથી 14 લોકો ફસાઈ ગયા હતા. જોકે ભાવનગર ફાયર ટીમે તેમને સમયસર સુરક્ષિત રીતે બચાવી લીધા હતા. બધા લોકો સંપૂર્ણપણે સુરક્ષિત છે. રેસ્ક્યૂ કરાયા બાદ સ્થાનિક લોકોએ ફાયર ટીમનો તેમની તત્પરતા અને હિંમતભર્યા કાર્ય બદલ આભાર માન્યો હતો. ત્યાં જ ભાવનગરના મહુવા તાલુકાના રાણીવાડા ગામમાં એક વૃદ્ધ વ્યક્તિ પાણીના જોરદાર પ્રવાહમાં તણાઈ ગયા હોવાની તસવીર સામે આવી હતી.

પાણીના પ્રવાહમાં કાર ફસાઈ ગઈ

ભારે વરસાદને કારણે ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના રંડોળા ગામની રાજાવલ નદી બંને કાંઠે વહી રહી હતી. આ દરમિયાન એક કાળી કાર પાણીમાં તણાઈ ગઈ હતી. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે એક પરિવારના 4 જેટલા સભ્યો કારમાં હતા. હાલમાં કારમાં રહેલા આખા પરિવારને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યો છે. આ ઉપરાંત બોટાદના ખાંભડા ગામમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. દરિયાના મોજા જેવો પાણીનો જોરદાર પ્રવાહ ગામમાં ઘૂસી ગયો છે, જેના કારણે આખું ગામ પાણીમાં ગરકાવ થઈ ગયું છે.

ભુજમાં 1 કલાકમાં 1 ઇંચ વરસાદ

આજે પશ્ચિમ કચ્છમાં ભારે વરસાદ પડ્યો હતો. ભુજમાં 1 કલાકમાં 1 ઇંચ વરસાદ પડ્યો હતો. જેના કારણે ભુજ બસ સ્ટેન્ડ વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. બસ સ્ટેશનમાં ઘૂંટણસમા પાણી ભરાઈ જવાથી વાહનચાલકો અને મુસાફરોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. આનાથી નગરપાલિકાની પ્રીમોનસુન કામગીરી પર પ્રશ્નાર્થ ઊભા થયા છે.

Bhavnagar flood video
ભાવનગરના મહુવા તાલુકાના રાણીવાડા ગામમાં એક વૃદ્ધ વ્યક્તિ પાણીના જોરદાર પ્રવાહમાં તણાઈ ગયા. (તસવીર: સોશિયલ મીડિયા)

20 કલાક પછી બચાવ કામગીરી હાથ ધરવામાં આવી

ભારે વરસાદને કારણે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના રૂદ્રેશ્વર તળાવમાં એક વ્યક્તિ ફસાઈ ગયો હતો, ટીમ 20 કલાક પછી તેને બચાવવામાં સફળ રહી હતી. સ્થાનિક વહીવટીતંત્રે બચાવીને વ્યક્તિને સુરક્ષિત રીતે બહાર કાઢ્યો હતો.

આ પણ વાંચો: અમદાવાદ-ગાંધીનગરને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી

ભાવનગર-રાજકોટ હાઇવે બેટમાં ફેરવાયો

ભારે વરસાદને કારણે ભાવનગર-રાજકોટ મુખ્ય હાઇવે નદીમાં ફેરવાઈ ગયો છે. અહીં ટ્રાફિક સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે. ભાવનગરના સિહોરમાં ઘણા વાહનો પાણીમાં ફસાઈ ગયા હતા.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ