Ahmedabad air quality index: દિવાળી પર અમદાવાદની હવા ગંભીર પ્રદૂષણના ઝપેટમાં આવી છે. નગરમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) 198 સુધી પહોંચ્યો છે, જે સ્વાસ્થ્ય માટે જોખમજનક છે. આ તહેવાર દરમિયાન ગુલાલ અને દીવાળીના ફટાકડાઓને કારણે શહેરી વિસ્તારોમાં વાયુ પ્રદૂષણમાં ઉછાળો આવ્યો છે.
કાળી ચૌદસ – 19 ઓક્ટોબર 2025 – અમદાવાદનું AQI
19 ઓક્ટોબર 2025ના રોજ અમદાવાદનું AQI 104, હવામાં તરતા પ્રદૂષણના રજકણો પાર્ટીક્યૂલેટ મેટર PM2.5નું સ્તર 36.8 છે. ઓક્ટોબર 2025માં શહેરનું એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 195 સુધી પહોંચી ગયું છે, જે બિનઆરોગ્યપદ શ્રેણીમાં છે.
દિવાળી દરમિયાન ફટાકડાના ધુમાડા અને પ્રદૂષણથી હવાની ગુણવત્તા ખતરનાક સ્તરે પહોંચી છે. સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયર્નમેન્ટ (CSE) અનુસાર, દિવાળી દરમિયાન વાયુ- પ્રદૂષણ સામાન્ય સ્તર કરતાં 4-5 ગણું વધી જાય છે. દિલ્હી, મુંબઈ અને કોલકાતા જેવાં શહેરોમાં હવા ગુણવત્તા સૂચકાંક (AQI) 300થી 500 સુધી પહોંચી શકે છે, જે ‘ગંભીર’ શ્રેણીમાં આવે છે.

ફટાકડા, બોમ્બ અને સળગતા દીવાઓનો ધુમાડો અસ્થમાની સમસ્યાઓમાં વધારો કરી શકે છે, તેથી અસ્થમાના દર્દીઓએ અગાઉથી સાવચેતી રાખવી જોઈએ, જેથી તહેવારનો આનંદ તેમના સ્વાસ્થ્ય પર અસર ન કરે.

વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) દ્વારા નિર્ધારિત મર્યાદા કરતાં શહેરની હવામાં પ્રદૂષણ સાત ગણું વધારે નોંધાયું છે. હાલમાં 20 ઓક્ટોબર 2025ના રોજ અમદાવાદનું AQI 198 અને હવામાં તરતા પ્રદૂષણના રજકણો પાર્ટીક્યૂલેટ મેટર PM2.5નું સ્તર 36.8 છે. ઓક્ટોબર 2025માં શહેરનું એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 195 સુધી પહોંચી ગયું છે, જે બિનઆરોગ્યપદ શ્રેણીમાં આવે છે. આ મામલે ખાસ કરીને વટવા GIDCમાં, હવાની ગુણવત્તા 320 સુધી પહોંચી છે, જે WHOની મર્યાદા કરતાં સાત ગણી વધારે છે.